________________
આવ્યું છે. તેની પાસેના પથ્થરના બુરજેમાં સોલંકીયુગનાં શિલ્પ આડા અવળાં જડી દીધાં છે. તેથી તેમાં જૂના પથ્થરોનો નવેસરથી થયેલો ઉપગ દેખાય છે, માટે આ કિલ્લે સોલંકીયુગને હવાને સંભવ બાહ્ય અવલોકન પરથી રહેતો નથી.
આ પરિસ્થિતિ સાચી કે પરંપરા સાચી ? એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે રાણીની વાવની ઉત્તરે વ્યવસ્થિત ઉખનન કરવામાં આવ્યું હતું. આ ઉખનનમાં કોટની દીવાલ અથવા સાલ મળી આવી. પરંતુ એ દીવાલ ઊભી કરવા માટે નાખેલા પાયામાં પૂરેલા પથ્થરોમાં મંદિરની દીવાલમાં વિવિધ જગ્યાએ વપરાયેલા પથ્થરો હતા. તેની નીચે ઈ ટેરી મકાનોની ભીંત, કિલ્લાની દીવાલથી જુદી દિશામાં દેખાતી હતી. મંદિરોમાં વપરાયેલા પથ્થરે પાયામાં પૂરીને તથા થાંભલા આદિમાં વાપરીને ઈમારત તથા રસ્તા, પુલ આદિ ભારતમાં બાંધવાની પરંપરા પરદેશી પ્રજાઓનાં બાંધકામોમાં અથવા ભારતીય સંસ્કૃતિમાં ન માનનાર લોકોનાં બાંધકામમાં જોવામાં આવે છે. આ રીતે ભારતીય પરંપરામાં કદાપિ કામ થતું નથી તે જોતાં, પાટણને સૌથી જૂને રાજગઢીને કેટ તેનાં બાહ્ય અવલોકન તથા તેનાં સંપૂર્ણ અન્વેષણની મર્યાદામાં ચૌદમી સદી પહેલાનો કઈ પણ રીતે નથી. તેની નીચેની દીવાલે અહીં તે પહેલાં મકાન હોવાનું સ્પષ્ટ કરે છે. તેથી આ દ્રવ્યાશ્રિત જ્ઞાન, હેમચંદ્રાચાર્ય આદિની પરંપરાની સામે બાધક પ્રમાણ ઊભું કરે છે. તે માત્ર કિલ્લાની વાત આટલેથી અટકતી હતી તે પણ તે ગંભીર ગણાય એવી અર્થ.' ' ઘટનની અવ્યવસ્થા ઊભી કરે છે. તેની સાથે હેમચંદ્રાચાર્યના સંસ્કૃત વાશ્રયના ૧.૨૫ની ગાથામાં પોતાને ગવાક્ષમાં ઊભેલી પુરબ્ધીઓ સરસ્વતીનાં દર્શન કરે છે. એ વર્ણનને પર્વતોપમ દુર્ગનાં વર્ણન સાથે વિસંવાદી ગણવું પડે. જે નગરને કિલે વર્ણન પ્રમાણે ઊંચે હોય તે તેની પાછળનાં મકાને તેનાથી વધુ ઊંચાં હોવાં જરૂરી ગણાય. પરંતુ તે મત ગ્રાહ્ય ન રાખવામાં આવે તે દુર્ગ ન હોય તે હેમચંદ્રાચાર્યનું ૧.૨૫નું વર્ણન વધુ સત્યનિષ્ઠ ગણાય. ' આમ હેમચંદ્રાચાર્યનાં થાશ્રયનાં વર્ણનોની અવ્યવસ્થાને દ્રવ્યાશ્રિત જ્ઞાન સાથે
સરખાવવાથી પાટણને કિલ્લો હોવા બાબતે શંકા પેદા થાય છે. આ શંકાનું સમાધાન રાજકીય ઇતિહાસમાંથી મળતું લાગે છે. પાટણ પર ગઝનીના મેહમુદે તેની સોમનાથની ચડાઈ વખતે આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ પહેલાનું રાજ્ય હતું. ગઝનીનો સામને કરવાને બદલે ભીમદેવે કચ્છ જતા રહેવાનું પસંદ કર્યું હતું.
પાટણને બદલે મોઢેરાએ ગઝનીનાં સૈન્યનો સામનો કર્યાની હકીકત મહમદ ગઝનીના દરબારીઓએ નોંધી છે. તેથી પાટણના સિનિક અને રાજા કરતાં મોઢેરાના મોઢ બ્રાહ્મણે અને વણિકે વધુ પરાક્રમી હોવાને ભાવ પેદા થાય. પરંતુ ભીમદેવ ડરપોક ન હતો, તેથી આ માન્યતા સ્વીકારાય નહીં. આ સંજોગોમાં બીજી પરિસ્થિતિ વિચારવી પડે. આ પરિસ્થિતિમાં પાટણ ખુલ્લું શહેર હોય અને એકાએક દુશ્મન ચઢી આવે તે સ્વબચાવમાં મુશ્કેલી ઊભી થતાં રાજાને ખસી જવું પડે એ યોગ્ય પ્રક્રિયા ગણાય. તેથી ગઝનીને હુમલો, ભીમદેવની પ્રવૃત્તિ અને પુરાવસ્તુનાં દ્રવ્યાશ્રિત જ્ઞાનની એકરૂપતા દેખાય છે. આવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી દેખાય છે.