SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્દન મૌલિક ઉત્પાદન જેવું તેમાં હોઈ શકે નહીં. પ્રણાલીનું સાતત્ય જાળવવું એટલે માત્ર યાંત્રિક પુનરુત્પાદન નથી. એ એક સર્જનાત્મક પ્રગટીકરણ છે, સત્યના આદર્શ પ્રતિ ઉત્સાહપૂર્વકનું અને વાર્ધક્ય સહિતનું ગમન છે. અહીં યાદ રાખવાની બાબત એ છે કે ભૂતકાળના વારસાને જાળવી તેમાં પ્રાણ પૂરવાને છે, અને તે કઠિન કાર્ય છે. તત્ત્વજ્ઞાનમાં પ્રગતિ એટલે ભૂતકાળનો પુનર્જન્મ, વર્તમાનમાં ભૂતકાળની સતત હાજરી. સર્વમુખી પ્રગતિ એટલે આપણું ઉદાત્ત દર્શનનું સ્વાત્માનુભવરૂપે પુન:સર્જન. આચાર્ય શંકરના તત્વજ્ઞાનમાં જે કેટલીક અસંગતિઓ જણાય છે તેના સ્પષ્ટીકરણરૂપે એમ કહી શકાય કે તેઓ બુદ્ધિઝમ તથા વેદાન્તીઝમ બન્નેને વફાદાર રહેવાની સતત ચિન્તામાં છે. એક વેદાન્તી તરીકે તેઓ ઈશ્વર કે નિરપેક્ષ તત્વને છોડવા તૈયાર નથી, પરંતુ જ્યારે બુદ્ધિસ્ટ જોડે તેઓ એ વાતમાં સંમત થાય છે કે ક્ષર તે બધું ભ્રામક છે, ત્યારે તેમનું અક્ષર તત્વ સર્વગ્રાસી બની જાય છે, અને શૂન્યની નજીક જઈ પહોંચે છે. પરંતુ એ હકીકત ને નકારી શકાય તેમ નથી કે વેદાન્તી તરીકે આચાર્ય શંકર જે વિધાયક પ્રણાલિને અનુમોદન આપી આગળ ધપાવવા પ્રયત્નશીલ છે તે અને બૌદ્ધ દર્શનના અર્થઘટનકર્તા તરીકે જે નિષેધાત્મક પદ્ધતિને તેઓ અનુસરે છે તે બેનું પરિણામ સંઘર્ષ અને વદવ્યાધાતમાં આવે છે. ૩૯ પરંતુ સમય જતાં ઠે. રાધાકૃષ્ણનું શંકર પ્રત્યેનું આ વલણ બદલાયું હોય તેમ જણાય છે, જેને તેઓ એક વખત વદવ્યાઘાત ગણતા તેને હવે તેઓ માત્ર એકપક્ષી કે એકાંગી ગણે છે. આ ઉપરાંત પણ ડે. સ્વાઈલ્સર જેવા દ્વારા થયેલા આક્ષેપ જેવા કે “જગત અને જીવનનો ઈન્કાર” તથા “જીવનની વાસ્તવિકતા તથા મૂલ્યનો ઈન્કાર” એ હિન્દુ વિચારણાની ખામી છે અને પરિણામે તેમાં નીતિમત્તા અંગે ઉદાસીનતા તથા ઉત્સાહને અભાવ, પુરુષાર્થહીનતા વ. જેવા મળે છે, તેને પણ યોગ્ય જવાબ હૈ. રાધાકૃષ્ણને આપ્યા છે.૪૦ ૫ણ સમયના અભાવે તથા વિષયાન્તરના ડરથી તે અહીં ચચી શકાય તેમ નથી. સંદર્ભે 1. "I grew up in au atmosphere where the unseen was a living reality.” 2. "My Christian teachers.. were not seekers of Truth." 3. "I admire great masters but am follower of none." 4. (My thinking) "is born of spiritual experience rather than deduced from logically ascertained premises." 5. "A liaison officer between two civilizations." -C.E.M. Joad 6. "There are a few seholars like him, who have grasped the spirit of Eastern and Western thought-alike." --Dr. P. T. Raju
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy