________________
૫૪
‘દેવીચન્દ્રગુપ્તમાંથી અવતરણે ઉદ્ધત થયાં છે તેમ ભોજદેવના શૃંગારપ્રકાશ” માં પણ થયાં છે. આ ઘટનાને અનુલક્ષીને શ્રી કનૈયાલાલ મુનશીએ એમનું પ્રવેસ્વામિનીદેવી” નાટક રચ્યું છે, બંગાળી પુરાતત્ત્વવિદ અને નવલકથાકાર રાખાલદાસ બેનરજીએ “ધ્રુવા” નામે નવલકથા લખી છે, જેનું “શકારિ નામથી ગુજરાતી ભાષાંતર થયું છે તથા હિન્દી કવિ જયશંકર પ્રસાદે “ઝુવા” નામે કૃતિની રચના કરી છે.
એક ઘડાયેલા નાટકકારને હાથે લખાયેલો, નાટશાસ્ત્રનું નિરૂપણ કરતા ગ્રન્થ નાટથદર્પણ” બીજી અનેક રીતે પણ વિશિષ્ટ છે. રામચન્દ્રને એમાં ગુણચન્દ્રને કીમતી સહકાર મળ્યો હશે એ સ્પષ્ટ છે. હેમચન્દ્ર કુમારપાલને આપેલા ઉપદેશને વિષય ઉપર , કુમારપાલપ્રતિબોધ' નામે પ્રાકૃત ગ્રન્થ (જેમાં કેટલોક અપભ્રંશ ભાગ પણ છે) સોમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં રચ્યો હતો, તે હેમચન્દ્રના ત્રણ શિષ્યો ગુણચન્દ્ર, મહેન્દ્રમુનિ અને વર્ધમાનગણિએ સાદ્યત સાંભળ્યા હતા, એવો ઉલ્લેખ એની પ્રશસ્તિમાં છે.. . .
હેમચન્દ્રના અન્ય શિષ્યોમાં મહેન્દ્રસૂરિકૃત “અનેકાર્થ કે રવાકરક મુદી', જે હેમચન્દ્રકૃત અનેકાર્થસંગ્રહ’ની ટીકા છે, તેનો ઉલ્લેખ અગાઉ કર્યો છે. બીજા એક શિષ્ય વર્ધમાનગણિએ રામચન્દ્રકૃત “કુમારવિહારપ્રશસ્તિ' કાવ્ય ઉપર ટીકા લખીને એ કાવ્યના ૧૧૬ અર્થ કરી બતાવ્યા છે. બીજા એક શિષ્ય ઉદયચન્દ્ર પોતાના ગુરુ હેમચન્દ્રકૃત ‘યોગશાસ્ત્રમાં વ્યાકરણની એક ભૂલ બતાવી હતી. આ ઉદયચંદ્રના ઉપદેશથી દેવેન્દ્રમુનિએ “સિદ્ધહેમબૃહદ વૃત્તિ' ઉપર ટીકા રચી હતી તથા સિદ્ધર્ષિકૃત “ઉપમિતિભવપ્રપંચ કથા'ના સંક્ષેપરૂપે “ઉપમિતિભવપ્રપંચ કથા સારોદ્ધાર” લખ્યો હતો. અને દેવેન્દ્રના શિષ્ય કનકપ્રભ હૈમન્યાસસારને ઉદ્ધાર કર્યો હતો. આ દેવેન્દ્રને ડો. ન્યૂલરે ઉદયચંદ્રના શિષ્ય માન્યા છે. યશશ્ચંદ્ર નામે બીજા એક શિષ્ય ઘણો સમય હેમચંદ્રની સાથે રહેતા એવો ઉલ્લેખ પ્રબંધોમાં છે. (“મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ”ના કર્તા શ્રાવક યશશ્ચંદ્રથી આ સાધુ યશશ્ચંદ્ર ભિન્ન છે).
હેમચંદ્રના ગુરુ દેવચંદ્ર હતા, તેમ એમના એક શિષ્ય પણ દેવચંદ્ર નામે હતા, આ દેવચંદ્ર “ચંદ્રલેખા-વિજયપ્રકરણ” નામે એક નાટક રચ્યું હતું, જે હજી અપ્રગટ છે. આ નાટકની રચનામાં એક શેખ ભટ્ટારકે સહાય કરી હતી, એવો ઉલ્લેખ તેને અંતે છે. ચંદ્રલેખા વિજયપ્રકરણમાં નાયિકા તરીકે ચંદ્રલેખા વિદ્યાધરીને ક૯૫વામાં આવી છે. હકીકતમાં, તે સપાદલક્ષના રાજા અર્ણરાજની બહેન જહણાદેવી છે. કુમારપાલે અરાજને હરાવ્યું અને જલ્લાદેવી સાથે કુમારપાલનું લગ્ન થયું એ પ્રસંગ પર કુમારપાલના વીરત્વને વર્ણવતું આ પ્રશ સાત્મક નાટકે છે. આ નાટક પાટણમાં કુમારવિહારમાં શ્રી અજિતનાથદેવના વસંતોત્સવ પ્રસંગે કુમારપાલની સભાના પરિતાપ અર્થે ભજવાયું હતું, એવો સ્પષ્ટ ઉલ્લેખ પ્રસ્તાવનામાં છે. આમ હેમચંદ્રના શિષ્યમંડળની સાહિત્યસેવા પણ ગુરુની પરંપરાને અનુરૂપ ગૌરવશાળી છે. - છેલે, વિદ્યાનિધિમધમવિિર: શ્રી હેમચો ગુરુઃ (વિદ્યાસમુદ્ર મંથનમાં મંદરાચલ સમાન શ્રી હેમચંદ્ર ગુરુ) તરીકે જે “કલિકાલસર્વજ્ઞ’ને એમના શિષ્ય દેવચંદ્ર