________________
પરપુસ્તકાલયમાંની પ્રતિ અનુસાર નૈષધ'ના પાઠ ઉપર એ ટીકા છે. ચંડ પંડિતની ટીકા, એના પોતાના કથન અનુસાર, સં. ૧૩૫૩ (ઈ. સ. ૧૨૯૭)માં ધોળકામાં રચાઈ છે. સંસ્કૃત કાવ્યોને ચંદુ એક માત્ર એવો ટીકાકાર છે, જે વારંવાર શ્રૌત સૂત્રોનાં અવતરણ આપે છે. તેણે કેટલાક સમસત્રો કર્યા હતા. તેણે દ્વાદશાહ અને અગ્નિચયન જેવા વૈદિક યજ્ઞો કર્યા હતા; વાજપેય અને બૃહસ્પતિસવ કરીને તેણે અનુક્રમે “સમ્રાટ' અને
સ્થપતિની પદવી મેળવી હતી. એ વિષે ઉપર્યુક્ત ટીકામાં તે કહે છે – .. यो वाजपेययजनेन बभूव सम्राटू
कृत्वा बृहस्पतिसव स्थपतित्वमाप । यो द्वादशाहयजनेऽग्निचिदप्यभूत् सः
श्रीचंडुपण्डित इमां विततान टीकाम् ॥ “સુરત્સવ’નો કર્તા સોમેશ્વર ચુસ્ત વૈદિક હતા. તેણે રચેલું “ઉલ્લાઘરાઘવ' નાટક, જેમાં રામાયણકથા નિરૂપાઈ છે, તે દ્વારકામાં જગત મન્દિરમાં ભજવાયું હતું. વસ્તુપાલે આબુ અને ગિરનાર ઉપર બંધાવેલાં જન મન્દિરનાં પ્રશસ્તિ-કાવ્યો આ સોમેશ્વરે રચેલાં છે. કર્ણામૃતપ્રપા' નામે સ્વરચિત સુભાષિત સંગ્રહને મંગલાચરણમાં સોમેશ્વર પિતાના મુખમાં રહેતા ત્રણ વેદની સ્તુતિ કરે છે–
विषयरसनिरन्तरानुपानप्रकुपितमोहकफेापगु'फितात्मा । -
ત્રિફુટિશાનિવ ત્રિવે વનસ્તામાનવદં નમામિ છે આ “વિષયરસના નિરંતર અનુપાનથી જેને મેહ રૂપી કફ પ્રકોપ થયો છે એવો હું (કફને દૂર કરનાર ત્રિકટુક ગુટિકા (સૂંઠ, મરી અને પીપર એ ત્રણ તીખાં ઔષધની • ગોળી)ની જેમ, મારા મુખમાં રહેલી વેદત્રયીને પ્રતિદિન નમસ્કાર કરું છું.”
એ જ સોમેશ્વર આચાર્ય હેમચંદ્રનું સ્મરણ કરતાં કહે છે—
सदा हृदि वहेम श्रीहेमसूरेः सरस्वतीम् । “શ્રીહેમચન્દ્રસૂરિની સરસ્વતી–વાણીને અમે સદા હૃદયમાં ધારણ કરીએ.” , શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે જૂના સમયથી ચાલતે આવેલ શ્રેષ, જેની નોંધ પતંજલિ અને બીજાઓએ કરી છે તે ગુજરાતમાં, જાણે કે, લોપ પામી ગયો હતો. આવું અસાંપ્રદાયિક વલણ આકસ્મિક નહોતું, પણ સમકાલીન જીવનમાં જે પ્રશસ્ય સહિષણતા અને આદાનપ્રદાનની ભાવના પ્રવર્તમાન હતી, તેનું પરિણામ હતું. વળી વિદ્યા અને સત્તા વચ્ચે એક પ્રકારની સમતુલા હતી; એથી બ્રાહ્મણ-અબ્રાહ્મણના જે પક્ષો મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં પેદા થયા તે ગુજરાતમાં થયા નહિ.
હેમચંદ્રાચાર્યના શિષ્યમંડળના ટૂંકા ઉલેખ વિના આ વ્યાખ્યાન અપૂર્ણ ગણાય.
રામચન્દ્રએ આચાર્ય હેમચન્દ્રના પટ્ટશિષ્ય હતા. તેઓ પૂર્વાશ્રમમાં ચારણ હતા, એવો કેટલાક પ્રબન્ધોમાં ઉલ્લેખ છે. રામચન્દ્ર રઘુવિલાસ, નલવિલાસ, યદુવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર,