SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ જગતના જન્મ વગેરે થયેલું છે, એવું કોઈ સત્ તત્ત્વ છે ખરુ' ? (જીએ તૈત્તરીય ઉપનિષદ) ત્રીજા સૂત્ર દ્વારા ઈશ્વરને જંગતના રચિયતા એવા કારણ તરીકે શાસ્ત્રના સંદર્ભ દ્વારા નિરૂપેલ છે. શાસ્ત્ર માત્ર લિખિત પાડચપુસ્તક! નહિ પણ શાશ્વત સત્યનું નિરૂપણ છે. સૂત્ર ખીજા અને ત્રીજા વચ્ચે જે સાતત્ય છે તે બુદ્ધિ કે તર્ક અને અંત:અનુભૂતિના જેવું સાતત્ય છે. ચેાથા સૂત્રમાં આ સર્વના સમન્વયની વાત છે. આ ચાર સૂત્રેામાં બ્રહ્મસૂત્રના અક છે. શ્રીમદ્ ભગવદગીતા એ મહાભારતના મહાભડારમાં રહેલુ એક અમૂલ્ય રત્ન છે. જગતનાં ધાર્મિક સાહિત્યમાં એની ખરાબરી કરી શકે એવા એક પણ ગ્રન્થ નથી એમ હિન્દુ અભિમાન રાખે તે તેમાં આશ્રય' જેવું નથી. ગીતાને ઉપનિષદો રૂપી ગાયાનું દૂધ કહી છે. જ્ઞાનની ગંગા અને ભક્તિની કાલિન્દીના જે એ મહાપ્રવાહ ચાલ્યા આવતા હતા તેમાં કાઁયેાગરૂપી સરસ્વતી જોડી ગીતાકારે એ સાધનાને પણ ત્રિવેણી સ`ગમ સાધ્યો છે. ગીતાકારને આ ત્રણેય સાધનેનેા સમન્વય (સમુચ્ચય અર્થાત્ સંમિશ્રણ નહિ, પણ સમન્વય અર્થાત્ રસાયણ) અભિપ્રેત છે, એમ રાધાકૃષ્ણને વિસ્તારથી બતાવ્યુ` છે. ગીતાના સંદેશા સ` દેશકાળને માટે છે. ગીતાના દાનિક વિચારાના પાયા પર જ લોકપ્રિય હિન્દુ ધર્મની ઇમારત રચાયેલી છે. વિચારની ભિન્ન ભિન્ન પ્રણાલિકાઓને ભેગી કરી તેમાંથી અખ'ડ અને એક રસ એવા એક સિદ્ધાંત ઉપજાવવામાં ગીતાને સફળતા મળી છે કે કેમ એ પ્રશ્નના વિભિન્ન ઉત્તરા આપણને મળે છે. ગીતામાં પરરપર વિરાધી તત્ત્વા એકખીજા સાથે ભળીને એક રસ બની ગયાં છે. ગીતાના દરેક અધ્યાયને અ`તે જેસ'કલ્પ વાક્ય આવે છે તે પરથી એ જોઈ શકાય છે કે ગીતા એ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર છે. બ્રહ્મવિદ્યા તે સત્ તત્ત્વનું દાનિક દષ્ટિએ કરેલું નિરૂપણ છે. સત્ તત્ત્વનું સ્વરૂપ કેવું છે તેનુ' તાર્કિક દષ્ટિએ કરેલુ વર્ણીન એમાં આવેલુ હોય છે. એ સત્ તત્ત્વની પ્રાપ્તિનો માર્ગ બતાવવાનું કામ યેગશાસ્ત્ર કરે છે, તે સદાચરણના રસ્તા છે, એ આપણે કરવાની સાધના છે, ગીતાના યોગશાસ્ત્રનુ મૂળ બ્રહ્મવિદ્યામાં રહેલુ' ગીતા તત્ત્વવિચારનું દન છે; તેમજ ધર્માચરણનું શાસ્ત્ર છે; સત્ય માટેની બૌદ્ધિક શેાધ છે, તેમજ એ સત્યને મનુષ્યના આત્મામાં જાગતી જ્યાત બતાવવાના પ્રયત્ન છે, ડૉ. રાધાકૃષ્ણન્ એમ માને છે કે નીતિ ધર્મોની ચર્ચા પાછળ દાનિક પ્રશ્નોની ચર્ચા હેવી આવશ્યક છે. જો કે આાથી ઉલટા મત પ્રા. હિરિયાણાના છે જેઓ લખે છે કે “ગીતા એક નૈતિક પ્રશ્નની ચર્ચા કરે છે અને તેથી તેમાં અવારનવાર જીવ, જગત અને બ્રહ્મને લગતા દાર્શનિક પ્રશ્નોની ચર્ચા આવ્યા વિના રહેતી નથી, પણ એ પ્રશ્નો તે આ ગ્રંથના નૈતિક ઉપદેશની પૂર્વભૂમિકા રૂપે જ આવે છે.’૩૦ ગીતામાં જીવ, જગત અને બ્રહ્મના સ્વરૂપને વિષે જે તાત્ત્વિક ચર્ચા છે તેમાં આપણને એવું કહ્યું નથી કે અમુક એક પણ વાત કેાઈએ કહી છે માટે આપણે ખરી માની લેવી. એમાં તે। માત્ર સૃષ્ટિના વિકાસના ક્રમ વર્ણવ્યા છે, અને એક પરમ ચેતનની–વિશ્વ પર અમલ ચલાવનાર તત્ત્વન-હસ્તી માનવી કેમ આવશ્યક છે તે સમજાવ્યું છે. પરમેશ્વર જે વિશ્વના શાસક હોય, તેા તેણે જગતના વ્યવહારમાં રસ લેવા રહ્યો, અને આપણે જો આપણને દરેકને અનુકૂળ હેાય એવા રસ્તા પર ચાલીએ તે આપણા અંતરમાં વસતા પરમાત્માનું અ-પરાક્ષ દન અથવા સાક્ષાત્કાર કરી શકીએ,
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy