SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પ્રકાશમાં આપણે હેમચ જેમને અલગ, જુદા દેશ્ય શબ્દ લેખે નાંખ્યા છે, તેમને અન્યત્ર નોંધેલા કાઈક શબ્દના માત્ર સ્વ-રૂપાંતર તરીકે ઘટાવી શકીએ છીએ. વળી દેશ્ય શબ્દોનાં મળતાં વિવિધ સ્વ-રૂપાંતરાની પાછળ રહેલું લેખનમૂલક કે ઉચ્ચારણમૂલક કોઈક વ્યાપક વલણ તારવીને, તે દ્વારા ભારતીય-આના ઇતિહાસ માટે પણ કેટલીક મહત્ત્વની હકીકતા પ્રાપ્ત કરી શકીએ છીએ. દેશ્ય શબ્દોની બીજી સમસ્યા તે તેમના સાહિત્યગત પ્રયાગે અને વ્યુત્પત્તિને લગતી છે. એ સમસ્યાને ઉકેલવા માટે પણ આપણે ઉપયુક્ત એ આધારાના આશ્રય લેવાના છે. આ માટે પ્રાચીન પ્રાકૃત અને અપભ્રંશ કૃતિઓનું તેમાં વપરાયેલા દેશ્ય શબ્દોની દૃષ્ટિએ અધ્યયન કરવું પણ જરૂરી છે. ૫. સમસ્યાઉકેલના પ્રારંભ દુર્ભાગ્યે એકમે અપવાદે ઉકેલની દિશામાં કશા વ્યવસ્થિત પ્રયાસેા નથી થયા. ૧૯૨૯માં પ્રકાશિત હરગાવિંદદાસ શેઠના પ્રાકૃતકાશ પાઈઅસમહવા' દ્વારા દેના.ના અનેક દેશ્ય શબ્દોના સાહિત્યિક પ્રયાગાના નિર્દેશ મળે છે ખરા. શ્રીમતી રત્ના શ્રીયને મારા માદન નીચે પુષ્પદંતના અપભ્રંશ પૌરાણિક મહાકાવ્ય મહાપુરાણ'માં તેમ જ તેની ખી∞ અપભ્રંશ કૃતિઓમાં વપરાયેલા ચૌદસા જેટલા દેશ્ય કે વિરલ શબ્દાનુ વ્યવસ્થિત અધ્યયન તેમના પીએચ.ડી. માટેના શોધપ્રબંધમાં ૧૯૬૨માં કર્યું. છે (પુસ્તકરૂપે પ્રકાશિત ૧૯૬૯ માં), અને તે પછી તેમણે શાન્તિસૂરિષ્કૃત પ્રાકૃત “પુહવીચંદ્રચરિય”માં પ્રયુક્ત નવ સા જેટલા દેશ્ય શબ્દોનું અધ્યયન કર્યું. ( ૧૯૭૨માં પ્રકાશિત થયેલા એ ગ્રંથને અતે આપેલા શબ્દકાશમાં). દેખીતુ છે કે આ પ્રકારનાં સંખ્યાબંધ તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયનોને પરિણામે જ આપણું દેના. તેમ જ તેના પૂવતી ઇતર કાશાની દેશ્યસામગ્રીના ચાક્કસ સ્વરૂપ અને અા નિર્ણય કરવાનું કામ આગળ ચલાવી શકીએ. આ પ્રકારના આગળ કરવાના કાર્યની દિશામાં પહેલાં ઘેાડાંક કદમ લેખે મે. ૧૯૬૩માં આપેલાં ત્રણ વ્યાખ્યાનામાં (૧૯૬૬માં પ્રકાશિત) આશરે છસેા દેશ્ય અને વિરલ પ્રાકૃત શબ્દોની ચર્ચા કરી હતી. તેમાંના પહેલા વ્યાખ્યાનમાં દેના.માં સંગૃહીત દેશ્ય શબ્દોમાં, જે શબ્દ એક જ હોય પણ વિવિધ સ્વરૂપે આપેલા હોય, તેવા શબ્દોની ચર્ચા કરી છે. એવા શબ્દોના એ પ્રકાર છે : જેમના સ્વરૂપભેદના મૂળમાં લેખનોષ કે લિપિગત વતા ભ્રમ હાય અને જેમના સ્વરૂપભેદના મૂળમાં વાસ્તવિક ધ્વનિપરિવર્તન હોય. પહેલા પ્રકારને સાત વમાં અને બીજાને ખત્રીશ વર્ષોંમાં વહેંચીને વણુ પરિવાનુ વિશ્લેષણ કર્યુ છે. ખીજા વ્યાખ્યાનમાં રામાનુજસ્વામીના દેના.ના સંપાદનમાં પાણા ખસે જેટલા શબ્દોના કરેલા ખાટા અથ સુધાર્યાં છે.૩ ત્રીજા વ્યાખ્યાનમાં સ્વયંભૂના અપભ્રંશ પૌરાણિક કાવ્ય પઉમચરિય'માં મળતા દેશ્ય શબ્દોની ચર્ચા કરી છે. ૩. ખેચરદાસ દોશીના “દેશીશબ્દસંગ્રહ”માં પણ, જે શબ્દોને રામાનુજસ્વામીએ ખાટો અથ કર્યાં છે, તે શબ્દોને સાચા અર્થ કરેલા છે.
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy