________________
પ્રવર્તમાન શિક્ષણની સમસ્યાઓના સંદર્ભમાં રાધાકૃષ્ણનાં ચિંતનની પ્રસ્તુતતા
ડો. ભાવના ત્રિવેદી
વિષયવિન્યાસની દૃષ્ટિએ પ્રસ્તુત લેખને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. (૧) કેળવણીકાર તરીકે રાધાકૃષ્ણનનું મહત્વ
પ્રવર્તમાન શિક્ષણની સમસ્યાઓ સમસ્યાઓનું નિરૂપણ તથા રાધાકૃષ્ણનના પ્રતિભાવોની પ્રસ્તુતતા મૂલ્યાંકન
(૧) કેળવણીકાર તરીકે રાધાકૃષ્ણન નું મહત્વ :
કેળવણીકાર તરીકે છે. રાધાકૃષ્ણનનું મહત્વ વિવિધ દૃષ્ટિથી દર્શાવી શકાય.
(૧) પરંપરા અને આધુનિકતાના સુમેળની દષ્ટિ . (૨) દષ્ટિસંપન પરંપરાગત દાર્શનિક અને આધુનિક કેળવણીકારની દષ્ટિ (૩) શૈક્ષણિક અને વહીવટી અનુભવના સમન્વયની દૃષ્ટિ (૧) અંગત રીતે ભારતીય સંસ્કૃતિના પરંપરાગત સંસ્કારો તથા મૂલ્યોને વરેલા
આ સંનિષ્ઠ, દાર્શનિક પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા પશ્ચિમી વિચારપ્રવાહોથી પણું સુપરિચિત રહ્યા હોઈ તેમના શિક્ષણ પ્રત્યેના અભિગમ અને વિચારમાં આપણને પરંપરા અને આધુનિકતાનો એક વિશિષ્ટ સુમેળ દષ્ટિગોચર થાય છે. (૨) આજે જ્યારે શિક્ષણક્ષેત્રે દષ્ટિને દુકાળ પ્રવર્તત જણાય છે, ત્યારે શિક્ષણની સમસ્યાઓનું સમગ્રલક્ષી આકલન કરતી રાધાકૃષ્ણનની મૂળગામી દષ્ટિ તથા તેના ઉકેલ માટે મથતી તેમની વિશાળ દષ્ટિસંપન્ન પરિપકવતામાંથી નિષ્પન થતી ઊંડી કોઠાસૂઝ એક “દૃષ્ટિસંપન કેળવણીકાર દાર્શનિક” તરીકે રાધાકૃષ્ણનના ચિંતનની આગવી મહત્તા સિદ્ધ કરે છે. (૩) કેળવણીકાર તરીકે રાધાકૃષ્ણનના ચિંતનમાં આપણને શૈક્ષણિક અને વહીવટી અનુભવના વિશિષ્ટ સમન્વયે ઘડેલા એક પ્રૌઢ વ્યક્તિત્વના પ્રગભિ
વિચારો સાંપડે છે. (૨) પ્રવર્તમાન શિક્ષણની સમસ્યાઓ :
આપણા શિક્ષણે સર્જેલી કેટલીક ગંભીર સમસ્યાઓ પ્રવર્તમાન શિક્ષાણની મર્યાદાઓ સૂચવે છે. આ મર્યાદાઓના ઊંડાણમાં અવગાહન કરી, તેનાં કારણોનું મૂળગામી દષ્ટિથી