SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મ અને સગુણ પુરુષરૂપ બ્રહ્મ તે એક જ પરમસતનાં અપક્ષ અનુભવ અને બુદ્ધિ દ્વારા મળેલાં બે જુદાં જુદાં ચિત્રો છે. પરબ્રહ્મ અચિન્ય અને અપ્રમેય હોઈ તેની વ્યાખ્યા આપવી શક્ય નથી. છતાં તેઓ પરબ્રહ્મનાં બુદ્ધિગ્રાહ્ય વર્ણને આપે છે, એ વર્ણને સાવ સાચાં નથી, કોઈ પણ તક શુદ્ધ વર્ણન જરાયે સાચું હોય તો તે રામાનુજે આપ્યું છે તે ટળે જ આપી શકાય, પરંતુ શંકર આ પ્રકારના તર્કની ભાષામાં વર્ણવેલા બ્રહ્મને અપર બ્રહ્મ માને છે અને તેથી ઉચ્ચ એવું પરબ્રહી છે તેમ કહે છે.” ઠે. રાધાકૃષ્ણની ફિલસૂફી” નામના ગ્રંથમાં ૩૭ સ્વામી અગેહાનંદ ભારતીને “ડૉ. રાધાકૃષ્ણ, અને અન્ય વેદાન્ત” પર એક લેખ છે, જેમાં તેઓએ ડે. રાધાકૃષ્ણનની સારી એવી ટીકા કરેલી છે. તેઓ લખે છે કે૩૮ કઈ પણ ફિલસૂફી, જે તેની અન્ય મહત્તવની શાખાઓ જેવી કે તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કદાચ સૌન્દર્યશાસ્ત્રના ભોગે જે તેને સમગ્ર ભાર તે સત્તાશાસ્ત્ર અને તત્વવિજ્ઞાન પર મૂકતી હોય તે તે ઈશ્વરશાસ્ત્ર નામને જ લાયક છે. વેદાન્ત અને તેની સર્વશાખાઓએ આજ કાર્ય કર્યું છે અને તે સર્વ ઈશ્વરસત્તાશાસ્ત્ર જ છે. તત્વજ્ઞાની અને ઈશ્વરશાસ્ત્રી એ બન્નેને એક બનાવી દેવાનું આ એક ભારતીય વલણ છે. અધ્યાત્મવિચારણાની આ ભારતીય રીતમાં માહિતી કરતાં પ્રેરણાનું તત્વ વધુ રહેલું છે, પરિણામે વેદાન્ત અને બુદ્ધિસ્ટ સોસાયટીઓ નીકળી પડી છે, અને એ ખ્યાલ પ્રવર્તાવે છે કે આજની મુશ્કેલીઓમાંથી માત્ર ભારત જ જગતને બચાવી શકે તેમ છે. ડો. રાધાકૃષ્ણન પણ ઈશ્વરશાસ્ત્રી જ છે, તેઓ હિન્દુ ધર્મના ઈશ્વરશાસ્ત્રી છે. ફિલેસોફીને તત્ત્વશુદ્ધ અર્થ છે પ્રજ્ઞા કે જ્ઞાન માટે પ્રેમ, ડહાપણ માટે અનુરાગ, તે એક પદ્ધતિ છે, તેમજ વલણ પણ છે. જ્યારે ભારતીયો તેનું અર્થઘટન એમ કરે છે કે તે એક ધર્મ પણ છે. ભારતીય દર્શને હંમેશાં અપ્રગતિશીલ રહ્યું છે. કઈ પણ ભારતીય દાર્શનિકે આ સદીમાં કઈ વિશેષ કે નવીન સૂચવ્યું હોય એમ જણાતું નથી, એનો એ જૂન દારૂ નવા લેબલો તળે નવી બોટલમાં ભર્યો છે. હા, નવીન અને સુંદર આલંકારિક ભાષાના વાઘા પહેરાવી તેની રજૂઆત થઈ છે, ઈશ્વરને અહીં ગૃહીત તરીકે નહિ લેતાં તેનું સ્થાપન જ કરી રાખ્યું છે. ભારતીય સંસ્કૃત ભાષાના “દર્શન” અને અંગ્રેજી ભાષાના શબ્દ “ફિલેફી”ના અર્થમાં સમાનતા માની લઈ મોટે ગોટાળે જાણેઅજાણે ઊભો થયો છે. પશ્ચિમમાં જે તર્કયુક્ત બૌદ્ધિક વિચારણું છે તેને અહીં અભાવ જણાય છે. તર્કયુક્ત વિચારણાની વાત આવે એટલે અહીં ભારતીય દાર્શનિક તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશી અંતે મતાગ્રહી બની જાય છે, જેનું પરિણામ ઈશ્વર સત્તા તરફ વળવામાં આવે છે, આમ એકંદરે વલણ સ્વમત આગ્રહી કે હઠાગ્રહી તથા અંધશ્રદ્ધાયુક્ત બનતું જેવા મળે છે. વેદાન્તની વાત કરીએ તે તેનું મૂળ જ અ–તાર્કિક છે, ઉપનિષદોનાં મહાવાક લઈએ તો એ સંદર્ભમાં પણ કયારેક બ્રહ્મને નિર્ગુણ તે વળી કયારેક સગુણ કહેવામાં આવ્યું છે, વર્જિત મધ્યના તાર્કિક વૈચારિક નિયમનું અહીં પાલન થતું નથી. જે તાર્કિક ન હોય તે અતાર્કિક (પરંતુ તર્કથી પર નહિ) જ કહેવાય. માત્ર શબ્દની રમત કે ન સમજી શકાય. તેવા ભારેખમ શબ્દોના ભાર તળે તત્ત્વજ્ઞાન દબાઈ જાય છે અને ઘણીવાર આત્માશ્રયને દોષ વહોરીને પણ દલીલે થતી હોય છે, વેદાન્ત દર્શન એ ઈશ્વરશાસ્ત્રીની ફિલસફી બની જાય છે, જેમાં ચેડી વિદ્વતા આવે અને છેડે રહસ્યવાહ
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy