________________
તેમ છે.* આ કારણે એ છતગાથાઓમાં કેટલીક કિલષ્ટતા કે આયાસસાધ્યતાને અનભવ આપણને થાય તે અનિવાર્ય છે અને એ કારણે પિશેલ વગેરેએ એ ગાથાઓની કઠોર ટીકા પણ કરી છે. પરંતુ બેનરજીએ આ બાબતમાં હેમચંદ્રને યોગ્ય બચાવ કરીને કહ્યું છે કે એ ગાથાઓ પ્રાકૃત કવિતામાં હેમચંદ્રનું મૂલ્યવાન પ્રદાન છે. બેચરદાસ દોશીએ એ બધી દૃષ્ટાંતગાથાઓનું અર્થઘટન કરીને ગુજરાતીમાં અનુવાદ આપવાનો સમર્થ પ્રયાસ કર્યો છે. પરંતુ એ દૃષ્ટાંતગાથાઓ નિરૂપિત દે શબ્દોના વિવરણનું એક અનિવાર્ય અંગ હોવાનું પિશેલ જોઈ નહોતા શક્યા. અમુક દેશ્ય શબદનો જે પર્યાયશબ્દ પ્રાકૃતમાં (મૂળ ગાથામાં) કે સંસ્કૃતમાં (ટકામાં) આપેલ છે તે ઘણીવાર અનેકાર્થ હોય છે, અને ત્યારે તેનો કયો અર્થ કોશકારને અભિપ્રેત છે તેનું સ્પષ્ટીકરણ શબ્દને વસ્તુતઃ પ્રયોગ કરીને, તે સંદર્ભને આધારે જ બનાવી શકાય. નહીં તો ઘણું સંદિગ્ધતા રહે.
બેનરજીએ ગણતરી કરી છે કે દેના.ની ૬૩૪ દૃષ્ટાંતગાથાઓમાંથી ૪૧૦ શૃંગારિક છે; ૧૧૯ પ્રકીર્ણ વિષયની છે અને ૧૦૫માં કુમારપાલ કે જયસિંહની પ્રશસ્તિ છે—એ ચાટુકાવ્યો છે.
૭. દેશ્ય શબ્દોનાં મૂળ | હેમચંદ્ર વ્યાકરણશાસ્ત્રની સ્થાપિત પરંપરા અનુસાર જે શબ્દોને દેશ્ય ગણ્યા છે, તેમાંથી ઘણું શબ્દો આપણું અર્વાચીન ભાષાવિજ્ઞાનની દષ્ટિએ સંસ્કૃત મૂળના કે તદ્દભવ હોવાનું આપણે બતાવી શકીએ છીએ. મેરિસ, પિશેલ, રામાનુજસ્વામી વગેરેએ આ દિશામાં કેટલુંક કાર્ય કર્યું છે. સંસ્કૃત શબ્દોની વ્યુત્પત્તિ પરત્વેની એક પરંપરામાં બધાં નામને ધાતુ જ ગણીને જે શબ્દોને પ્રકૃતિપ્રત્યય વગેરે રૂપે વિભાગ ન કરી શકાય તેવા રૂઢ શબ્દોની પણ વ્યુત્પત્તિ આપવાની પ્રથા યાસ્કની પણ પૂર્વેના સમયથી પ્રચલિત હતી. વ્યાકરણકારો, કોશકારે વગેરે (૧) પાણિનિનાં ૩ળવા વડુમ્ અને વૃદ્ધરાજયઃ એ સૂત્રને આધાર લઈ, (૨) ધાતુપાના અહ૫પરિચિત ધાતુઓને આધાર લઈ, (૩) ધાતુઓ અનેકાર્થ હોય છે”, “શબ્દો અનેકાર્થ હોય છે” એવા મતોનો આધાર લઈ, અને (૪) એકાક્ષર કોશોનો આધાર લઈ, મારી તોડીને રૂઢ શબ્દોની વ્યુત્પત્તિ પરાપૂર્વથી આપતા આવ્યા છે. બેચરદાસ દોશીએ આ પરંપરાને અનુસરીને તેમના “દેશીશબ્દસંગ્રહ”માં ૨૫૦ જેટલાં પૃષ્ઠોમાં દેના.ના ઘણાખરા દેશ્ય શબ્દોને વ્યુત્પન કરી બતાવ્યા છે. આ એક ઘણે જ સમર્થ પ્રયત્ન છે અને તેમાંથી સેંકડો દેશ્ય શબ્દોના
૪. કથાશ્રય તથા દ્વિસંધાન વગેરે પ્રકારનાં કાવ્યોની રચના માટે પણ આવી જ
આવડત જરૂરી હોય છે. ૫. એમના પ્રયાસ પછી પણ કેટલીક ગાથાઓને અર્થ બરાબર બેસાડવામાં મુશ્કેલીઓ - રહે છે અને તે નવો પ્રયત્ન માગે છે. ૬. “સંસ્કૃત-પ્રાકૃત જેન વ્યાકરણ ઔર કોશ કી પરમ્પરા” (૧૯૭૭) માં પ્રકાશિત એક
લેખમાં મેં ઉદાહરણ લેખે દેના.ના ૨૫૦ જેટલા દેશ્ય શબ્દોનું સંસ્કૃત મૂળ આપ્યું છે.