________________
માત્ર જૈન વિદ્યાની પ પણ સોલંકીયુગમાં થતી હતી એમ નહિ.. “વાજસનેયી સંહિતા” તથા “પ્રાતિશાખ્ય સૂત્રો ઉપર, વડનગરનિવાસી ઊવટકૃત ભાષ્યો અને વેદમાંની ઇતિહાસકથાઓ આલેખતી, એ જ નગરના ઘાદિવેદકત “નીતિમંજરી’ વૈદિકવિદ્યાના ખેડાણનાં લાક્ષણિક ઉદાહરણ છે. વડનગર અને શ્રીસ્થલ – સિદ્ધપુર એ બે એવા “અઝહાર' હતા, જ્યાં વેદવિદ્યાનું વ્યાપક ખેડાણ થતું હતું. અલબત્ત, એ સમયની હસ્તપ્રતાની પબ્લિકાઓનાં સ્થળનામો જોઈએ તે તે સમયની વિદ્યાકીય ભૂગોળને સારો ખ્યાલ આવશે. પાટણના ગ્રન્થભંડારોની પ્રાચીન હસ્તપ્રતોમાં વિષયનું જે વૈવિધ્ય છે તે પણ, આ દષ્ટિએ, સૂચક છે.
વૈદિક અને જન પરંપરા વચ્ચે ગુજરાતમાં જે સામંજસ્ય હતું, એનું એક લાક્ષણિક ઉદાહરણ જોઈએ. વનરાજના ગુરુ શીલગુણસૂરિ ચૈત્યવાસી યતિ હતા; એ કારણે પાટણમાં
ત્યવાસી યતિઓનું પ્રાબલ્ય હતું અને સુવિહિત જૈન સાધુઓને ત્યાં પ્રવેશ નહોતે. એક પ્રસિદ્ધ આચાર્ય અભયદેવસૂરિ–નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિથી ભિન્ન-ના બે વિદ્વાન શિષ્યો જિનેશ્વર અને બુદ્ધિસાગર નામે હતા. પૂર્વાશ્રમમાં તેઓ શ્રીપતિ અને શ્રીધર નામે વેદપાઠી બ્રાહ્મણ હતા. તેઓ વિહાર કરતા પાટણમાં આવ્યા, પણ ચેત્યો. અને ઉપાશ્રયોથી સંકીર્ણ પાટણ નગરમાં તેમને નિવાસ માટે કોઈ સ્થાન મળ્યું નહિ. આથી નિર્વેદ પામી, રાજપુરોહિત સેમેશ્વરને ઘર આગળ આવી તેઓ વેદોચ્ચાર કરવા લાવ્યા. પુરોહિતે આશ્ચર્ય પામી, તેમને આમ કરવાનું કારણ પૂછવું. બંને સાધુઓએ પિતાની મુશ્કેલી જણાવી. પુરોહિતે રાજા દુર્લભરાજને કહી તેમને નિવાસ અપાવ્યો અને ત્યારથી પાટણમાં સુવિહિત સાધુઓનો નિબંધ વાસ શરૂ થશે.
સહસ્ત્રલિંગ સરેવર, જે “સિદ્ધસર' તરીકે ઓળખાય છે, તેની આસપાસનો વિસ્તાર એક યુનિવર્સિટી ટાઉન જેવો હતો. અધ્યાપક અને વિદ્યાર્થીઓ માટે ત્યાં નિવાસ, ભોજન અને અધ્યયન – અધ્યાપનની પૂર્ણ વ્યવસ્થા હતી. ત્યાંની પ્રવૃત્તિઓનું વિગત‘ભરપૂર અને ચિત્રાત્મક વર્ણન હેમચન્દ્ર યાશ્રય” કાવ્યમાં કર્યું છે. સહસ્ત્રલિંગ આસપાસનાં તથા સરસ્વતીને તીર પ્રદેશનાં તીર્થોનું વર્ણન એ સમયે જ રચાયેલા “સરસ્વતીપુરાણમાં છે.
પાટણ, ધોળકા, વડનગર, સિદ્ધપુર આદિ સ્થાનના સંપન્ન વેદપાઠી બ્રાહ્મણે અને તેમના યાયાવર શિષ્યના વેદધ્વનિથી ગુજરાત શબ્દાયમાન હતું. તત્કાલીન ગુજરાતમાં વૈદિક યજ્ઞો બહોળા પ્રમાણમાં થતા હતા. મહામાત્ય વસ્તુપાલના મિત્ર, રાજપુરોહિત સેમેશ્વરે (સુવિહિત જૈન સાધુઓને પાટણમાં નિવાસ અપાવનાર પૂર્વોક્ત સેમેશ્વરથી આ સોમેશ્વર ભિન્ન છે, પણ એને વંશજ છે.) “સુરથોત્સવ મહાકાવ્યના અંતિમ સંગ માં પિતાના પૂર્વજોને વૃત્તાન્ત આપ્યો છે, તેમાં તેમણે કરેલા વૈદિક યજ્ઞોનું વર્ણન છે.
નિષધીય ચરિતની બે સૌથી પ્રાચીન ટીકાઓ ગુજરાતની છે—એક, વિદ્યાધરની સાહિત્ય વિદ્યાધરી અને બીજી ધોળકા-નિવાસી ચંડ પંડિતત ટીકા. વિદ્યાધરની ટીકા ઘણું કરીને વીસલદેવના રાજ્યકાળમાં રચાઈ હશે, કેમ કે વીસલદેવના ભારતી ભાંડાગાર