________________
પ૯
વેળા પરંપરાથી સ્વીકાર્યા હતાં. તેમની મર્યાદામાં રહીને દેશી શબ્દપ્રકારની, ચુસ્ત વ્યાખ્યા તે દૂર રહી પણ કામચલાઉ વ્યાખ્યા આપવાનું પણ સહેલું ન હતું. શબ્દને દેશી ગણવા માટે હેમચંદ્ર ત્રણ ધોરણ આપ્યાં છે :
(૧) સવરૂપગત અસાધ્યતા : શબ્દસિદ્ધિના સ્વીકૃત નિયમોને આધારે જે શબ્દો સંસ્કૃતમાંથી સિદ્ધ ન થઈ શકે કે જેમને પ્રકૃતિ-પ્રત્યય-વિભાગ ન થઈ શકે તે દેશ્ય શબ્દ.
(૨) અર્થગત અસાધ્યતા : જે શબ્દો સ્વરૂપથી સંસ્કૃતમાંથી સિદ્ધ થઈ શકતા હોય પણ જેમને અર્થ જુદો હોય (પછી ભલેને તે મૂળના અર્થમાંથી સાધી શકાતો હોય) તે દેશ્ય શબ્દો.
(૩) પૂર્વપરંપરા : કેટલાક એવા શબ્દો, જેમને દેખીતાં સંસ્કૃત સાથે ચેડાઘણા પ્રયત્ન આપણે સાંકળી શકીએ તેમ હોય, તે પણ જેમને આગળના આદરણીય અને પ્રમાણભૂત કોશકારોએ દેશી ગયા હોય તેમને પણ દેશી ગણવા.
હેમચંદ્ર સંસ્કૃત ધાતુઓમાંથી નિષ્પન્ન ન કરી શકાતા પ્રાકૃત ધાતુઓનો સૈદ્ધાંતિક રીતે દેના.માં સીધે સમાવેશ નથી કર્યો. તે માટે તેમણે એવું કારણ આપ્યું છે કે એ શબ્દોને સંસ્કૃતમાંથી સાધિત પ્રત્યય લગાડી શકાતા હતા. પહેલાંના દેશીકારની પદ્ધતિ છોડી દઈને હેમચંદ્ર ધાત્વાદેશને “સિદ્ધહેમ” વ્યાકરણના પ્રાકૃત વિભાગમાં સ્થાન આપ્યું છે અને તેમ છતાં પૂર્વ પ્રચલિત પ્રથાને માન આપીને, તેમ જ ઉપયોગિતાની દૃષ્ટિએ તેમણે બધા મહત્ત્વના ધાતુઓને દેના. ઉપરની પોતાની ટીકામાં પણ નોંધ્યા છે. આ બાબતમાં તેમ જ બીજી ઘણી બાબતમાં સામાન્ય રીતે બધાયે પ્રાકૃત વ્યાકરણકારોનો અભિગમ સૈદ્ધાંતિક કરતાં વ્યવહારુ વધુ રહ્યો છે. જે આ મુદ્દાનું મૂલ્ય આપણા મનમાં વસે તે સંસ્કૃત મૂળના અને સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન નહીં થઈ શકતા શબ્દોને જુદા પાડવાની બાબતમાં પ્રાકૃત વ્યાકરણકારો જોઈએ તેવા ચુસ્ત અને સુસંગત નથી એ પ્રકારના આધુનિક અભ્યાસીઓના વાંધા વજૂદ વગરના લાગે, અને કેટલીક વાર તે તેમાં આપણને વાંકદેખાપણાને દોષ દેખાય.
દેશ્ય શબ્દોના અર્વાચીન સમયમાં થયેલાં અધ્યયનએ એ શબ્દોના મૂળ સ્ત્રોત કયા હતા તે વિષય પર કેટલોક પ્રકાશ પાડ્યો છે. કેટલાક દેશ્ય શબ્દોનું મૂળ સંસ્કત હોવાન બતાવી શકાય છે. એ શબ્દો દેશ્ય ગણાયા તે એ કારણે કે જે ધ્વનિપરિવર્તન કે અર્થપરિવર્તનને પરિણામે તે નિષ્પન્ન થયા છે, તે પરિવર્તન સંકુલ અને તરત ન પચ્છાય તેવાં છે. બીજા કેટલાક દે શબ્દોનાં મૂળરૂપ પ્રાચીન ભારતીય–આર્ય શબ્દો એવા છે. જેમને જળવાયેલા કે જાણીતા સાહિત્યમાંથી પ્રગ ટાંકી શકાતો નથી અથવા જેમનો મૂળ શબ્દ માત્ર વૈદિક ભાષામાં જ પ્રયોજાયો છે અથવા તે ભારતીય–આર્યની પૂર્વવતી ભૂમિકામાંથી તેમના સગડ મળે છે. બીજા કેટલાક શબ્દોના મૂળરૂપ શબ્દ દ્રાવિડી પરિવારની ભાષાઓમાંથી કે કુવચિત ફારસી-અરબીમાંથી બતાવી શકાય છે. પરંતુ આ રીતે જૂની ભૂમિકાઓમાં અથવા તે અન્ય ભાષાઓમાં જેમનું મૂળરૂપ હોવાનું આપણે બતાવી