________________
પાટણના હેમચંદ્રાચાર્યના વર્ણનમાંથી અર્થપત્તિથી કિલ્લાનું અસ્તિત્વ શંકાસ્પદ લાગતું હતું. તે એતિહાસિક પ્રક્રિયાથી પુષ્ટ થાય છે. માટે દુર્ગનું વર્ણન મહાકાવ્યના ભાગરૂપે, સર્ગબદ્ધ રચનાઓ કરનાર કવિઓને મનોવ્યાપાર છે એમ દેખાય છે. કવિઓએ કલ્પનાને યથાર્થતા આપવા માટેના કરેલા પ્રયોગો તેમની બુદ્ધિ માટે માન પ્રેરે છે, પરંતુ તેથી ઇતિહાસ અર્થાત ભૂતકાળમાં ખરેખર શી પરિસ્થિતિ હતી તે બાબત સંશય પેદા કરીને તેનાં અન્વેષણ માટેની જરૂર દર્શાવે છે. આવી પરિસ્થિતિ અન્યત્ર પણ જોવામાં આવી છે. સમગ્ર અણહિલવાડ અને અનાવાડા વિસ્તારમાં રાજગઢી જેવા દુર્ગના બીજા કોઈ પણ અવશેષોનું અસ્તિત્વ જણાતું નથી. અણહિલવાડની મુખ્ય રચનાઓનાં વર્ણનોની સાથે હેમચંદ્રાચાર્ય ત્યાંનાં મંદિરે, દેરાસરે આદિની માહિતી આપે છે.
અણહિલવાડનાં સ્વયંભૂ, શ્રીપતિ, સૂર્ય, શંભુ, સોમ, ષડાનન જેવા દેવોના દેવસ્થાને હોવાની નોંધ હેમચંદ્રાચાર્યો કરી છે, તે બાબત અહીંથી મળતાં શિલ્પો સાક્ષી પૂરે છે. હેમચંદ્રાચાર્યને જમાનામાં પાટણમાં દેરાસરે હતાં. તેનું કેટલુંક વર્ણન તેમણે સંસ્કૃત અને પ્રાકૃત થાશ્રયમાં કર્યું છે. સંસ્કૃત થાશ્રયના ૨૦.૯૮ શ્લેકનાં વર્ણન પ્રમાણે કુમારપાલે પાશ્વત્ય બનાવ્યો તેમાં સફાટિક પાર્વબિંબ હતું અને સ્વર્ણ તથા નીલ ભીંત હોવાની નેંધ કરી છે. સ્વર્ણ કલશ અને નીલભીંતવાળાં આ મંદિરનું પ્રાકૃતમાં બીજા સર્ગમાં વર્ણન છે, તેમાં ૨.૪૬ પર ડમર-નીટ નોળ વિશેષણ હેમચંદ્રાચાર્યનાં અવલોકન તથા તેની પર વિવાદ ઉભો કરે છે.
- સામાન્યતઃ મંદિરનાં બાંધકામમાં પથ્થર વપરાય છે. સ્થાપત્યગ્રંથમાં દર્પણગ્રહ * બાંધવાની વાત આવે છે. આ દર્પણગૃહોની ભીંત આદર્શ અથવા અરીસા જેવી ચળકતી
હોય છે તેથી ચળકાટવાળી આવી ભીતના પથ્થરોને મણિ તરીકે વર્ણવ્યા હોવાની શક્યતા . વિચારી શકાય, આ પાશ્વચેત્ય અથવા કુમારપાલવિહારના અવશેષો મળ્યા નથી તેથી તેને માટે વધુ પ્રયત્ન આવશ્યક છે.
- પાર્શ્વનાથનાં મંદિરની આદર્શ જેવી ભીતે એ વિ. સં. ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ કુમારપાલપ્રતિબોધમાં, પોતાનાં પ્રતિબિંબો જોઈને તેને શેક માનીને પોતાના પતિ પર કોપાયમાન થતી મુગ્ધાઓનાં દર્શન વાચકોને કરાવ્યાં છે. આ દર્પણહનું ચમત્કારિક વર્ણન લેકાભિમુખ બનીને અત્યારે પ્રચલિત સરદારજીની વાત સુધી ટક્યું છે તેની સ્મૃતિ તાજી થાય છે.
પરંતુ હેમચંદ્રાચાર્યે મર-ની-નીજિની નોંધ લીધી છે. તેમાં નીલને અર્થ ભૂર કરવાને બદલે લીલે કર્યો છે તે બાબત વિચારવા જેવી છે. વેદમાં ઈન્દ્રધનુષ્યના રંગનું વર્ણન કરતાં અથર્વવેદના પંદરમા કાંડમાં પ્રથમ સૂક્તમાં નીલ અને લોહિત શબ્દો ભૂરા અને લાલ રંગે દર્શાવે છે ત્યાંથી શરૂ કરીને સંસ્કૃતમાં નીલ શબ્દનો અર્થ ભૂર, કે આકાશ જેવો રંગ રૂઢ થયેલો અર્થ છે. આ અર્થનો અનાદર કરીને હેમચંદ્રાચાર્ય જેવા