________________
અને અલંકારશાસ્ત્ર (કાવ્યાનુશાસન) પ્રસિદ્ધ કર્યા, નવું ગશાસ્ત્ર પ્રગટ કર્યું, નવું તર્કશાસ્ત્ર પ્રમાણમીમાંસા) રચ્યું તથા જિનવર આદિનું નવું ચરિત્ર (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અને પરિશિષ્ટ પર્વ') નિબદ્ધ કર્યું તે હેમચંદ્રાચાર્યે (આપણું) અજ્ઞાન કઈ રીતે દૂર નથી કર્યું ? અર્થાત સર્વ રીતે કર્યું છે.”
પણ આ ટૂંકી પ્રસ્તાવના પછી, મારે હેમચન્દ્રકાલીન ગુજરાતના સાહિત્યિક પરિવેશ વિષે મુખ્યત્વે કહેવું છે. એ સમયનું પાટણ ગુજરાતનું જ નહિ, પશ્ચિમ ભારતનું રાજકીય, વ્યાપારી, સાંસ્કૃતિક અને સાહિત્યિક પાટનગર હતું. ભારતના વિવિધ પ્રદેશના વિદ્વાનો અને કવિઓ અહીં આવતા. બિહણ કવિ કાશ્મીરને હતે. એ કાળના કવિપંડિતોની જેમ, તે પણ વિવિધ પ્રદેશમાં ફરતાં ફરતાં પાટણ આવી, સિદ્ધરાજના પિતા કણ સોલંકીના અમાત્ય સંપકર—શાન્ત મહેતાના આશ્રયે રહ્યો હતો. બિહણે “કણું સુન્દરી' નામે નાટિકા રચી હતી, જે શાન્ત મહેતાના આદેશથી પાટણમાં શાત્યુત્સવગૃહમાં આદિનાથના યાત્રા મહોત્સવ પ્રસંગે ભજવાઈ હતી, એવો ઉલ્લેખ તેની પ્રસ્તાવનામાં છે. કણ સુન્દરી'ની નાયિકા કણે સુન્દરી વિદ્યાધરી છે. કર્ણ સાથે તેના પ્રત્યપ્રસંગ અને અંતે લગ્નનું નિરૂપણ આ નાટિકામાં છે. કર્ણસુન્દરી એ કર્ણાટકની રાજપુત્રી અને સિદ્ધરાજ જયસિંહની ભાવી માતા મયણલ્લા છે એવું સાધાર અનુમાન થાય છે.
અન્ય પ્રદેશમાંથી આવેલો બીજો એક કવિ હરિહર હતો. એ ગૌદેશ હતો, નૈષધીય–ચરિત'ના કર્તા શ્રીહર્ષના વંશમાં થયો હતો અને મંત્રી વસ્તુપાલના સમયમાં ગુજરાતમાં આવ્યો હતે. હરિહરની કવિતાની પ્રશસાનાં અનેક સુભાષિતે મળે છે, જેમ કે –
मुधा मधु मुधा सीधु मुधा कोऽपि सुधारसः ।
आस्वादित मने।हारि यदि हारिहर वचः ॥ - “હરિહરના મનહર વચનને આસ્વાદ કર્યો હોય તો મધ વૃથા છે, મદિરા વૃથા છે, સુધા-અમૃતને રસ પણ વૃથા છે.”
स्ववापाकेन यो वाचां पाक शास्त्यपरान् कषीन् !
कथ हरिहरः सेाऽभूत् कवीनां पाकशासनः ॥ પિતાની વાણીના પાક વડે બીજા કવિઓને જે વાણીને પાક શીખવે છે તે હરિહર કવિઓનો પાકશાસન (ઇન્દ્ર) કેવી રીતે થયો ?,
(પાક એટલે કવિતામાં શબ્દોની અનવદ્ય રચના Best words in best order. એને “શય્યા' પણ કહે છે.)
મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળે એ - વિષેને મારે અંગ્રેજી મહાનિબંધ ૧૯૪૯માં હું તૈયાર કરતો હતો ત્યારે મારા ગાઈડ
સ્વ. પ્રો. રસિકલાલ છો. પરીખે વાતવાતમાં કહ્યું કે “જેની કવિતાની આવી પ્રશંસા મળે છે, તે હરિહરે કઈ સ્વતંત્ર પ્રન્યરચના કરી હોવી જોઈએ.” એ સમયે એવી કઈ