SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ માલા” છે.)ની રચના ઈ. સ. ૧૦૪૫–૧૦પ૦ ની વચ્ચે કરી હતી. જે પ્રાકૃત શબ્દો પરંપરાગત પરિભાષા પ્રમાણે “દેશ્ય”, “દેશી” અથવા “દેશજ” તરીકે જાણીતા હતા, તેવા શબ્દોના પ્રાચીન ભારતીય કેશામાં આ અંતિમ અને સંભવતઃ સૌથી મોટા કાશ હતા. “દેશીનામમાલા” (સંક્ષિપ્ત દેના.) એક સ્વનિર્ભર, સ્વાયત્ત કાશ નથી. ભાષાના શબ્દોને લગતા જે પર’પરાગત સિદ્ધાંત પ્રચલિત હતા તેના ઉપર આધારિત વ્યાકરણ અને શબ્દ કોશાની રચનામાં તે એક ઘટક કે અંગભૂત હતા. પ્રાચીન ભારતમાં ભાષાનું વર્ણન અને વિશ્લેષણ માટે ભાગે તેા જે સાહિત્ય અને શિષ્ટ વ્યવહાર ઉચ્ચવર્ણ પૂરતા મર્યાદિત હતા, તેના માધ્યમ તરીકે જ થતું રહ્યું છે. વ્યાકરણીય પરંપરા તેના પ્રાચીનતમ તબક્કાથી ભાષાની શુદ્ધિ જાળવવા, શિષ્ટ પ્રયોગાનુ ધારણ જાળવવા સતત જાગ્રત રહેતી. હેમચંદ્રાચાર્ય પૂર્વે અગિયારસાથી પણ વધુ વર્ષાથી સંસ્કૃતની સાથેાસાથ પ્રાકૃત ભાષાએ પણ સાહિત્યભાષા તરીકે વપરાતી થઈ હતી. હેમચદ્રાચાર્ય' સુધીના તથા તેની પછીના વ્યાકરણકારા માટે સાહિત્યમાં વપરાતા શબ્દભંડોળને પ્રમાણિત કરવાનું સતત કા રહેતું, કેમ કે એવા શબ્દભંડોળમાં પરિવર્તન થવું સ્વાભાવિક અને અનિવાર્યું હતું. સાહિત્યિક પ્રાકૃતા અતિશય રૂઢ બની ગયેલું સ્વરૂપ અને શૈલી ધરાવતી ભાષાઓ હતી. પુસ્તકિયા કહી શકાય એવી એ ભાષામાં સંસ્કૃતમાંથી અવિરત આદાન થતું રહેતું. સંસ્કૃત વ્યાકરણા રચવા પાછળના એક હેતુ લેખકા અને પાઠકા માટે એક સહાયક સાધન નિર્માણ કરવાનેા હતેા. એ કારણે સસ્કૃત વ્યાકરણામાં પ્રાકૃતનું ધ્વનિસ્વરૂપ અને વ્યાકરણ સંસ્કૃતમાંથી સિદ્ધ કરવાના નિયમેા જોડવાની પ્રથા પડી. સાહિત્યિક પ્રાકૃતાના શબ્દોનું તત્સમ, તદ્ભવ અને દેશ્ય એવા ત્રણ પ્રકારમાં વહેંચીને તેમનું નિરૂપણ કરવામાં આવતું.૨ જે ધાતુઓ અને અ ગેા તેમના મૂળભૂત ધાતુરૂપે। અને શબ્દોથી અભિન્ન હતા, તે સ ંસ્કૃતસમ કે તત્સમ. આવા પ્રાકૃત શબ્દોની સંસ્કૃત શબ્દોથી અભિન્નતાનું તાત્પર્ય એ છે કે એ ધાતુ અને શબ્દોના ધ્વનિ અને અર્થામાં કશું દેખીતું કે ધ્યાનપાત્ર પરિવર્તન નથી થયુ. જે ધાતુએ અને અ ંગા મૂળભૂત સંસ્કૃતમાંથી ધ્વનિપરિવર્તન દ્વારા વિકાર, લાપ કે આગમની પ્રક્રિયાઓ દ્વારા નિષ્પન્ન થયેલા હાય તે સંસ્કૃતમવ કે તમવ. બાકી રહેલા જે શબ્દો (એટલે કે ધ્વનિ અને અર્થ ના સ’યેાજનવાળાં એકમે) જે ધ્વનિ અને અના સ્વીકૃત નિયમ લાગુ પાડીને સાધી શકાતા ન હોય તે દેશ્ય. આમાંના ત્રીજા પ્રકારના શબ્દોનુ – એટલે કે દેશ્ય શબ્દોનું પ્રમાણીકરણ માન્ય દેશીકાશેાની રચના દ્વારા થતું. હેમચંદ્ર “સિદ્ધહેમ શબ્દાનુશાસન”માં તત્સમ અને તદ્ભવ પદો સિદ્ધ કરવાનું કાર્ય તે માટેનાં સૂત્રેા રચીને પાર પાડયું. બાકી રહેલા દેશ્ય શબ્દાના પ્રકારની તેમણે દેના.માં સંભાળ લીધી. દેના. ઉપરની સ્વાપન્ન વૃત્તિમાં તેમણે સ્પષ્ટ કર્યુ` છે કે લાપ, આગમ અને વિકાર એ પ્રક્રિયાઓ ઉપર આધારિત, વ્યાકરણગત નિયમાને આધારે જે શબ્દો સંસ્કૃતમાંથી સિદ્ધ થઈ શકતા નથી તેમને દેના,માં સંગ્રહ કરેલા છે. ૨. ' આ ત્રિવિધ વર્ગી કરણ ઉપરાંત ચતુર્વિધ વર્ગીકરણની પણ એક પર પરા હતી. તત્સમ, તદ્ભવ, દેશ્ય અને સામાન્ય. જુએ મારા હંરિદ્દ ઉપરના લેખ(૧૯૭૩), પણ પ્રસ્તુત ચર્ચા માટે તે ઉપયેાગી નથી.
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy