________________
પં
નિર્ભયભીમવ્યાયેગ, મલ્લિકામકરંદપ્રકરણ, રાઘવાક્યુદય, રહિણીમૃગાંકપ્રકરણ, વનમાલાનાટિકા, કૌમુદીમિત્રાણંદ અને યાદવાલ્યુદય એ પ્રમાણે અગિયાર નાટકો રચ્યાં છે. એમાંથી રઘુવિલાસ, નલવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, નિર્ભયભીમવ્યાયેગ, મલ્લિકામકરંદપ્રકરણ અને કૌમુદીમિત્રાણંદ–એટલાં નાટકે પ્રગટ થયાં છે અને બાકીનાં અપ્રગટ કે અનુપલબ્ધ છે. સુધાકલશ' નામે સુભાષિતકેશ રામચન્દ્રો સંકલિત કર્યો હતો. પિતાના ગુરુ ભાઈ ગુણચંદ્રની સાથે “નાટયે દર્પણ” એ નાટયશાસ્ત્રનો ગ્રંથ તથા દ્રવ્યાલંકાર' એ ન્યાયશાસ્ત્રને ગ્રંથ રામચન્દ્ર લખ્યો છે. કુમારપાળે બંધાવેલા કુમારવિહારનું કવિત્વમય વર્ણન કરતું કુમારવિહારશતક અને પ્રથમ તીર્થકર આદિનાથની સ્તુતિ કરતી યુગાદિદેવયાત્રિશિકા' એ પણ રામચન્દ્રની રચનાઓ છે. “પ્રબન્ધશત' નામને રામચન્દ્ર ગ્રંથ મળતો નથી, પણ એક જૂના ગ્રંથભંડારની સૂચિમાં પં. રામજન્નત પ્રવધશતં દ્વાઢશપનાક્ષાદ્રિaહવજ્ઞાવ, સંચા પ૦૦૦ એ પ્રમાણે ઉલ્લેખ છે. એ ઉપરથી મુનિ જિનવિજયજી માને છે કે આચાર્ય હેમચન્દ્ર કાવ્યાનુશાસનમાં જે બાર વસ્તુઓ રૂપક તરીકે જણાવી છે તે રૂપકના તથા નાટકાદિના સ્વરૂપ વિષે આમાં વિસ્તૃત ચર્ચા હશે. ધનંજયે પિતાના દશરૂપક' ગ્રંથમાં દશ રૂપક ગણાવ્યાં છે; બાર રૂપકોની ચર્ચા કરતો રામચન્દ્રને આ ગ્રંથે મળી આવે તે આ વિષયમાં ઘણું નવું જાણવાનું મળે.
રામચન્ટે પોતાનાં નાટકોનું વસ્તુ પુરાણમાંથી લીધું છે તેમ લકથાઓમાંથી પણ લીધું છે. પોતે તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્યના જ્ઞાતા – સૈવિદ્યવેદી હોવા છતાં કવિત્વ માટે સ્પૃહા ધરાવે છે, એમ તેમણે “નાશ્વદર્પણ”ના આરંભમાં કહ્યું છે– .
प्राणा: कवित्व' विद्यानां लावण्यभिव योषिताम् ।
. विद्यवेदिनेोऽप्यस्मै ततो नित्य कृतस्पृहाः ॥ નાટયદર્પણમાં રામચન્દ્ર પિતાનાં અગિયાર નાટકો સમેત ચુંમાલીસ સંસ્કૃત નાટકમાંથી ઉદાહરણો કે અવતરણો આપ્યાં છે, તે એમનું વિશાળ વાચન અને વિવેચક બુદ્ધિ દર્શાવે છે. “મુદ્રારાક્ષસના કર્તા વિશાખદત્તના લુપ્ત દેવીચન્દ્રગુપ્ત' નાટકમાંથી રામચન્દ્ર વિસ્તૃત અવતરણો આપ્યાં છે, તેથી ગુપ્તવંશના ઇતિહાસ ઉપર નવો પ્રકાશ પડે છે. મહાપરાક્રમી સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી તેના પુત્ર ચંદ્રગુપ્ત બીજે –જેણે “વિક્રમાદિત્ય” નામ ધારણ કર્યું હતું તે-ગાદીએ આવ્યો ત્યાર પહેલાં મગધના સિંહાસન ઉપર રામગુપ્ત નામે રાજા થોડા સમય માટે બેઠો હતો. એ રામગુપ્ત બીજે કોઈ નહિ, પણ ચંદ્રગુપ્તને મોટે ભાઈ હતો. પરંતુ રામગુપ્ત પિતાના પરાક્રમી પિતા અને પરાક્રમી બંધુથી જુદી જ પ્રકૃતિને મનુષ્ય હતો. પરદેશી શક રાજાના આક્રમણમાંથી પિતાને અને પોતાના રાજ્યને બચાવવા માટે તેણે પોતાની પટ્ટરાણી ધ્રુવદેવીને શક રાજાની છાવણીમાં મોકલવાનું સ્વીકાર્યું હતું. પણ આ હીણપત નહિ સહન થવાથી ચંદ્રગુપ્ત પિતે સ્ત્રીવેશમાં શક રાજાની છાવણીમાં ગયો અને તેણે શક રાજાને વધ કર્યો
હતો. બીજા એતિહાસિક પુરાવાઓ ઉપરથી જણાય છે કે પાછળથી કેઈએ રામગુપ્તને : વધ કર્યો હતો તથા ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીનાં લગ્ન થયાં હતાં. રામચન્દ્રના “નાટયદર્પણમાં