________________
૧૫
રીતે નિર્ગુણ બ્રહ્મ એ ઈશ્વરથી ભિન નથી પણ તેની પૂર્ણતા છે. ૩૬ - આ પ્રકારની વિચારસરણી સામે પણ આક્ષેપ થયા છે ઉદા. ત., ભારતીય તત્વચિંતન બુદ્ધિવાદી નથી એ તો ન ગૂઢ કે રહસ્યવાદ છે, કારણ કે તે શબ્દ તયુક્ત દલીલના બદલે રૂપકોની ભાષામાં વાત કરે છે અને પરિણામે તેને તત્વવિજ્ઞાન કરતાં કપોળ કલ્પિત એવું શાસ્ત્ર કહેવું ઉપયુક્ત છે. તેઓ જે માને છે અને જાહેર કરે છે તેને સાબિત કરવાનું અશક્ય કાર્યા ડો. રાધાકૃષ્ણન કરે છે, મતલબ કે વિચારની સપાટી પર પૂર્વને પશ્ચિમના જોડાણનું; અને આમ કરવા જતાં તેમણે ભારતીય તાવિક વિચારસરણીને ખોટી રીતે રજૂ કરી છે, કારણ કે તે પશ્ચિમની વિચારસરણીના વેશમાં છે. વળી એ સમજવું કઠિન બની જાય છે કે ડો. રાધાકૃષ્ણન તર્કશાસ્ત્રના કયા પાસાં સામે વાંધો ઉઠાવે છે, કારણ કે “તકશાસ્ત્ર” દ્વારા તેઓ શો અર્થ ધરાવે છે તે સ્પષ્ટ નથી, કોઈવાર તેઓ તકશાસ્ત્રને સમગ્રતયા ધુત્કારી કાઢે છે તે કોઈવાર માત્ર તેનાં અમુક પાસાંને, તો કોઈવાર તેઓ તત્વજ્ઞાન માટે તર્કશાસ્ત્રની અગત્ય જ પીછાનતા નથી ! ભારતીય તત્વજ્ઞાનને ઇતિહાસના નિરૂપણમાં તેમની નબળાઈ એ છે કે તેઓ પોતાના પુરગામીઓના વિચારોમાં પોતાનાં મંતવ્ય નિહાળે છે અને આ રીતે તેમના અતિહાસિક પરિપ્રેક્ષ્યને બધા પહોંચાડે છે,
ભારતીય તત્ત્વજ્ઞાનના ઈતિહાસના પ્રથમ ગ્રંથની પહેલી આવૃત્તિ પર જે ટીકાઓ થયેલી તે અંગેનું એક પરિશિષ્ટ તેઓએ તે પુસ્તકની બીજી અંગ્રેજી આવૃત્તિમાં ઉમેર્યું હતું. તેઓ જણાવે છે કે-“શંકરના માયાવાદની ટીકા મેં કરી એથી ટીકાકારોએ એમ ક૯પી લીધું કે હું શાંકરમતને વિરોધી છું અને સગુણવાદ પ્રત્યેની મારી ઉપેક્ષા જોઈ કેટલાકે આક્ષેપ કર્યો કે મારામાં રામાનુજ મત પ્રત્યે સમભાવ નથી. જે અર્થ મેં ઘટા છે તે ઈ એકાદ બાબતમાં એક યા બીજી પરંપરાથી જુદો પડતો દેખાય એ સંભવિત છે, પણ એ અર્થ બુદ્ધિ કે તક ન સ્વીકારી શકે એવો નથી, સામાન્ય રીતે ઉપનિષદોના અર્થે એક યા બીજ મહાન ભાકારે કરેલા વિવેચનને નજર સામે રાખીને ઘટાડવામાં આવે છે. ઉપનિષદમાંથી જુદી જુદી વિચાર ધારાઓ નીકળવાને કેવો અવકાશ હોં એ બતાવવાનો મારો પ્રયાસ હતે. શંકર અને રામાનુજનાં વિવરણ વચ્ચે અ–વિરોધ કે એકવાક્યતા સાધી શકાય એવું કોઈ દષ્ટિ બિંદુ હોય અને તેને ખાળી શકાય એમ છે કે કેમ તથા તે બે પ્રધાન ભાષ્યકારોનાં મુખ્ય સિદ્ધાંતોને ન્યાય થાય એવું ઉ૫નિષદોનું એકધારું ને સુસંગત વિવેચન કરી શકાય એવું છે કે નહિ એ પણ મારે બતાવવું હતું હું કબૂલ કરું છું કે “ઉપનિષદના મૂળ પ્રસ્થાન ગ્રંથમાં છેવટનો સિદ્ધાંત તે શંકરને કેવલાદતને છે કે રામાનુજના વિશિષ્ટાદ્વૈતને તે નક્કી કરવું કઠિને છે, કારણ કે પરમ સત્યના સ્વરૂપનું વર્ણન કરવામાં ઉપનિષદો બેવડે અવાજે બોલે છે” (મતલબ કે તેમાં નિગણ તથા સગુણ (બ્રહ્મ) એમ બનેનું નિરૂપણ છે, વળી જગતના સ્વરૂપ વિષે પણ તેમાં બે મત જોવા મળે છે, કેટલાક ભાગમાં તેને બ્રહ્મનો વિવત અને બીજામાં તેને બ્રહ્મનું પરિણામ માનેલ છે. આ બે વિસંવાદી દેખાતા સૂરો વચ્ચે બુદ્ધિ સમજી શકે એવી એકવાકથતા સાધવાનો રસ્તો એક જ છે અને તે બે પ્રકારનાં દકિટ બિન્દુની યક્તિ સ્વીકારવાનો. આચાર્ય શંકર પણ આ યુક્તિને જ ઉપયોગ કરે છે. નિર્ગુણ