________________
. . હેમચંદ્રાચાર્યનાં સરસ્વતીનાં ભૂગોળ અને કાવ્યતત્ત્વમિશ્રિત આ વનની સરખામણીમાં નગરના સીમાડાનું વર્ણન વધુ યથાર્થ છે. તેમણે “દિવેિન્દ્રાં , રસવુચિ વીડધ: જે કથાવિમિડ્યાર નિવેવ્યન્ત વદિમ્a: ” ૧.૨૬ જેવું પાટણ બહારનાં ગોચરનું જે વર્ણન આપ્યું છે તેમાં ઘણો અલ્પ ફેરફાર થયો છે. " હેમચંદ્રાચાર્યનું સિદ્ધરાજ જયસિંહના ઈષ્ટાપૂર્ત કર્મની સાક્ષીરુપ સહસ્ત્રલિંગ તળાવનું વર્ણન રોચક તથા કેટલુંક વિવાદાસ્પદ છે, તે બાબત તપાસ કરવાની જરૂર છે. હેમચંદ્રાચાર્ય સહસ્ત્રલિંગ તળાવને ૧૫.૧૧૪ માં મહાસર કહે છે. આ મહાસર , શિ૯૫ગ્રંથનું લાક્ષણિક નામ છે. ગળાકાર ઘાટનાં તળાવને મહાસર કહેવાય એ અપરાજિત પ્રછાનો મત હેમચંદ્રાચાર્યના વિધાનનું સમર્થન કરે છે. પરંતુ તેનું વિગતવાર અધ્યયન તેના સ્વરૂપ માટે મતભેદ ઊભો કરે છે. - સહસ્ત્રલિંગ તળાવ પ્રથમ નજરે ગોળાકાર હોવાનું દેખાય છે. પરંતુ તેની પાળનું સ્વરૂપ તેને ચોરસ જેવું રૂપ આપે છે, તેથી તેનાં સ્વરૂપ બાબત ચર્ચા થઈ હતી. તેની તપાસને અંતે તે પાંચ ખૂણાવાળું તળાવ હોવાનું સમજાયું છે. તેથી આ મહાસર તેની શાબ્દિક વ્યાખ્યા સાથે સંપૂર્ણ મેળ ખાતું નથી. - તદુપરાંત હેમચંદ્રાચાર્યો તળાવની પાસે સત્રશાળાઓ બંધાવી હોવાનો નિર્દેશ કર્યો છે. આ સત્રશાળાઓની ઈમારતો નષ્ટ થઈ ગઈ હોવાથી તે બાબત વિશેષ અધ્યયન થઈ શક્યું નથી.
હેમચંદ્રાચાર્યનાં સહસ્ત્રલિંગ તળાવના વર્ણનમાં તેમણે “મેઃ સહસ્ત્રનો જાયતાનિ સાસ્તરે ૧૫.૧૧૭ જેવી ઉક્તિ વાપરી છે. આ ઉક્તિને આધારે સહસ્ત્રલિંગ તળાવને કાંઠે એક હજાર ને આઠ નાનાં મોટાં શિવાલય હોવાની માન્યતા વિકસી છે અને તેને જેમ્સ બર્જેસ અને કઝીન્સ જેવા લેખકે એ સમર્થન આપ્યું છે. આ માન્યતા ઘણી પ્રબળ છે.
પરંતુ સહસ્ત્રલિંગ તળાવની પુરાવસ્તુઓ આ માન્યતાને સર્મથન આપતી નથી. ત્યાં . વિરમગામના મુનસર તળાવની માફક નાની દોરીઓને અભાવ છે, તેથી સંશય પેદા થાય છે કે હેમચંદ્રાચાર્યે આપેલું વર્ણન કપલ કપિત છે કે આપણે તેનું અર્થઘટન બરાબર કર્યું નથી ?
સદભાગ્ય સહસ્ત્રલિંગ તળાવ માટે સરસ્વતીપુરાણમાં વર્ણન આપ્યું છે તેની મદદથી હેમચંદ્રાચાર્યનાં વાક્યનું અર્થઘટન કરવાથી નવી દૃષ્ટિ ઉઘડે છે. સરરવતી પુરાણને આધારે સહસ્ત્રલિંગ તળાવ પર કૃપ, કુરુક્ષેત્ર, પ્રભાસ આદિ શેવતીર્થોની સાથે સહસ્ત્રલિંગ મહાદેવનાં મંદિરનું અસ્તિત્વ હતું. આમ આ તળાવ પર શૈવતીર્થો ઘણાં હતાં.
શિવનાં મંદિરોમાં સહસ્ત્રલિંગની સ્થાપના અને બનાવટ માટેની માહિતી ભેગી કરતાં રાજલિંગ અથવા ઘટિત લિંગના વિવિધ પ્રકારે પૈકી એક સહસ્ત્રલિંગનો પ્રકાર દેખાય છે. આ શિવલિંગ બનાવવા માટે, પૂજા ભાગ પર ૯૧ – ૧૧ રેખાઓ દેરીને તેની