________________
હેમચન્દ્રકાલીન ગુજરાતને સાહિત્યિક પરિવેશ
ડે, ભેગીલાલ જ, સાંડેસરા
(તા. ૬-૧૦-૮૮ના રોજ આપેલું વ્યાખ્યાન) આચાર્ય હેમચંદ્રનો જન્મ સં. ૧૧૪૫માં કાર્તિકી પૂર્ણિમાએ થયો હઈ સં. ૨૦૪૫ની કાત્તિકી પૂર્ણિમાએ એમની નવમી જન્મશતાબ્દિ છે. એમનો જન્મ ધંધુકામાં થયો હતો, પણ એમની કર્મભૂમિ પાટણ હતી. દયાશ્રય” કાવ્યમાં તેઓ લખે છે –
अस्ति स्वस्तिकवद् भूमेधागार नयास्पदम् ।
पुर' श्रिया सदाश्लिष्ट' नाम्नाणहिल पाटकम् ॥ “ભૂમિના સ્વસ્તિક જેવું, નયનીતિનું સ્થાન અને લક્ષ્મી વડે સદા આલિંગિત એવું અણહિલપાટક નામે નગર છે.”
આમાંના વરિત વત્ પ્રયોગ ઉપરથી કેટલાક અભ્યાસીઓ એમ માને છે કે અણહિલપુર પાટણ નગરરચનાની દષ્ટિએ સ્વસ્તિકાકૃતિ હતું. પ્રાચીન સ્થાપત્ય ગ્રન્થોમાં આ પ્રકારના નગરનો ઉલ્લેખ છે. વળી એ નગરના નિવાસીઓ વિષે એ જ કાવ્યમાં આચાર્ય હેમચન્દ્ર કહે છે –
प्राङ् शौयत्तो प्राशारत्रे प्राङशमे प्राङ्शमे समाधिषु ।
प्राङ् सत्ये प्राङ् षड्दर्शन्यां प्राङ्गङग्यामिता जनः ॥ “અહીંના લોકો શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં સમાધિ (શાતિ)માં, સત્યમાં, વડુદર્શનમાં અને (વેદનાં) છ અંગોમાં અગ્રેસર છે.”
પિતાની કર્મભૂમિને હેમચન્ટે આપેલી આ માનાંજલિ, એને ઇતિહાસ જોતાં, અત્યુક્તિપૂર્ણ લાગતી નથી.
- આચાર્ય હેમચન્દ્ર કલિકાલસર્વજ્ઞ' કહેવાય છે, કેમ કે એ સમયે ભારતમાં ખેડાયેલી સર્વ વિદ્યાઓમાં તેમણે નવીન અને પ્રમાણભૂત રચનાઓ કરી તથા તે તે વિષયના ઉત્તમ પાઠવગ્રન્થ આપ્યા. હકીકત સંક્ષેપમાં કહેવા માટે, હેમચંદ્રના લધુવયસ્ક સમકાલીન, મારપાલપ્રતિબોધ'ના કર્તા સેમપ્રભસૂરિને નીચેને બ્લોક ટાંકવો જોઈએ
૪ત્ત વ્યાકરનું નવું વિરચિત છ નવ ટૂંથાયાलकारी प्रथितौ नवी प्रकटित श्रीयोगशास्त्र नवम् । तक: सजनितो नवो जिनवरादीनां चरित्र नव बद्ध येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥
“જેમણે નવું વ્યાકરણ (સિદ્ધહેમશબ્દાનુશાસન') રચ્યું, નવું છંદશાસ્ત્ર (છંદેડનુશાસન') રચ્યું, નવાં કથાશ્રય (સંસ્કૃત થાશ્રય” અને પ્રાકૃત “યાશ્રય–કુમારપાલચરિત)