________________
મૂળનો વિચાર કરવા માટેની મૂલ્યવાન સામગ્રી કે સંકેત આપણને મળે છે. પરંતુ એતિહાસિક ભાષાવિજ્ઞાન અને ભારતીય-આર્યન પરિવર્તનના ઇતિહાસની દૃષ્ટિએ દોશની ઘણી વ્યુત્પત્તિઓ કેવળ અટકળો કે ગમે તેમ કરીને શબ્દ વ્યુત્પન્ન કરવાના આગ્રહનાં પરિણામે હોવાનું જોઈ શકાય છે અને તે કારણે તે નિરાધાર કે અપ્રતીતિકર ઠરે છે.
રામાનુજસ્વામીએ તેમના સંપાદનને અંતે આપેલા શબ્દકોષમાં ઘણું દેશ્ય શબ્દોનાં મૂળ સૂચવ્યાં છે. પૂર્વે થયેલા આ વિષયને લગતા કામને આધારે બેનરજીએ એવો અંદાજ કાઢો છે કે દેના.ના દેશ્ય શબ્દોમાં ૧૦૦ તત્સમ છે, ૧૮૫૦ “છૂપા” તદ્દભવ છે, પ૨૮ શંકાસ્પદ તભવ છે અને ૧૫૦૦ ચેખા દેશ્ય - એટલે કે સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન ન કરી શકાતા શબ્દો છે. એ ૧૫૦૦માંથી ૮૦૦ અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓમાં પ્રચલિત છે; બાકી રહેલા આતર ભાષામાંથી આવ્યા હોવાનો સંભવ છે. બેનરજીના ૧૯૩૧ના અંદાજમાં તે પછી ઉપલબ્ધ થયેલા પ્રાકૃત સાહિત્યના અને સંશોધનના પ્રકાશમાં ઠીક-ઠીક ફેરફાર કરવો પડશે. જે કેટલાક શબ્દોનું મૂળ દ્રાવિડી ભાષાઓમાં અને થોડાકનું મૂળે ફારસી કે . અરબી ભાષામાં હોવાનું અભ્યાસીઓએ ચીધ્યું છે, તેમાં પણ પુનર્વિચારણાને માટે ઘણે અવકાશ છે. ટૂંકમાં આવાં બધાં તારણેને ચુસ્ત ધરણે ચકાસીને ચોક્કસ નિર્ણય કરવાનું હજી ઘણા શબ્દોની બાબતમાં બાકી છે. - કેટલીક ચર્ચા પછી અમે દેશ્ય શબ્દોનું જે કામચલાઉ, વ્યવહારુ વર્ગીકરણ નકકી કર્યું હતું, તે રત્ના શ્રીયને તેમના દેશી શબ્દોના અધ્યયનમાં અપનાવ્યું છે. ઉપરાંધેલા બેનરજીના વર્ગીકરણથી તેમાં વધુ ઝીણવટ છે : તે વર્ગીકરણ આ પ્રમાણે છે :
(૧) સંસ્કૃતમાંથી સીધા જ નિષ્પન્ન કરી શકાતા શબ્દો. (૨) સંસ્કૃતમાંથી નિષ્પને પણ વિશિષ્ટ કે પરિવર્તિત અર્થવાળા શબ્દો. (૩) સંસ્કૃતમાંથી અંશતઃ વ્યુત્પન્ન શબ્દો. (૪) જે શબ્દોને મળતા શબ્દો ઉત્તરકાલીન સંસ્કૃત કોશો અને એવા બીજા સ્ત્રોમાં
મળે છે તેવા શબ્દો. (૫) રવાનુકારી શબ્દો (૬) વિદેશી શબ્દો
(૭) બાકીના અવ્યુત્પાદ્ય – “શુદ્ધ દેશી શબ્દો. * રના શ્રીયને જે રીતે સાહિત્યિક તથા અર્વાચીન ભારતીય ભાષાઓના આધારે, પ્રાચીન ટીકાકારોએ આપેલા અર્થો, અર્વાચીન શાસ્ત્રીય કોશે અને વ્યુત્પત્તિ ચર્ચાઓ-એ બધાનો આવશ્યક આધાર લઈને પ્રત્યેક દેશ્ય શબ્દના મૂળની ચર્ચા કરી છે, એ પદ્ધતિએ કાર્ય આગળ ચલાવીને જ આ વિષયમાં નિશ્ચિત પરિણામો લાવી શકાશે.
૮. ઐતિહાસિક મહત્વ
દેના.નું વિવિધ દૃષ્ટિએ મહત્ત્વ છે. ભારતીય-આર્યના ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ