________________
(૧.૧૪૭) શબ્દ “છૂટાં છૂટાં પડતાં વરસાદનાં ફોરાં એવા અર્થમાં આપે છે. સૌરાષ્ટ્રની બોલીમાં આવા વરસાદને માટે રાજી શબ્દ આજે પણ પ્રચલિત છે, અને માટે પણગે મે એવી, લેસ્થામાં મળતી દુહાની પંકિતમાં પણ એ પ્રયોગ મળે છે. આ
(૧.૧૪૪) શબ્દને કથક એવો અર્થ આપ્યો છે. ભેજને અનુસરીને હેમચન્દ્ર આપેલી આખ્યાન નામના સાહિત્યપ્રકારની વ્યાખ્યા અનુસાર જે પૌરાણિક ઉપાખ્યાન કથન, ગાયન અને અભિનય સાથે શ્રોતાઓ સમક્ષ રજૂ કરાય તે આખ્યાન કહેવાય. આ દૃષ્ટિએ આખ્યાનના કહેનારને એકનટ (જે કામ નાટકમાં અનેક નટો કરતા તે એકલે હાથે કરતે હોવાથી) સહેજે કહી શકાય.
વાયન(૭.૫૭) શબ્દ ભય પદાર્થની ભેટ”ના અર્થ માં સેંધ્યો છે. ગુજરાતી કોશમાં વાદળું શબ્દ (૧) “નવાં પરણી આવેલાં વરવધૂને અથવા સીમંતિનીને સગાંઓ. તરફથી અપાતું હોંશનું જમણ', તથા (૨) “સૂપડીમાં કંકુની ડાબલી, કાંસકી વગેરે મૂકી સધવાઓને અપાતી ભેટ' –એવા અર્થોમાં આપેલ છે. વળી વિચાg/સચાણું મંગળ પ્રસંગે ગોર, વસવાયા વગેરેને અપાતી ચોખા, ઘઉં, નાળિયેર વગેરેની ભેટ' એ શબ્દના મૂળ તરીકે આપણે અક્ષતવાનને બદલે માતરાયનને વધુ યોગ્ય ગણીએ, તો તેમાં પણ આ વાયળ (મૂળ સં. ૩પાયન) જળવાયો હોવાનું કહી શકાય. .
ગો (૧. ૧૫૩) શબ્દ બાળકો નાસીને સંતાઈ જવાની જે રમત રમે છે તેને : માટે–એટલે કે “સંતાકૂકડી કે “સંતાકણે દાવના અર્થમાં નોંધ્યો છે. “આંધળો–પોટલિયો એ બાળરમત ભાટે ચક્ષુસ્થગન-ક્રીડા' માટે તે રૂઢ હોવાનું મતાંતર પણ નોંધ્યું છે. એ બીજી રમત માટે જુદો શબ્દ છિંછટરમળ (૩.૩૦) પણ આપેલો છે. પ્રા, સુ કે હું (૭. ૨૪) છુપાવું'ના અર્થમાં જાણીતા છે (હિંદી વગેરેમાં સુના).
અમિળg(૧. ૪જ) એટલે કે છોકરાઓ ગમ્મત ખાતર, સરખી રીતે બાંધીને જે એક ખાલી (અથવા તો અંદર કચરો ભરીને) પડે બજારના રસ્તા વચ્ચે મૂકે છે, જેથી આવતો જતો કોઈ માણસ લોભાઈને તે ઊંચકી લઈ ખોલીને જુએ અને તે ભોંઠો પડે એટલે છોકરાઓ ખીખી કરીને હસે – એ પ્રકારની રમુજ ભરી રમત. સંસ્કૃત મૂળશબ્દ મિનટ ન ખોલેલ, બાંધેલે પડો”. હેમચંદ્રના વિવરણના મૂળ શબ્દો આ પ્રમાણે છે : ફિમિઃ ક્રીયા ગન મનાથે વિપળના રિક્તા પુટિક્કા ચા લિવ્ય જૈવમુખ્યતે, આવી ગમ્મત અત્યારે પણ સૌરાષ્ટ્ર વગેરે ગુજરાતના પ્રદેશમાં છોકરાઓ કરતા હોય છે. '
હિંગિ(કે હિંવિમ) (૮.૬૮) શબ્દ એક પગે ચાલવાની બાળરમત” એટલે આજની બંગડીના અર્થમાં ધેલ છે. ગુજરાતી ઢીંનો પુરુષો અને સ્ત્રીઓ સાથે મળીને પગને ઠેકે આપતાં અને ગાતાં ગોળાકાર સમૂહનૃત્ય કરે છે તે એવો અર્થ “બૃહદ આરતી કોશમાં આપે છે. એનું અને હિંગિ નું મૂળ એક જ હોવાને ઘણે સંભવ છે. અને તે હિંગિ એ શબ્દરૂ૫ લિપિભ્રમનું પરિણામ હોય. .