________________
શકીએ છીએ તેવા શબ્દને બાજુ પર રાખીએ, તે જેમની વ્યુત્પત્તિ અસ્પષ્ટ કે અજ્ઞાત છે, તેવા બાકી રહેતા શબ્દોનું પ્રમાણ ઘણું મોટું છે.
उत्पत्ति
૪. દેશ્ય શબ્દસામગ્રીની સમસ્યાઓ
દેના. ઉપરનું હવે પછીનું સંશોધનકાર્ય બે સંલગ્ન દિશામાં ચલાવવાનું છે : તે તે દેશ્ય શબ્દનું એક્કસ સ્વરૂપ અને અર્થ નિશ્ચિત કરવા તથા તેનું પ્રચલન અને વ્યુત્પત્તિ નિશ્ચિત કરવાં. આમાંથી પહેલી સમસ્યાનાં બે પાસાં છે : પ્રથમ તો હેમચંદ્ર જે સ્વરૂપે અમુક દેશ્ય શબ્દ નોંધ્યો હતો તે સ્વરૂપ નક્કી કરવું. આપણી પાસે દેના.ની જે હસ્તપ્રતો છે, તેમાં દેશ્ય શબ્દોના લિખિત સ્વરૂપને લગતા અપરંપાર અને ગૂંચવાડાવાળાં પાઠાંતર મળે છે. પિસેલે દેના.ના તેમના સંપાદનમાં પાઠનિર્ણયને લગતી સમસ્યાઓનો સમુચિત ખ્યાલ આપ્યો છે. તેમણે સાત હસ્તપ્રતોમાંથી (અને સુધારેલી આવૃત્તિમાં રામાનુજસ્વામીએ વધારાની ત્રણ પ્રતમાંથી) બધાં પાઠાંતરે નોંધ્યાં છે અને મોટેભાગે પાઠ નિશ્ચિત કરી આપે છે. પરંતુ તેમણે એ પણ જણાવ્યું છે કે અનેક શબ્દોની બાબતમાં કોઈ આધારભૂત ઘેરણને અભાવે, વિવિધ જોડણીભેદમાંથી કોઈ એકની પસંદગી કરવી ઘણી મુશ્કેલ છે, ક્વચિત તેમણે આમાં અર્વાચીન ભારતીય–આર્ય સામગ્રીમાંથી સહાય મેળવવાનો પ્રયત્ન કર્યો છે ખરે, પણ પિશેલે એ આધારસ્ત્રોતનો નામમાત્ર સ્પર્શ કરેલ. હરગોવિંદદાસ શેઠે અને વધુ તો બેચરદાસ દોશીએ તેને ઘણી સારી રીતે ઉપયોગ કર્યો છે અને હવે તો આપણે (૧) ટર્નરને નેપાલી કેશ, (૨) તેમને ભારતીયઆર્યનો તુલનાત્મક કોશ, (૩) માયફરને પ્રાચીન ભારતીય–આર્યને સંક્ષિપ્ત વ્યુત્પત્તિકેશ અને (૪) બરો તથા એમેનને દ્રાવિડી ભાષાઓને વ્યુત્પત્તિકોશ – એ સાધનોને લીધે અને (૫) ઈ. સ. ૧૯૦૦ પછીથી ભારતીય–આર્ય પરત્વે એતિહાસિક અને તુલનાત્મક દષ્ટિએ થયેલા વધુ સંશોધનકાર્યને લીધે એ આધારનો ઘણી વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એ બીજે અગત્યને આધાર આપણને પિશેલના દેના. સંપાદન પછી પ્રકાશિત થયેલ વિશાળ પ્રાકૃત સાહિત્ય અને સમગ્ર અપભ્રંશ સાહિત્ય પૂરો પાડે છે. દેશી શબ્દોના સ્વરૂપનિર્ણય માટે એ સાહિત્યમાંથી બહુ થોડું ઉપયોગમાં લેવાયું છે.
દેશ્ય શબ્દોના સ્વરૂપનિર્ણય અને અર્થનિર્ણયને લગતી સમસ્યાનું બીજું પાસું છે, હેમચંદ્ર પરંપરાને આધારે નોંધેલા શબ્દોના સ્વરૂપની અને અર્થની ચકાસણી. દેશી શબ્દોનો ચેકસ સ્વરૂપનિર્ણય કરવાનું કામ જ્યારે હેમચંદ્ર હાથમાં લીધું ત્યારે જ તે ભારે ગૂંચવાયેલું હતું. હેમચંદ્ર પોતાની વિવેકશીલ, સમીક્ષક દૃષ્ટિએ એ સમસ્યા ઉકેલવાના. જે પ્રયાસ કર્યા છે, તેમાંથી આપણને તેમની ઊંચી વૈજ્ઞાનિકતા, વ્યવસ્થાપકતા અને સમતલ દૃષ્ટિ પ્રતીત થાય છે. અનેક શબ્દોની બાબતમાં હેમચંદ્ર વૈકલ્પિક શબ્દરૂપ આપ્યાં છે. તો પણ છેવટે તે તેઓ અમુક પાયાની સ્વીકૃતિઓને વશવતીને જ (પુરસ્કાર-તિરસ્કારનું) કામ કરી શકે તેમ હતું. વળી પરંપરા પ્રત્યે આદર તેમને માટે અવિાર્ય હતે. આપણા સમયના કોઈ કોશકારની સરખામણીમાં હેમચંદ્રને દૃષ્ટિની તેમ જ સંદર્ભ સામગ્રીની મોટી મર્યાદાઓ નીચે કામ કરવાનું હતું. અર્વાચીન અભિગમ, તપાસ પદ્ધતિ અને સહાયક સાધના