________________
પપ
ઉક્ત ચંદ્રલેખા વિજયપ્રકરણમાં માનાંજલિ અર્પી છે, તેમને વિદ્યા પ્રત્યેનો અભિગમ કેવો હતો, એની વાત કરીને આ વ્યાખ્યાન પૂરું કરીશ.
સાહિત્યશાસ્ત્રના પ્રતિષ્ઠિત સંસ્કૃત ગ્રન્થોમાં મમ્મટને “કાવ્યપ્રકાશ વિશિષ્ટ છે આચાર્ય હેમચન્દ્ર મમટની પછી એક સૈકા બાદ થયા છે અને તેમના કાવ્યાનુશાસન ઉપર મમ્મટનો સારો પ્રભાવ છે. જો કે હેમચંદ્રની કતિમાં કેટલુંક નાવીન્ય છે અને રૂપકાદિની ચર્ચા તો સાહિત્યશાસ્ત્રના ગ્રંથોમાં તેમણે પ્રથમ વાર કરી છે, પણ કાવ્યપ્રયોજન પરત્વે પૂર્વાચાર્ય મમ્મટથી તેમનો મતભેદ છે.
કાવ્યપ્રયોજનનું નિરૂપણ કરતી, “કાવ્યપ્રકાશની પ્રથમ કારિકા આ પ્રમાણે છે– काव्य यशसेऽर्थ कृते व्यवहारविदे शिवेतरक्षतये । सद्यः परनिर्वृतये कान्तास भितयोपदेशयुजे ॥
(કાવ્ય યશ માટે, ધન માટે, લેક વ્યવહાર જાણવા માટે, અનિષ્ટ નિવારણ માટે, સદ્ય-તત્કાળ (રસાસ્વાદને કારણે) પરમાનંદ માટે અને કાન્તાની જેમ ઉપદેશ માટે રચાય છે.)
કાવ્યપ્રયોજન વિષે હેમચન્દ્ર કહે છે— काव्यमानन्दाय यशसे कान्तातुल्योपदेशाय च ॥३॥ (કાવ્ય આનંદ માટે, યશ માટે અને કાન્તા તુલ્ય ઉપદેશ માટે) એના વિવરણમાં આચાર્ય કહે છે કે
ધનમેગ્નાનિતમ્ | (ધન અનેકનિક છે; અર્થાત કાવ્યરચનાને પરિણામે ધન મળશે જ એવો કોઈ - એકાન્ત–નિશ્ચય નથી.)
તથા પિતાને વિધાનના અનુમોદનમાં “શાન્તિશતકમાંથી એક લેક ટાંકે છે, જેને પૂર્વાધ આ પ્રમાણે છે
उपशमफलाद् विद्यावीजाद् फल धनभिच्छता भवति विफलो यद्यायास्तत्र किनद्भुतम् ।
(ઉપશમ જેનું ફળ છે એ વિદ્યાબીજમાંથી ધન ઈચ્છનારનો આયાસ જે નિષ્ફળ જાય તો એમાં શું આશ્ચર્ય છે ?) - ત્યાગી, મહામનીધી આચાર્ય હેમચન્દ્રનું કથન સર્વથા યોગ્ય છે કેમ કે વિદ્યાને પરિણામે માન, સત્તા, પદવી કે ધન મળે, પણ એનું આત્યંતિક અને શ્રેષ્ઠ ફળ ઉપશમ છે; સરસ્વતીની ઉપાસનાની કૃતાર્થતા અને પરિણામ ઉપશમ છે. ઉપશમ એ માનવ જીવનની સાર્થકતા છે.