SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ હેમયન્દ્રની અસામાન્ય સરસ્વતીસેવા તથા સિદ્ધરાજે આપેલા વિનય–સમન્વિત આશ્રયને અનુલક્ષોને ‘શેષ’–રામનારાયણ વિ. પાડકની કાવ્યાક્તિ છે કે—હૈમપ્રદીપ પ્રગટાવી સરસ્વતીને, સા કય કીધું નિજ નામનુ, સિદ્ધરાજે ત્રણસેા લહિયા બેસાડી એની સેંકડો નકલા કરાવી હતી અને ભારતના જુદા જુદા પ્રદેશામાં મેાકલાઈ હતી. એમાંની આઠ નકલેા કાશ્મીર મેાકલવામાં આવી હતી. કલ અથવા કાકલ નામે કાશ્મીરી પતિની નિયુક્તિ આ વ્યાકરણના અધ્યાપક તરીકે થઈ હતી. એનુ ગુજરાત સમેત ભારતના વિવિધ પ્રદેશાનું વિદ્યાકીય આદાનપ્રદાન પારસ્પરિક હતું અને અત્યારે આપણે કલ્પના કરીએ તે કરતાં ઘણું ઝડપી હતું. મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ની એ સૌધી જૂની ટીકાઓ—માણિકથચદ્ર અને જયંત ભટ્ટની—ગુજરાતમાં રચાયેલી છે. શ્રીહનું કઠિન કાવ્ય નૈષધીયચરિત ' રચાયું. એ પછી થેાડા જ સમયમાં અવતરણ હેમયન્ત્રશિષ્ય મહેન્દ્ર સૂરિષ્કૃત ‘અનેકા કરવાકર કૌમુદી'માં મળે છે. કુમારપાલના મંત્રી દુČભરાજકૃત ‘સામુદ્રિકતિલક’ તા એ જ સમયમાં થયેલા નરહરિકૃત ‘નરપતિજય . ચાઁસ્વરાદય'ની પ્રાચીનતમ હસ્તપ્રત નેપાળના મહારાજાના ખીર પુસ્તકાલયમાં છે. કનેાજના રાજકવિ રાજશેખરકૃત કવિશિક્ષાગ્રન્થ ‘કાવ્યમીમાંસા’ની હસ્તપ્રતા માત્ર પાટણમાંથી મળી છે. બૌદ્ધ ધર્મ ભારતમાંથી લુપ્ત થયા તે પછી પણ બૌદ્ધ ન્યાયના (મેધા તુચ્છેદ્યા વૌદ્યુત સમુદૂમવાઃ। પ્રભાવકચરિત’) અભ્યાસ ગુજરાતમાં થયા હતા. નાલંદા વિદ્યાપીઠના આચાય શાન્તરક્ષિતકૃત બૌદ્ધ દર્શનના મહાગ્રન્થ ‘તત્ત્વસંગ્રહ’, એમના શિષ્ય તેમજ નાલંદાના અધ્યાપક કમલશીલની ટીકા સહિત, પાટણમાંથી મળ્યા છે. લેાકાયત દનના એક માત્ર ઉપલબ્ધ ગ્રન્થ ભટ્ટ જયશશિકૃત તત્ત્વાપપ્લવસિંહ'ની તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાંથી મળી છે એ બતાવે છે કે લેાકાયત જેવા વગાવાયેલા દનના પણ ગંભીર અભ્યાસ અહી થતા હતા. * જૈન આગમનાં અગિયાર અગા પૈકી એ‘આચારાંગ સૂત્ર’ અને ‘સૂત્રકૃતાંગ સૂત્ર'ની પ્રમાણભૂત સંસ્કૃત ટીકા પાટણ પાસેના ગાંભુ ગામમાં (એ વખતે ગાંભુ ગ્રામ નહિ, પણ નગર હશે.) શીલાંકદેવે રચી હતી. આ શીલાંકદેવને કેટલાક અભ્યાસીએ પ્રાકૃત ‘ચઉપન્નમહાપુરિસચરિય'ના કર્તા શીલાંક અને વનરાજના ગુરુ શીલગુણસૂરિથી અભિન્ન માને છે. આગમનાં બાકીનાં નવ અંગેા ઉપર પ્રમાણભૂત ટીકાએ પાટણમાં અભયદેવ– સૂરિએ રચી; આથી તેઓ ‘નવાંગી વૃત્તિકાર' તરીકે એળખાય છે. સાયણાચા ને એમના વેદ્રભાષ્યની રચનામાં એક પંડિત પરિષત સહાય કરતી હતી તેમ અભયસૂરિની સહાયમાં પણ એક પતિપરિષત્ હતી, એમ તેમણે સ્પષ્ટ જણાવ્યું છે. પ્રાચીનતર ટીકા અને ચૂર્ણિએ (પ્રાકૃત ટીકા)ને, તુલનાપૂર્વક, પર્યાપ્ત ઉપયાગ અભયદેવસૂરિએ કર્યાં હતા. અભયદેવસૂરિની ટીકાઓની સહાય વિના જૈન આગમસૂત્રોનું અ રહસ્ય સમજવાનું ગમે તેવા –આરૂઢ વિદ્વાને માટે પણ મુશ્કેલ બનત. આ ટીકાઓનું સ`શેધન દ્રોણાચાય નામે એક પ્રકાંડ પંડિતે કર્યુ હતું. વિશેષ નેોંધપાત્ર વાત એ છે કે આ દ્રોણાચા પૂર્વાશ્રમમાં ગુજરાતના ચૌલુકય રાજા ભીમદેવ પહેલાના મામા થતા હતા. આગમા ઉપરની બીજી પણ અનેક મહત્ત્વની ટીકાએ આ સમયમાં રચાઈ હતી.
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy