________________
દેશીનામમાલા” : તેનું ક્ષેત્ર, સ્વરૂપ અને મહત્વ
- હરિવલ્લભ ભાયાણું
૧. “શીનામમાલાનું મહત્વ
હેમચંદ્રાચાર્યે રચેલાં શાસ્ત્રો અને કાવ્યોમાં વ્યાકરણ અને શબ્દકોશને લગતા ગ્રંથને આપણે તેમના વાડમયપ્રાસાદને કળશ કહી શકીએ. તેમાં પણ તેમણે કરેલે દેશ્ય શબ્દોને સંગ્રહ, જે “દેશીનામમાલા” તરીકે જાણીતો થયો છે તથા જેને હેમચંદ્ર “રયણાવલી” એટલે કે “રત્નાવલી” એવું નામ આપેલું છે, તેનું મહત્ત્વ અનન્ય છે. એ એક ગ્રંથની જ , , તેમણે રચના કરી હેત તે પણ તેમના પાંડિત્યનો ધ્વજ લહેરાતે રહ્યો હોત.
આ માત્ર ઉપાસના પ્રાપ્ત દેવની પ્રશસ્તિ નથી—એ સહેજે બતાવી શકાય. શિષ્યોના સામાન્ય વ્યવહારમાં અને સાહિત્યમાં જે ભાષાપ્રયોગો થયા હોય, થતા હોય અને કરણીય હોય તે પ્રયોગોનું-તે પદો, વાક્યો, શબ્દો, બંધો અને પ્રબંધનું પ્રમાણુકરણ હેમચંદ્ર “સિદ્ધહેમ–શબ્દાનુશાસન”, “અભિધાન ચિંતામણિ” વગેરે કોશે, “કાવ્યાનુશાસન” અને “છંદનુશાસન” દ્વારા કર્યું. વ્યાકરણ અને સંસ્કૃત કોશને જેમને આધાર નથી તેવા, પ્રાકૃત સાહિત્યમાં પરંપરાથી પ્રચલિત શબ્દોના-એટલે કે દેશ્ય શબ્દોના પ્રમાણીકરણ માટે તેમણે “દેશીનામમાલા” રચી. આ માટે તેમણે પૂર્વવર્તી દેશ્ય શબ્દકોશોનું સંક્લન કરીને તેમાં આવશ્યક શુદ્ધિવૃદ્ધિ કરી, અને સામીને એવા સુવ્યવસ્થિત રૂપે રજૂ કરી કે તેમના દેશીકેશે આગળના બધા કોશોને ભુલાવીને પ્રચારલુપ્ત કરી દીધા. ધનપાલકૃત “પાઈલછીનામમાલા”ના એક માત્ર અપવાદે (તેને પણ માત્ર પા ભાગ જ દેશ્ય શબ્દોએ રોક્યો છે, બાકીનામાં તે સંસ્કૃતભવ શબ્દો છે) હેમચંદ્રપૂર્વેના બધા દેશીકેશન ઘણા સમયથી નામશેષ બની ગયા છે.
૨, દેશ્ય પ્રકારના પ્રાકૃત શબ્દોનું સ્વરૂપ
હેમચંદ્રાચાર્યે “રયણાવલિ (જેનાં બીજાં નામ “દેશી-દૂસંગહો” અને “દેશીનામ
કેટલાંક - પ્રત્યયવાળાં સાધિત સંરકૃત અંગે પાછળની સમયમાં, લૌકિક ઉચ્ચારણના પ્રભાવે, હું કારાન્ત સ્વરૂપે, લિંગ પરિવર્તન પામીને (નપુંસકલિંગીને બદલે સ્ત્રીલિંગી બનીને), મૂળ સ્વરૂપવાળાં અંગેની સાથોસાથ, વિકલ્પ વપરાતાં થયાં હતાં. જેમ કે, માધુર્ય/નાપુરી, ચાતુર્ય/ચાતુરી, વય/ચોરી, સાક્ષ્ય અને ગુજરાતી સાધના મૂળમાં રહેલ સાક્ષી(એટલે કે “સાખ''). તે જ પ્રમાણે વિશ. પછી યેશી સંજ્ઞા રેશીજારાના સંક્ષેપ તરીકે કોશવાચક પણ બની.