SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ એ પછી ૧૯૬૭માં પ્રકાશિત એક લેખમાં મેં દેના.ના કેટલાક અનેકાર્થી શબ્દોના અર્થભેદના મૂળમાં ખરેખર જુદાજુદા બે અર્થ રહેલા નથી, પણ અર્થવાચક શબ્દના . લેખનભ્રમને કારણે બે દેશીકારોમાં જાણે કે તે શબ્દ જુદાજુદા અર્થમાં નોંધાયો છે એવો ભ્રમ થયો છે એ હકીકત બાર શબ્દોની વિગતે ચર્ચા કરીને દર્શાવી છે. સેંકડો દેશ્ય શબ્દો અને પ્રાકૃત ધાત્વાદેશની આ દુટિએ ચકાસણી કરવાની જરૂર હોઈને આ તો એ દિશામાં કરેલી એક નાનકડી શરૂઆત જ છે. પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાં પ્રયુક્ત દેશ્ય શબ્દોનું સ્વરૂપ અને અર્થ નિશ્ચિત કરવા અને તેમને દેના.માં નોંધેલા શબ્દ સાથે મેળ બેસારવા પ્રત્યેક શબ્દને લગતાં પાઠાંતરે, સંદર્ભો વગેરેની ઝીણવટથી ચર્ચા કરવી ઘણી વાર જરૂરી બને છે. એ પદ્ધતિએ મેં જૈન આગમ સાહિત્યમાં વપરાયેલા શબ્દોની તથા વિરૂરિ૦, રવિ૮, શુટુંધિય અને Ííમિય જેવા શબ્દોની કેટલાક લેખો દ્વારા ચર્ચા કરી છે. મુનિ દુલહરાજ સંપાદિત “દેશી શબ્દકોશ”(૧૯૮૮)માં જૈન આગમગ્ર છે, તેમના • • પરની વ્યાખ્યાઓ તથા હેમચંદ્રની દેના.માંથી દેશ્ય શબ્દો સ્થાનનિર્દેશ અને પાઠાંશનાં ઉદ્ધરણ સાથે આપ્યાં છે, તે ઉપરાંત “પાઈઅસદુમહ ’માંથી તથા પ્રકાશિત પ્રાકૃતઅપભ્રંશ સાહિત્યકતિઓને અંતે તેમના સંપાદકેએ તારવીને મૂકેલા શબ્દકેશોમાંથી દેશ્ય શબ્દો સંગૃહીત કર્યા છે. આ રીતે જૈન આગમ સાહિત્યમાં પ્રયુક્ત પ્રાચીન દેશ્ય શબ્દો તથા અન્ય ગ્રંથની દેશ્યસામગ્રી જેમાં સંગૃહીત કરી છે, તે દેશી શબ્દકોશ તૈયાર કરાવી પ્રકાશિત કરવાનું જૈન વિશ્વ ભારતીનું પ્રશસ્ય કાર્ય એ શબ્દોના અધ્યયન માટે એક ઘણું ઉપયોગી સાધન પૂરું પાડે છે. ૬. દેના.નું સામાન્ય સ્વરૂપ અને નિરૂપણપદ્ધતિ , હેમચંદે દેના,માં સંગ્રહીત દેશ્ય શબ્દોને તેમના આદ્યવણના ક્રમ અનુસાર આઠ વર્ગોમાં વહેચેલા છે. એ રીતે કુલ ૭૮૩ ગાથામાં ૩૯૭૮ શબ્દોનો સમાવેશ કરેલો છે. તે-તે વણથી શરૂ થતા શબ્દોને તેમની અક્ષરસંખ્યાના ક્રમે ગોઠવ્યા છે અને પહેલા એકાર્થ અને પછી અનેકાર્થી શબ્દો નોંધ્યા છે. દેના. ઉપર પોતાની સંસ્કૃત વૃત્તિમાં હેમચંદે ઘણાખરા પ્રાકત ધાત્વાદેશોને પણ સમાવેશ કર્યો છે અને નોંધેલા શબ્દોના સ્વરૂપ અને અર્થ વિશેનાં મતાંતરો પણ આપ્યાં છે. એ બધાને જે ગણતરીમાં લઈએ તે ઉપર નોંધેલી શબ્દસંખ્યા બમણીત્રમણી થવા સંભવ છે. તે તે ગાથામાં નોંધેલા દેશ્ય શબ્દોના પ્રગના ઉદાહરણ લેખે (અનેકાર્થ શબ્દોને બાદ કરતાં) હેમચં' કે ૬૨૨ કાવ્યાત્મક દૃષ્ટાંતગાથાઓ રચીને મૂકી છે. આઘવર્ણની અને અક્ષરસંખ્યાની સમાનતાને આધારે એક જ ગોથામાં ગૂંથાયેલા શબ્દો વચ્ચે અર્થદૃષ્ટિએ ઘણુંખરું તે બાદરાયણ–સંબંધ જ હોય (એક જ વ્યાકરણસૂત્રમાં સાથોસાથ ગૂંથાયેલા શ્વન, યુવન, મધવન વચ્ચે હોઈ શકે તેવો). એવા શબ્દોના અર્થોને સાંકળી સુસંગત અર્થવાળી. કાવ્યાત્મક રચના કરવા માટે કેટલું રચનાકૌશલ જોઈએ એ સમજી શકાય
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy