SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જ્ઞાન ફુરણ. ભારતીય તત્વજ્ઞાનમાં સારભૂત કે અકરૂપ વસ્તુ તે ઉપનિષદોમાં છે. ઉપનિષદોનાં પાયા ઉપર જ ભારતના પાછળનાં દર્શને ધર્મોની ઈમારત રચાઈ છે. બ્લમફીલ્ડ યોગ્ય જ કહે છે કે ભારતીય તત્વચિંતનની કોઈ પણ મહત્વની શાખા-અવૈદિક બૌદ્ધ દર્શન સુદ્ધાં—એવી નથી કે જેનાં મૂળ ઉપનિષદોમાં ન હોય.” ઉપનિષદોમાં પરમ સત્યને લગતા પ્રશ્નને વિચાર, બાહ્ય સૃષ્ટિના પૃથકકરણ દ્વારા તેમજ મનુષ્યના આન્તર વ્યાપારના પૃથક્કરણ દ્વારા એમ બે દષ્ટિએ કરેલું છે. માણસને થતા જ્ઞાનની પ્રક્રિયામાં એકીકરણ કરનારું જે તત્ત્વ છે તે આત્મા છે. સુષુપ્તિની અવસ્થામાં પણ તે આખો વખત મોજુદ હોય છે. જ્ઞાતાને લોપ થાય તે ણેય વસ્તુ, આપોઆપ લેપ પામે છે, પણ ય વસ્તુ અથવા વિષય લેપ પામે તોયે જ્ઞાતા એટલે કે વિષયને લોપ થતો નથી. તે નિત્ય છે–અજન્મા છે, શાશ્વત છે. આપણે દેહ ભલે નાશ પામે પણ આત્મા એટલે કે શુદ્ધ, બુદ્ધ, મુક્ત અસંસારી એ દૃષ્ટા–તે નિર્વિકારજ રહે છે. આત્મા અને બ્રહ્મ એ છે તો એક અને અભિન છે. નાશવંત ઇન્દ્રિયોને શરીરની પાછળ આત્મા રહેલો છે, જગતના નાશવંત પદાર્થોની પાછળ બ્રહ્મ રહેલું છે. બ્રહ્મ અને આત્માને એક્યને અનુભવ દરેક માણસે જાતે સાક્ષાત્કાર દ્વારા મેળવવાનો હોય છે. નિત્ય અને નિર્વિકાર એવા બ્રહ્મને અનિત્ય અને સવિકાર એવા જગતની ભાષામાં વર્ણવવાનો પ્રયત્ન મિથ્યા નિવડે છે. અપક્ષ અનુભવ યા સાક્ષાત્કાર વડે જે બ્રહ્મનું દર્શન થાય છે તે બ્રહ્મ જગતનું આદિકારણ છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, તે સગુણ, સાકાર જગતનું જ પારમાર્થિક રૂપ છે. પરિમિત જગતનું તે અપરિમિત રૂ૫ છે. પરિમિત જગતમાં જ અન્તગંત એવું નિત્ય, શાશ્વત અને અપરિમિત વસ્તુતત્ત્વ છે. જગતની જોડાજોડ રહેલું કોઈ ભિન્ન તત્વ નથી. પરિમિત જગત એ અપરિમિત બ્રહ્મના જ પરિમિત આવિર્ભાવ સિવાય બીજુ કંઈ નથી, જગત એ બ્રહ્માનું જ સગુણ સાકાર ને સપાધિક રૂપ છે. પર બ્રહનું વર્ણન કરવા માટે વિચારની કઈ પણ કોટિ નકામી નીવડે છે. વિચાર કે વાણીથી તેનું યથાર્થ આકલન કે વર્ણન થઈ શકતું નથી. દિક, કાળ ને કાર્યકારણના નિયમવાળું જે ભૌતિક જગત છે તેની પાછળ રહેલું નિત્ય, નિર્વિકાર, સ્વયંભૂ ને સ્વતંત્ર સંતતત્વ તે બ્રહ્મ છે; વિકાસ પામનારી સર્વ વસ્તુઓ અવિચળ ને નિત્ય એવા બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. સંસાર અથવા જગતપ્રપંચ પરબ્રહામાં પ્રતિષ્ઠિત છે. પરબ્રહ્મ જગતનું અધિષ્ઠાન છે, તેને લીધે પરબ્રહ્મને કેટલીકવાર નિર્વિકાર તેમજ સવિકાર એ બંને શબ્દથી વર્ણવવામાં આવે છે. આપણને ખાતરી છે કે પરબ્રહ્મ ન હોય તે જગત પણ ન હોય. એ બે વચ્ચેનો સંબંધ કેવી જાતને છે તે આપણે જાણતા નથી. આપણે “માયા” શબ્દને ઉપગ કરીને આપણું અજ્ઞાન ઢાંકીએ છીએ. બ્રહ્મ અને જગત એક છે, છતાં જુદાં ભાસે છે, અને એ આભાસનું કારણ માયા છે. સ્વયં અવિકારી પિોતે વિકારનું નિર્માણ કરે છે. તત્ત્વ ચિંતનની દૃષ્ટિએ આપણે અહીં આવીને અટકી જવું પડે છે. - બ્રહ્મવિદ્યાને સર્વમાન્ય મહાગ્રન્થ જે બ્રહ્મસૂત્ર તેને આરંભ પણ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસાથી થાય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચછા, અષણ, બુદ્ધિ વડે કરેલી તપાસ, તર્ક દૃષ્ટિએ કરેલું અધ્યયન, બીજું સૂત્ર પણ એમ કહે છે કે જેમાંથી આ
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy