SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ આંશિક દૃષ્ટિથી જુએ છે. જૈન દર્શીનના બહુતત્ત્વવાદ પણ તેમને તસ`ગત જણાતા નથી.૨૭ પ્રા. હિરિયાણાં પણ આ બારામાં ડો. રાધાકૃષ્ણના મતને મળતા છે. તેઓ લખે છે કે જો સાપેક્ષવાદને તર્કવાદની અંતિમ સીમા સુધી લઈ જવામાં આવે તે। આત્યંતિકવાદ અથવા એકાન્તવાદ જ ફલિત થાય, જેને સ્વીકારવા જૈને તૈયાર નથી. વળી તેમના મતે જૈન તત્ત્વજિજ્ઞાસાનુ અધકચરાપણુ. સપ્તભ'ગીના સિદ્ધાંતમાં પ્રતિબિ'બિત થાય છે; જે અનેક આંશિક અભિપ્રાય યા વિધાનાને એક સાથે ગાઢવી ત્યાં જ અટકે છે, પણ જે ચેાગ્ય સમન્વય દ્વારા તે બધામાં રહેલ વિરાધને દૂર કરવા પ્રયત્ન નથી કરતા. જેટલે અશે આ સિદ્ધાંત આ એકાંગી નિચા યા વિધાનો સામે લાલબત્તી ધરે છે—તેટલા અંશમાં તે! તે ખરાબર જ છે, પણ અંતે તે તે આવા એકાંગી ઉકેલા કરતાં કઈ ખાસ વધારે સૂચવતા નથી. આનુ કારણ, જે આંત્યંતિકવાદ યા એકાંતવાદ સામેના પૂર્વગ્રહ ન હોય તેા, સામાન્ય માન્યતાઓને વળગી રહેવાની યા અનુસરવાની ઇચ્છા જ માત્ર છે.૨૮ જો કે સપ્તભંગીનયને સંશયાત્મક જ્ઞાન કહી તેના છેદ ઉડાડી દેવા એ ખરાખર નથી. એ તે સત્યના જુદા જુદા પ્રકારના સ્વરૂપોનું નિર્દેશન કરાવતી એક વિચારસરણી છે. શ્રી ન, કે. મહેતાએ પણ સપ્તભ’ગીનું નિરૂપણ બિલકુલ અસાંપ્રદાયિક દૃષ્ટિએ કર્યુ છે. સપ્તભ`ગીના આધાર નયવાદ છે અને એનુ ધ્યેય સમન્વયનુ છે, અમુક વિવક્ષિત વસ્તુ પરત્વે જ્યારે ધ વિષયક દૃષ્ટિભેદો દેખાતા હૈાય ત્યારે એવા ભેદોના પ્રમાણપૂર્વક સમન્વય કરવા અને તેમ કરી બધી સાચી દષ્ટિઓને તેના યેાગ્ય સ્થાનમાં ગેાઠવી ન્યાય આપવા એવી ઉદ્દાત્ત ભાવના સપ્તભંગીના મૂળમાં રહેલી છે.૨૯ પ્રસ્થાનત્રચી લખવાને મારા (šા. રાધા.ના) હેતુ એક તર્ક યુક્ત બૌદ્દિક નિરૂપણ દ્વારા એમ દર્શાવવાના છે કે પ્રાચીન ભારતીય પ્રણાલી અને આધુનિક વિચારસરણી અનેતે ન્યાય થાય છે કે કેમ, આધ્યાત્મિક ઊંડાણ તથા નૈતિક બળ ધરાવવામાં શું આપણે આપણાં પૂર્વજો કરતાં ચઢિયાતા છીએ? હિન્દુ ધર્માંની ખીજ રૂપ કલ્પનાઓ વેદાન્તના મૂલાધાર રૂપ ગ્રંથેામાં સમાયેલી છે. વેદાન્તના તત્ત્વજ્ઞાનમાં પ્રસ્થાત્રયીનું પ્રામાણ્ય મનાય છે. પ્રાચીન ઉપનિષદો, ખાદરાયણનાં બ્રહ્મસૂત્રેા અને ભગવદ્ગીતા એ ત્રણેમાં આખુ વેદાંતશાસ્ત્ર આવી જાય છે. આ ત્રણેની જે એકવાકયતા કરી બતાવે તે આચાય. આ ગ્રંથામાંનું એકપણ વચન પાતાના પ્રતિપાદનને પ્રતિકૂલ નથી, એવા અવિરોધ સિદ્ધ કરી આપ્યા સિવાય કાઈ પણ સિદ્ધાંત વેદાન્ત તરીકે સ્વીકારાતા નથી, મૂળ ત્રણે ગ્રંથામાં એકવાકયતા છે જ એ ગ્રહીત માનેલુ હાઈ એ એકવાકયતા કેવી છે તે પ્રત્યેક આચાયે બતાવી આપવાનુ હોય છે. માદરાયણનાં બ્રહ્મસૂત્રેા અને ભગવાનની ગીતા એ સ્વતંત્ર ગ્રંથા નથી, પણ અંતે ગ્રંથા ઉપનિષદના તત્ત્વજ્ઞાનનું જ ઉપબૃંહણ કરે છે, ઉપનિષદોનાં નિરનિરાળાં વચનેાના તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરી બાદરાયણે તેમાંથી બ્રહ્મસૂત્ર નિર્માણ કર્યાં –બ્રહ્મસૂત્રેાને ઉપનિષદોનુ શાસ્ત્રીકરણ કહી શકાય. તર્ક પ્રણાલીનું અવલ`બન કરી બાદરાયણે ઉપનિષદોનુ તત્ત્વજ્ઞાન સૂત્ર રૂપે આપણી સમક્ષ રજૂ કર્યુ છે, મૂળ પ્રમાણ— ભૂત ગ્રંથ તા. ઉપનિષદો જ છે, આ ઉપનિષદ્યા એટલે વૈદિક પર’પરાના ઋષિઓના સ્વત ંત્ર, સ્વયંભૂ, મૂળભૂત ધર્માનુભવ, અને તેમને યોગયુક્ત સ્થિતિમાં હંમેશાં થયેલુ
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy