SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ નિરૂપ્ય વિષયની મર્યાદાઓ દર્શાવતાં હેમચદ્રાચાર્યે જણાવ્યું છે કે તેમના સમયમાં જે શબ્દો જુદાજુદા પ્રદેશાના લેાકવ્યવહારમાં પ્રચલિત હતા — એટલે કે પ્રાદેશિક એલીએમાં રાજરાજ વપરાતા શબ્દો – તે બધાને સંગ્રહ કરવાના તેમને પ્રયાસ નથી. તેમની તેમ તે પરાપૂર્વથી જે શબ્દો પ્રાકૃત સાહિત્યમાં વપરાતા રહ્યા છે અને જેમની વ્યુત્પત્તિ થઈ શકતી નથી તેવા શબ્દો સંગૃહીત કરવાની છે. ૩. હેમચદ્રની રચનાપદ્ધતિ અને સિદ્ધિ પહેલાં જણાવ્યુ` તેમ પ્રાકૃત વ્યાકરણા અને કોશા રચવા પાછળનું પ્રયાજન હંમેશાં એ રહ્યું છે કે તેમના દ્વારા, જેએ – સંસ્કૃતના જાણકાર હતા. તેમને પ્રાકૃત સાહિત્ય રચવા અને સમજવા માટે આધારભૂત, સગવડભર્યાં અને અદ્યતન સહાયક સાધન પૂરાં પાડવાં. હેમચંદ્ર દેશીકેાશકારાની દી પર પરાને છેડે આવે છે. દેના.માં બાર પુરાગામી દેશીકારામાંથી કાં તેા ઉદ્ધરણા આપેલાં છે, અથવા તો તેમના પ્રમાણ તરીકે નિર્દેશ કરેલા છે. ધણા પૂવી દેશીકાશા હેાવા છતાં પોતે શા માટે નવા દેશીકાશ રચી રહ્યા છે એવા પ્રશ્નના ઉત્તરરૂપે હેમચંદ્ર ત્રણ કારણા આપ્યાં છે : (૧) પાછળના સમયના કેટલાક દેશીકાશા ભૂલભરેલા, પ્રમાદવાળા અને હકીકતની ચાકસાઈ કરતી સમીક્ષાદષ્ટિ વિનાના છે. એ કાશકારાએ આગળના પ્રમાણભૂત દેશીકાશાના તેમના અજ્ઞાનને લીધે, અથવા તેા તેમનુ ખાટું અધટન કરવાને લીધે અનેક દેશી શબ્દોના સાચા સ્વરૂપ અને અ બાબત ગૂંચવાડા ઊભા કર્યાં છે. (ર) હસ્તપ્રતલેખકેાની મેદરકારી અને ભૂલભરેલી રીતરસમેાને લીધે એ ગૂંચવાડામાં મોટા ઉમેરા થયા છે. (૩) આગળના કાશમાં શબ્દો વર્ણાનુક્રમ પ્રમાણે અને શબ્દોની લંબાઈ પ્રમાણે ગાઢવીને ન આપ્યા હાવાથી શબ્દોના સ્વરૂપમાં ગરબડ થતી રોકી શકાતી નથી. હેમચંદ્ર દેના.માં શબ્દોને વર્ણાનુક્રમે અને તેમની લંબાઈ પ્રમાણે ગેાઠવ્યા છે. જે બાબતમાં એમને શંકા પડી કે મતભેદ જણાયા ત્યાં તેમણે ચાગ્યાયેાગ્યતાના નિર્ણય કરીને પોતાની પસંદગી કરી છે. જ્યાં તેમને પુરાવા અનિર્ણાયક લાગ્યા છે કે એ મા તુલ્યબળ લાગ્યા છે, ત્યાં તેમણે બંને વિકલ્પ નાંધ્યા છે. અનેક સ્થળે સંગૃહીત શબ્દ પરત્વે પૂવી' સાધનેામાંથી ઉદ્ધરણેા આપ્યાં છે, ચર્ચા કરી છે અને અયેાગ્ય માને પ્રતિવાદ કર્યાં છે. આ હકીકત, તેમ જ તેમણે અનેક શબ્દોની બાબતમાં સ્વીકારેલી વૈકલ્પિક જોડણી અને વૈકલ્પિક અર્થા તથા પિશેલે નાંધેલાં – પાઠાંતરાનું અડાબીડ જંગલ—એ બધા ઉપરથી આપણને કાંઈક ખ્યાલ આવે છે કે દેશ્ય શબ્દોના સ્વરૂપ અને અની બાબતમાં હેમચંદ્રના સમય સુધીમાં કેટલેા ગૂંચવાડો અને અવ્યવસ્થા ઊભાં થયાં હતાં, અને કેવી વિકટ સમસ્યાઓને તેમને સામનેા કરવા પડયો હશે. દેશ્ય શબ્દોના તેમના નિરૂપણમાં સમગ્રપણે જોતાં સમતુલા, વિશદતા અને વૈજ્ઞાનિક સાવધાનીની જે ઉચ્ચકક્ષા આપણને પ્રતીત થાય છે તે દેના.ને હેમચંદ્રાચાર્યની એક વધુ ભગીરથ સિદ્ધિ તરીકે આપણી સમક્ષ સ્થાપે છે. તેમણે દેશીશબ્દોનું ક્ષેત્ર જે રીતે સીમિત કર્યું" છે, તેમાં પણ આપણને ઉપયુક્ત ગુણા જોવા મળે છે, કેમ કે જે —સિદ્ધાંતા અને સદ માળખુ તે
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy