SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪ ભીંતમાં ચણાયેલ છે અને એ ત્રુટિત અંશે પાટણવાસી વિશિષ્ટ સંશોધક રામગુપ્ત ચુનીગુપ્ત મોદીએ પ્રગટ કર્યું છે. આખી પ્રશસ્તિ તે નાશ પામી ગઈ, પણ એના બે અખંડ શ્લોક મેરૂતુંગકૃત “પ્રબન્ધચિન્તામણિમાં ઉદ્ધત થયેલા છે. શ્રીપાલકૃત બીજી એક પ્રશસ્તિ માળવામાં રતલામ પાસેના વિલપાક નામે ગામના વિશાળ શિવમંદિરમાંથી મળી છે. (વિલપાક એ સ્પષ્ટ રીતે વિરૂપાક્ષ ને અપભ્રંશ છે.) પ્રશસ્તિનું વર્ષ સં.૧૧૯૮ છે, એટલે માળવા ઉપર સોલંકીઓનું સંપૂર્ણ આધિપત્ય થયા પછી વિરૂપાક્ષનું મંદિર બંધાયું હશે એ સ્પષ્ટ છે. એમાં પણ શ્રીપાલ પિતાને નિqનમાખવધઃ કહે છે. શ્રીપાલનાં સુભાષિત સંસ્કૃતના વિખ્યાત સુભાષિતસંગ્રહો-જલ્પણ કૃત “સૂક્તિમુક્તાવલિ અને શાવરકૃત “શાધર પદ્ધતિમાં છે; બીજાં કેટલાંક સુભાષિત પ્રબન્ધચિન્તામણિ” અને પ્રભાવકચરિત'માં પણ છે. આ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલનું તત્કાલીન વિદ્વતસમાજમાં ભારે માન હતું. સિદ્ધરાજના દરબારમાં વેતાંબર આચાર્ય વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર વચ્ચે વાદ થયો હતો, જેમાં દિગંબર આચાર્યને પરાજય થયો હત; એ સમકાલીન એતિહાસિક પ્રસંગનું નિરૂપણ કરતું નાટક “મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ” ધર્કટવંશીય વણિક યશશ્ચન્દ્ર રચ્યું છે. એમાં એક પાત્ર તરીકે શ્રીપાલ પણ આવે છે. બીજા એક પાત્રને મુખે એમાં શ્રીપાલને વિષે કહેવાયું છે કે “પુરાકૃત અસુકૃતના પરિપાકથી તમને ચર્મચક્ષ નથી, પરતું તેવ માવલ્યા મરચા સ્વરિ ત્રાગાનનુષઃ સારર વતવણુ વિતરણેન જ ”, લોક્યનું આકલન કરનાર સારસ્વતચક્ષુનું દાન કરીને ભગવતી ભારતીએ તમારા ઉપર કરણા કરી છે. “મુદ્રિતકસુદચન્દ્ર પ્રકરણમાં એક પાત્ર તરીકે સોમચંદ્રનો ર્દેિશ છે. હેમચંદ્રનું આચાર્યપદ પહેલાનું નામ સોમચંદ્ર હતું. હેમચન્દ્રને આચાર્યપદ એકવીસ વર્ષની નવયુવાન વયે મળ્યું હતું, આથી દેવસૂરિ અને કુમુદચંદ્રના વાદ સમયે એમનું વય એ કરતાંયે નાનું હશે. પણ રાજસભામાં એ પૂર્વે એમને માનપૂર્વક પ્રવેશ થયો હતો. - શ્રીપાલનો પુત્ર સિદ્ધપાલ, અને તેનો પુત્ર વિજયપાલ પણ કવિઓ હતા. સતત ત્રણ પેઢી સુધી કવિપ્રતિભાનું સાતત્ય સચવાયું હોય એવાં ઉદાહરણે સાહિત્યના ઇતિહાસમાં વિરલ છે. દ્રૌપદીસ્વયંવરના પૌરાણિક પ્રસંગનું નિરૂપણ કરતું દ્રૌપદી સ્વયંવર' નાટક વિજયપાલે રચ્યું છે, અને તે પાટણમાં ત્રિપુરુષપ્રાસાદમાં વસંતોત્સવ પ્રસંગે રાજા ભીમદેવ બીજાની આજ્ઞાથી ભજવાયું હતું . મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણમાં સિદ્ધરાજની સભામાં ઉત્સાહ નામે પંડિતને ઉલ્લેખ છે. ઉત્સાહ કાશ્મીરી લાગે છે. સિદ્ધરાજની વિનંતીથી હેમચન્દ્ર “સિદ્ધહેમ શબ્દાનુશાસન' એ વ્યાકરણ લખવાને ઉપક્રમ કર્યો ત્યારે અનેકવિધ સાહિત્યની જરૂર હતી. સિદ્ધરાજે, એ માટે, મોકલેલા પ્રતિનિધિમંડળમાં ઉત્સાહ કાશ્મીરના શારદાપીઠમાં ગયે હતું અને ત્યાંથી જુદા જુદા આઠ વ્યાકરણ ગ્રન્થ લાવ્યા હતા. એ વ્યાકરણ રચાયા પછી રાજાના મુખ્ય હાથી શ્રીકરણ ઉપર એની શોભાયાત્રા નીકળી, બે ચામરધારિણીઓ એને ચામર ઢળતી હતી અને ઉપર શ્વેત છત્ર હતું. એ રીતે બહુમાનપૂર્વક એ વ્યાકરણ રાકેશમાં મુકાયું,
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy