________________
૪૮
રચના મળી ન હતી. પણ થોડા વર્ષ પહેલાં અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાંથી મનિશ્રી પુણ્યવિજયજીએ હરિહરકત “શંખપરાભવ વ્યાયોગ'ની હસ્તપ્રત ખોળી કાઢી હતી અને એનું સંપાદન મેં વડોદરા ગ્રામ્ય વિદ્યામંદિરની ગાયક વાટ્ઝ ઓરિએન્ટલ સિરીઝમાં સને ૧૯૫૬ માં પ્રગટ કર્યું છે. વ્યાયોગ' સંસ્કૃત એકાંકી નાટક છે, જે વીરરસપ્રધાન હોય અને જેમાં સ્ત્રી પાત્ર ન હોય. “શંખપરાભવ વ્યાયોગમાં ભરૂચના રાજા શંખને વસ્તુપાલે પરાજય કર્યો હતે, એ ઘટનાનું કવિત્વમય નિરૂપણ છે. એ પ્રસંગના ઉપલક્ષ્યમાં ખંભાતમાં એ નાટક ભજવાયું હતું.
સિદ્ધરાજ અને કુમારપાલને પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ નામે હતું. તે વણિક હતા અને સિદ્ધરાજ તેને પિતાના બંધુ સમાન ગણતો હતો. કુમારપાલે બંધાવેલા વડનગરના કિલ્લાના સ્વરચિત પ્રશસ્તિ લેખમાં શ્રીપાલે પોતાને વિષે કહ્યું છે–
एकाहनिष्पन्नमहाप्रबन्धः । બીજિગત નવજુ: છે श्रीपालनामा कविचक्रवर्ती ।
प्रशस्तिमेतामकरोत् प्रसिद्धाम् ॥ આ શ્લેકની પ્રથમ પંકિતમાં, શ્રીપાલે એક દિવસમાં “મહાપ્રબન્ધ રચવાને ઉલ્લેખ છે. પ્રભાચન્દ્ર સૂરિકૃત પ્રભાવક્યરિતમાં શ્રીપાલે વૈશજનવિજય, નામે “મહાપ્રબન્ધ’ રચ્યો હોવાને નિર્દેશ છે, જે હાલ મળતો નથી. ઉપર્યુકત પ્રશસ્તિમાં નિર્દિષ્ટ મહા પ્રબન્ધ” તે આ જ કૃતિ હશે ? - પ્રસ્તુત લેકની બીજી પંકિતમાં શ્રીપાલે પોતાને શ્રી વિરાગ ગતિનાપુ: કહ્યો છે. યશચંન્દ્રકૃત સમકાલીન “મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ નાટકમાં શ્રીપાલને શ્રીfમૂવામિત્રમ (શ્રી સિદ્ધરાજને બાલમિત્ર) હ્યો છે, તેથી પણ એ નિર્દેશનું સમર્થન થાય છે. સિદ્ધરાજે પાટણમાં બાંધેલ સહસ્ત્રલિંગ સરોવર, જેના દર્શનીય અવશેષો આજે પણ નજરે પડે છે, તેના કિનારા ઉપર સફેદ આ રસને એક ભવ્ય કીર્તિસ્તંભ બંધાવ્યો હતો, જે વિષે ગુર્જર રાજપુરોહિત સેમેશ્વરના “કીર્તિકૌમુદી મહાકાવ્યમાં વર્ણન છે કે –
यस्याच्चैः सरसस्तीरे राजते रजतोज्ज्वलः । कीर्तिस्तम्भो नभोगगाप्रवाहोऽवतरन्निव ॥
“જે સરોવરના કિનારે ચાંદી જેવો સફેદ, ઊંચે કીર્તિસ્તંભ શોભે છે ! જાણે આકાશગંગાનો પ્રવાહ નીચે ઊતરતો ન હોય”!
એ સહસ્ત્રલિંગ સરોવરની ૧૦૮ શ્લોકની પ્રશસ્તિ, એક શિલાપદ ઉપર કોતરીને કીર્તિસ્તંભ ઉપર મૂકવામાં આવી હતી. કીત્તિસ્તંભ નાશ પામી ગયે, તે સાથે એક શિલાપદ પણ વિશીર્ણ થઈ ગયો હશે; કેવળ એનો એક ટુકડો, જેમાં થોડાક શ્લોકોના ત્રુટિત અંશો જ મળે છે, તે પાટણમાં વીજળકૂવા નામે મહોલ્લામાંના શિવમંદિરની