SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આપવું પડે છે.૨૧ આધ્યાત્મિક અનુભવ અથવા સાક્ષાત્કાર એ સના યથાર્થતમ સ્વરૂપનું શુદ્ધ નિલેષ દર્શન નથી, તેમાં દર્શન કરનાર માનસનાં કલ્પનાઓ અને વિચારનું પ્રતિબિંબ પડયા વિના રહેતું નથી. બુદ્ધિ અને અપરોક્ષ અનુભવ Intellect and Intuition એ બે ના સંબંધ વિષે ડે. રાધાકૃષ્ણને વિસ્તારથી ચર્ચા કરી છે. એક તરફ ભૌતિક વિજ્ઞાન અપરા–અતીન્દ્રિય અનુભવને માનતું નથી. બીજી તરફ બસ જેવા કેન્ચ ફિલસૂફ બુદ્ધિને ભ્રામક માની તેનો છેદ ઉડાવી દે છે, અને અપક્ષ અનુભવને જ જ્ઞાનનું ખરું સાધન માને છે. આ બે છેડાની સામે અતવાદીનું દૃષ્ટિબિંદુ રજૂ કરતાં ડો. રાધાકૃષ્ણન કહે છે “અપક્ષ અનુભવને બુદ્ધિને ટેકો ને તેની પૂર્તિ મળવા છોઈએ. અપક્ષ જ્ઞાનને બુદ્ધિની દોરવણી ન હોય, તો તે (પશુના જેવી જ્ઞાનહીન) કુદરતી સ્કૂરણ બની જાય છે, તેને જયારે બુદ્ધિને ટેકે હોય ત્યારે તે દેવીને સર્જનશીલ એવું સત્યદર્શન બની જાય છે. યોગ્ય પ્રકારને અપરોક્ષ અનુભવ આપણને એવાં સત્યનું દર્શન કરાવશે જે બુદ્ધિને સંતોષ આપી શકે, અપક્ષ અનુભવે કરેલા નિર્ણયોની બુદ્ધિઓ યાયાધીશની પેઠે સમીક્ષા કરવી જોઈએ, ને તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. ૨૨ બુદ્ધિશાળી વર્ગોની આવી સંમતિ ન મળે તે સત્યદૃષ્ટા શ્રદ્ધા અને વિશ્વાસ પર આધાર રાખીને વાલે છે. (આ અર્થમાં ધર્મને આધાર શ્રદ્ધા (આખ્તદૃષ્ટિ) પર છે. ગૌતમ બુદ્ધમાં આપણને એક મહાપ્રાજ્ઞનાં દર્શન થાય છે. એમની બૌદ્ધિક નિષ્ઠા. ૧તિક આગ્રહ અને આધ્યાત્મિક સૂઝ જોતાં તેઓ ઈતિહાસની એક મહાન વિભૂતિ છે. મુદ્ધ માનતા કે ભક્તિ તર્ક સંગત થાય એ માટે એ સત્યપ્રતિષ્ઠિત હોવી જોઈએ. કપકણ સાંભળેલી વાત ન સ્વીકારો, પ્રણાલી ન સ્વીકારો જે કઈ મત તમારી સમક્ષ રજૂ વાય એને તર્ક તથા જીવનની કસોટી પર ચઢાવી જુઓ. સૌથી મહાન શાસ્ત્રાર્થ બાપણા આત્માની વાણી છે. અજ્ઞાન નિર્મૂળ કરવા કડક નીતિમત્તા આવશ્યક છે. શીલ બને પ્રજ્ઞા વચ્ચે સમવાય સંબંધ છે. વિદ્યા એટલે કેવળ જ્ઞાન નહિ, પરંતુ નિરંતર વ્યાન–સમાધિ. વિદ્યા એટલે પરમ સત્ય સાથેના સંબંધનો સાક્ષાત્કાર. એની દિવ્ય ત્યાતિથી સકળ ભૌતિક આસકિતઓ અને બંધને ઓગળી જાય છે. સમગ્ર વિશ્વમાં હતનું શાસન પ્રવર્તે છે. જગતનાં દુ:ખે અને કષ્ટો જોઈને બુદ્ધના આત્માને ઊંડે બાધાત થયો, તેથી જગતની સાન્ત વસ્તુઓની અસારતાના તેમના ભાનની સાથે તીવ્ર ભરૂચનો ઉમેરો થયો, અને એમાંથી છૂટવાને ઉપાચ એમને તૃષ્ણા ત્યાગ અથવા નર્વાણમાં મળ્યો. (ડો. રાધાકૃષ્ણને) બુદ્ધ ઉપરના તેમના બ્રિટીશ એકેડેમીના વ્યાખ્યાનમાં તેમણે આ મહાન ધર્મોપદેશકના ઈશ્વર અને નિર્વાણ અંગેના મૂળભૂત પ્રશ્નો અંગેના મૌનને સમજાવ્યું છે. તેઓ ધ્યાન ખેંચે છે કે શાશ્વત પરમ ચૈતન્યના સાક્ષાત્કાર સિવાય, બુદ્ધને જગતની તધી વસ્તુઓની ક્ષણભંગુરતાનું દર્શન ન થયું હોય, ઉપનિષદોના તત્વજ્ઞાનના આધારે મામસાક્ષાત્કારના વિશાળ આદર્શ ને વિસ્તાર કરી તેના આધારે જીવનની વ્યાપક જના ઘડવાનું કામ મહાન ધર્મગુરુ બુધે કર્યું છે એવું ડે. રાધાકૃષ્ણનનું મંતવ્ય
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy