SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ મદદથી સહસ્ત્રલિંગ બનાવવાની પ્રક્રિયા જાણીતી છે. આવાં લિંગવાળું મંદિર સહસ્ત્રલિંગનું મંદિર ગણાય. રાજગઢી પાસે કદાચ આવું શિવાલય હોય એમ દર્શાવતાં આરસપહાણનાં મંદિરના ભગ્નાવશેષો મળ્યા હતા. તેની સાથે બીજાં ઉપર જણાવેલાં શિવાલયે ધ્યાનમાં લેતાં સહસ્ત્રલિંગ તળાવ પર મુનસરની માફક હજાર દેરી હોવાનો મત નિર્બળ જણાય છે, અને તેથી બીજે મત તપાસવો પડે છે. આ બીજા મત પ્રમાણે સહસ્ત્રલિંગ મહાદેવના શિવાલયવાળું તળાવ સહસ્ત્રલિંગ કહેવાય. આવું એક જ મંદિર આ તળાવ પર હોવાની અણહિલવાડમાં પ્રચલિત પરંપરા કર્નલ ટોડે તેના પશ્ચિમ ભારતના પ્રવાસ દરમિયાન નોંધી છે. તદુપરાંત પાટણમાં અને ઉત્તર ગુજરાતમાં સહસ્ત્રલિંગ બનાવવાની શિલ્પગ્રંથોમાં વર્ણવેલી પદ્ધતિ જાણીતી હતી, તે જોતાં હેમચંદ્રાચાર્યે કરેલાં વર્ણનનું આપણું અર્થઘટન દોષપૂર્ણ છે, એમ સ્વીકારવું પડે તેથી અભયતિલકગણિને તદ્દન સ્પષ્ટ લાગતી વાત પણ કેટલી અસ્પષ્ટ થઈ છે તે સમજાય છે. આ ઉપરાંત સહસ્ત્રલિંગ તળાવ પર દશાવતારી, માતાનાં મંદિરે આદિ હોવાનાં હેમચંદ્રાચાર્યનાં વર્ણનને સરસ્વતીપુરાણ અનમેદન આપે છે. તે પૈકી માતાનું મંદિર સહસ્ત્રલિંગની પશ્ચિમે હોવાનું ત્યાંના અવશેષો દર્શાવે છે. પણ દશાવતારનું મંદિર નષ્ટ થઈ ગયું છે. તેની સાથે કીર્તિસ્તંભો, વિંધ્યવાસિનીનું મંદિર આદિ પણ કાલગર્તામાં સમાઈ ગર્યા છે. સહસ્ત્રલિંગ તળાવનાં યથાર્થ વર્ણન પૂરતાં હેમચંદ્રાચાર્યનાં વર્ણનો મર્યાદિત નથી, પરંતુ પ્રાકૃત થાશ્રયમાં ૫.૬૫ ૫ર તેમણે “મુળા સરળ ઇંસાનું માનું 7 ડિ વિલિં ” જેવું કાવ્યમય વર્ણન આપ્યું છે. ગુજરાતમાં હંસ થતા નથી, અને સહસ્ત્રલિંગ તળાવ પર બગલા, ચમચા જેવાં પંખીઓ હોય એ બાબત સ્વાભાવિક છે. પણ ત્યાં હું માનસ સરોવરને ભૂલી જતા હતા એવાં કથન કાવ્યચમત્કાર સિવાય * વધુ મહત્ત્વ આપવા જેવાં નથી. | હેમચંદ્રાચાર્યનાં અણહિલવાડ પાટણનાં વર્ણનમાં જેમ સ્વસ્તિક અને સહસ્ત્રલિંગનાં અર્થધટનામાં ભેદ દેખાય છે તેવો ભેદ તેમના “સારનાં વર્ણનમાં છે. તેમણે સંસ્કૃત કથાશ્રયની ૧.૧૨ની ગાથામાં ઊંચો ધવલશીર્ષ ધારણ કરતો સર્વતઃ સાલ હતો એવી નોંધ કરી છે. અભયતિલકગણિએ આ ગાથા સમજાવતાં સાલને અર્થ કોટ કર્યો છે અને તેના શીર્ષ પર અનેક ધ્વજ ફરતા હતા એમ દર્શાવ્યું છે. - હેમચંદ્રાચાર્યનાં વર્ણનની માફક સેમેશ્વરે કીર્તિ મુદીમાં પણ પ્રકાર હોવાની વાત નોંધી છે તેથી પાટણ પ્રાકારપરખાયુક્ત નગર હતું એવી સ્વાભાવિક વિચારણા થાય. નવાં પાટણની આજબાજુ દામાજીરાવે કેટ બંધાવ્યો હતો. તે પહેલાં તે ખુલ્લું નગર હોવાનો સંભવ છે. પરંતુ જૂના પાટણને મેરૂતુંગાચાર્યના મત પ્રમાણે ભૂયડે પ્રાકાર બંધાવ્યું હોવાની માન્યતા છે, તેથી પાટણને નવમી સદીમાં કિલ્લેબંદ કરવામાં આવ્યું હોવાની વાતને પરંપરાનો ટેકો છે. - આ પરંપરાગત માન્યતા અનુસાર પાટણમાં રાજગઢીના કિલ્લાને જૂને દુર્ગ ગણવામાં આવે છે. આ દુર્ગને પૂર્વાભિમુખ દરવાજો પૂરી દઈને ત્યાં ભદ્રકાલીનું મંદિર બનાવવામાં
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy