SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ આવે છે. ડૉ. રાધાકૃષ્ણન્ અલબત્ત એક સારા ઈશ્વરશાસ્ત્રી છે, એક સારા ભારતીય (હિન્દુ) છે. કેટલાક તા વળી અતિ ઉત્સાહમાં તેમને આધુનિક શંકર કે આધુનિક ઋષિ એવુ બિરુદ પણ આપે છે. જેઓ શંકરમતાનુયાયી નથી તેઓ તા ડૉ. રાધાકૃષ્ણન સામે પોતાની સર્વીસત્તા કામે લગાડી લડવા તૈયાર છે. તેમનું તત્ત્વજ્ઞાન માહિતી પણ આપે છે અને પ્રેરણા પણ. પર`તુ તેમાં જે કાંઈ છે તેમાં સ કાંઈ માત્ર શાંકરવેદાન્ત જ દૃષ્ટિગોચર થાય છે. વેદાન્તની અન્ય વિકસિત શાખાઓને તેમાં તદ્દન અપૂરતી જગ્યા ફાળવેલ છે, અન્ય આચાર્યોં દ્વારા પ્રવતિર્યંત વેદાન્ત તથા ત ંત્ર વ. તે ણે નાત બહાર જ છે. આથી જ પ્રેા. મલકાનીએ કહ્યું કે ભારતમાં જે વિકસિત અને પ્રગતિશીલ ન હેાય તેા તે માત્ર વેદાન્ત અને તે પણ આચાય શંકરની છાપવાળુ એવા જ પ્રચાર નિરંતર થતા રહેશે તે ભારત કદાચ બૌદ્ધિક રીતે રાંક બની જશે. અન્ય દશાને પ્રચારલક્ષી તથા વાણી વિલાસનું ફળ માનવું તે ભય'કર ભૂલ છે. જયતી અને બ્યાસતી જેવા તાર્કિકાને ભૂલી જવા ન જોઈએ, ડૉ. રાધાકૃષ્ણનની ફિલસૂફીમાં પણ આપણને મૂલ્યાનુક્રમ આપેલા જણાય છે. અને તેને લાગણીની સભરતાથી ન્યાયી ઠરાવ્યેા છે. માયા જો બ્રહ્મની સાથે જ રહેતી હાય તા બ્રહ્મની શુદ્ધતા ોખમાય છે, અને તે બ્રહ્મથી ભિન્ન છે એમ કહીએ તા અદ્વૈતવાદના પાયા હલી જાય છે પછી આ હકીકતને સમજાવવા અને તેમાંથી મા કાઢવા વચ્ચે આગવુ તક શાસ્ત્ર લાવી સત્ની એ કક્ષાઓ–પારમાર્થિક અને વ્યાવહારિકની વાત કરવી એટલે મૂળ સતુની સ્થિતિને નકારી તર્કનુ ખૂન કરવા જેવી આ વાત છે. તત્ત્વજ્ઞાનના કેયડા ઉકેલવા માટે આનંદ'' શાન્તતા' વ.ની કસોટી કારગત નીવડે નહિ. તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્રને ભેળવી ન દેવાં જોઈએ. શાંકરવેદાન્તના સ``માં ડૉ. રાધાકૃષ્ણનને Panegyriot કહેવા જોઈએ. રાધાકૃષ્ણનના મનમાં જાણે કે પ્રથમથી જ એક સૂત્ર વસી ગયુ` છે કે ‘વિચાર અને સત્તા એક છે,' જે આપણે સૌ માત્ર નિરપેક્ષવાદીએ જ હાવાની છાપ ઊભી કરે છે. તેમનુ' આ મતત્ર્ય તે શકરાઈટ છે તેના કરતાં વિશેષ તા હૈગલીયન છે એવી છાપ ઊભી કરે છે. પાશ્ચાત્ય તત્ત્વચિંતનમાં જે Thought-Being છે તે ઉપનિષદના સત-ચિત્ જેવું નથી. “આનંદ' તા તે છે જ નહિ. ખ્રિસ્તી ત્રિમૂતિ સાથે તેને સરખાવાય નહિ. વળી અદ્વૈતવેદાન્ત જે કહે તે જ સાચું અને સાંખ્ય જેવા દ્વૈતવાદી ને ખાટાં કારણ કે તેનું તત્ત્વવિજ્ઞાન ખાટુ' છે એમ માનવું તે સ્વમતાગ્રહીપણું જ સૂચવે છે. જે અમાં તર્કશાસ્ત્ર કદાચ ખાટુ હોઈ શકે તે રીતે તત્ત્વવિજ્ઞાન ખેાટુ ન પણ્ હાય, બહુશ્રુત વિદ્વાન પણ આ રીતે સંપ્રદાય પ્રવર્તકની ભાષામાં મેલે તે શાભે નહિ. . આ અને આ પ્રકારના આક્ષેપોને યાગ્ય પ્રત્યુત્તર ડૉ. રાધાકૃષ્ણને આપ્યા છે. ભારતીય દર્શીન પ્રગતિશીલ નથી એમ કેમ કહી શકાય ? પરાપૂર્વથી ચાલ્યા આવતા મહત્ત્વના સિદ્ધાંતાનું હાર્દ ગુમાવ્યા વગર પણ તેમાં જણાતી ક્ષતિઓની પૂર્તિ કરવી એ પ્રગતિ જ છે. ઇતિહાસને, અર્થ જ એ કે તેમાં સાતત્ય પણ છે અને આગેકૂચ પણ છે. ૩
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy