SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પશ્ચિમમાં હજુ એવી કલ્પના પ્રચલિત છે કે બુધે ઉપનિષદોના અધ્યાત્મવાદ જેને સંબંધ સાવ તેડી નાખ્યો હતો, વળી તેઓ નિરીશ્વરવાદી હતા, નૈરામ્યવાદી હતા અને તેમણે તેમના અનુયાયીઓને ધાર્મિક જીવનના અંતિમ ફળરૂપે “નિર્વાણ”—અર્થાત શુન્યમાં વિલય-પ્રાપ્ત થવાની આશા બતાવી હતી. ઠે. રાધાકૃષ્ણનના મતે આ કલ્પના બેટી છે. આવી કલ્પના પ્રચલિત થવાનું કારણ એ છે કે બુધે અયવાદની વૃત્તિથી જે સેવ્યું તેને લોકોએ ચાખે ઇન્કાર માની લીધો. “બુદ્ધની સદાચારની સાધનાને કારણ ડરાવી શકે એવું કોઈ દર્શનશાસ્ત્ર હોય તો તે ઉપનિષદોના અન્તસ્તલમાં રહેલું દર્શનશાસ્ત્ર જ છે. બુધે પરમસત્યનો સાક્ષાત્કાર કર્યો હતો તેથી તેઓ ક્ષણિકને ક્ષણિક તરીકે જોઈ શક્યા અને તેને છોડ્યું. આ સૃષ્ટિના અનુભવોથી પર (પાર) એક પરમ શૈતન્ય છે, જે તેના પર શ્રદ્ધા રાખનારને જવાબ આપે છે. આ સત્યને તેમણે “ધર્મ” નામ આપ્યું. આ ધર્મ તેમને મન બ્રહ્માંડની શાશ્વત શક્તિ છે. ધમની સૂક્ષ્મ દૃષ્ટિ એટલે જ્ઞાન–પ્રકાશ અને તેમના અષ્ટાંગ માર્ગનું ધ્યેય આ જ્ઞાન–પ્રકાશ પામવાનું છે. બુદ્ધને ધાર્મિક અનુભવ હતો, પણ ધાર્મિક લક્ષ્ય ન હતું એમ માનનાર તેમના ઉપદેશને અનર્થ કરી રહ્યા છે. શાસ્ત્રમામા નહીં પણ અનુભવના આધારે તેનું (એટલે કે ઓપનિષદ બ્રહ્મનું) નૈતિક મૂલ્ય સુચવવા તેઓ તેને “ધમં” કહે છે. ધર્મને માગ બ્રહ્મને માર્ગ છે. ધર્મરત રહેવું એટલે બ્રહ્મરત રહેવું.૨૩ એતિહાસિક બૌદ્ધ ધર્મને અર્થ જનસમૂહમાં ઉપનિષદના સિદ્ધાંતોનો પ્રચાર છે. વળી ડો. રાધાકૃષ્ણન એમ પણ માને છે કે બ્રાહ્મણ ધર્મો અને મહાયાન સંપ્રદાયે તત્ત્વજ્ઞાન અને ધર્મમાં એક જ પ્રકારના વિચારોનું પ્રતિપાદન કર્યું. ભારતીય માનસમાં જે દાગ્રહ છે તે તત્વજ્ઞાનમાં અદ્વૈત બ્રહ્મવાદ દ્વારા અને ધર્મમાં “ઈષ્ટ દેવતારાધન”ની સ્વતંત્રતા દ્વારા પ્રગટ થયો. મહાયાન સંપ્રદાયને દર્શનશાસ્ત્ર અને ધર્મ. અદ્વૈતવાદના દાર્શનિક વિચારો તથા ભક્તિપ્રધાન સેશ્વરવાદના જેવા જ છે. પ્રજાના ઘણા મોટા ભાગની જરૂરિયાતને પહોંચી વળવામાં એ સંપ્રદાય ભગવદ્ગીતાની જ ફીકી નકલ જેવો બની ગયો. ૨૪ આમ ડો. રાધાકૃષ્ણનને પ્રાચીન બૌદ્ધ ધર્મ તદ્દન મૌલિક જણાતો નથી. તેને આધાર તેઓ ઉપનિષદમાં શેાધે છે.૨૫ આ સંબંધમાં ડો. ભાંડારકર, શેઅરબસ્કી , ઓહનબર્ગ તથા ગ્લસફીલ્ડના મતને તેઓ અનુસરતા જણાય છે. પ્રા. હિરિયાણા પણ બુદ્ધને ઉપનિષદના તત્વજ્ઞાનના અણી ગણે છે. ૨૬ જૈનદર્શનની વાત કરીએ તે તેની તત્વમીમાંસા બહતત્વવાદી હોઈ તે ડો. રાધાકૃષ્ણનને માન્ય નથી, કારણ કે તેઓ અદ્રતના પુરસ્કર્તા હોય એમ જણાય છે. વળી જૈનોનું તર્કશાસ્ત્ર તેને સપ્તભંગી નય તથા અનેકાન્તવાદ ને પણ ડે. રાધાકૃષ્ણને એકાંગી સાપેક્ષવાદ ગણી ઈન્કાર કરે છે. જૈન તર્કશાસ્ત્ર તેમને એકતત્વવાદી વિજ્ઞાનવાદ તરફ દોરી જતું જણાય છે. એક પરમ અને નિરપેક્ષતની પૂર્વધારણા કર્યા સિવાય સ્યાદવાદનું તાર્કિક દૃષ્ટિએ નિરૂપણ જ ન થઈ શકે તેમ તેઓ માને છે. જૈન દર્શનને આવા કેઈ પરમ સત તત્ત્વ અંગેના સિદ્ધાંતની જરૂર જણાઈ નથી એનું કારણ એ છે કે જૈન તર્કશાસ્ત્ર સમગ્ર સત્યને પ્રથમથી જ
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy