________________
આ મંદિરની સરખામણીમાં વનરાજનો રાજનિવેશ અપજીવી હતું, કારણ કે હેમચંદ્રાચાર્યના વખતમાં તેને ત્રણ કરતાં વધારે વર્ષો થવા આવ્યાં હતાં અને તેથી તેને બદલે દલભરાજે સપ્તભૂમિક રાજમહેલ તેની સાથે વ્યયકરણશાળા, હસ્તિશાળા, ઘટિકાગ્રહ આદિ બંધાવ્યાં. આ કામથી જૂના રાજમહેલનું સ્વરૂપ બદલાઈ ગયું હશે. દુર્લભરાજનો દશમી સદીમાં તૈયાર થયેલો આ રાજમહેલ ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહના વખત સુધી રહ્યો હતો કે તેમાં ફેરફાર થયા હતા એ પ્રશ્ન અનુત્તર રહે છે.
ભીમદેવના વખતમાં બંધાયેલી રાણી ઉદયમતીની વાવ તથા તેણે બંધાવેલા ત્રિપુરુષ - પ્રાસાદ આદિ હેમચંદ્રાચાર્યના વખતમાં અસ્તિત્વ ધરાવતા હતા. હેમચંદ્રાચાર્યે દુર્લભરાજે બંધાવેલા દુર્લભસરને સિદ્ધરાજે કરાવેલ જીર્ણોદ્ધાર, તથા કુમારપાળના વખતમાં બંધાયેલા કુમારપાલેશ્વર, કુમારવિહાર આદિ તેમનાં જીવન દરમિયાન થયેલાં કાર્યો નિરખ્યાં હશે.
હેમચંદ્રાચાર્યે અણહિલવાડ પાટણનાં પિતાના વખતમાં થયેલાં મોટાં ઈષ્ટાપૂર્તનાં કાર્યની સારી નોંધ સંસ્કૃત વાશ્રયના પંદરમા સર્ગમાં લીધી છે. પરંતુ બાળ સિદ્ધરાજ જયસિંહને તેઓ સરસ્વતી નદીને કાંઠે રમત હોવાનું દર્શાવે છે, તે સૂચક હકીકતો સરસ્વતીપુરાણમાં નાંધેલી વાત સાથે મેળ ખાતે હોય તેમ લાગે છે. સિદ્ધરાજ જયસિંહે સુકાઈ ગયેલુ તળાવ જોયું હતું અને તે દુર્લભસરનો જીર્ણોદ્ધાર જયસિંહે કરાવ્યો હતો. એ માહિતી પરથી સિદ્ધરાજના બાલ્યકાળ પહેલાં આ દુર્લભસરની પરિસ્થિતિ કંઈક બરાબર ન હોય તેથી જયસિંહને બાળપણમાં હેમચંદ્રાચાર્ય સરસ્વતી તટે રમતો બતાવે છે. - આ સરસ્વતી તટનું હેમચંદ્રાચાર્યનું વર્ણન કાવ્યમય છે. તેમણે સંસ્કૃત થાશ્રયમાં આ વર્ણન આ પ્રમાણે આપ્યું છે.
रोदस्या पावयत्येनो लवन्या वाग्निनायिनी । श्रव्येति ब्राह्मत्र गव्या नव्या जला नदी ॥१.२३॥
. આ શ્લોક એકલો જોવામાં આવે તે તે પૌરાણિક સરસ્વતીને હોવાનું લાગે. અભયતિલકગણિ તેની બ્રહ્માની પુત્રીની વાત પરથી તેને કાંઠે મોટાં તીર્થો હોવાનું અને વડવાનલને સમદ્રમાં લઈ જતો હોવાનું કહે છે તેથી તે સાંભળવા યોગ્ય ચરિત્રવાળી શ્રવ્ય તથા સુસ્વાદ, ઠંડા, શુભ પરિણામ આદિવાળી ગાયને ઉપકારી પાણીવાળી અને અગાધજલને લીધે નાવ કે તરી ચાલે તેવી નદીને લીધે નગરની પવિત્રતા દર્શાવી અને ત્યાં નિર્દોષ જલની પ્રાપ્તિની વાત કહી છે એમ નોંધે છે.
સરસ્વતી નદીને દક્ષિણ કિનારે આવેલા અણહિલપુરની ભૌગોલિક યથાર્થતાની સાથે નદીના નામની સમાનતાનો હેમચંદ્રાચાર્યે યોગ્ય ઉપયોગ કરીને માત્ર વધારે વરસાદ પડે તેવાં ચોમાસાં સિવાય પાણી વિનાની કે બહુ ઓછાં પાણીવાળી સરસ્વતીનાં હેમચંદ્રાચાર્યનાં કવિત્વમય વણને ક. મા. મુન્શીને નદીના ઓવારે આવતી નાવનું વર્ણન કરવા તેમની નવલકથામાં પ્રેરણા આપી તથા રસિકલાલ પરીખને “નવ્યા એટલે નાવને ગ્ય એવી હશે ?” એવા અભૌગોલિક પ્રશ્ન તરફ પ્રેર્યા.