SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમે અનાવાડા વિસ્તારમાં હતું. આ અનાવાડા શબ્દ જૂના અણહિલવાડનું સૂચન કરે ? છે અને તેની સાથે સ્થળ–તપાસ કરવામાં આવે તે આ વિસ્તારમાં જૂના અવશેષો મળતા દેખાય છે. ' પાટણના આ વિસ્તારમાં ભદ્રકાલીન કોટ, રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, તથા જૂના નગરના ભગ્નાવશેષો પહેલા છે. આ સમગ્ર અવશેષોનો વિસ્તાર ચાવડા અને સોલંકી વંશનાં નગરને છે, તેની તપાસ કરતાં તે અષ્ટાશ્ર દેખાતો નથી. તેથી પાટણ અાશ્ર અર્થાત સ્વસ્તિકાકાર નગર હોવાની ક૯૫ને નિરાધાર દેખાય છે. તેથી અભયતિલકગણિ તથા પૂર્ણકલશગણિની નેંધ વધુ વિશ્વસનીય દેખાય છે. પરંતુ હેમચંદ્રાચાર્યે પિતાના શ્લોકમાં સૂચક રીતે અણહિલ–પાટક શબ્દનો પ્રયોગ ર્યો છે, અને ત્યાં તેમણે પાટણ કે પત્તન જેવો શબ્દ વાપર્યો નથી તે બાબત વિચાર કરતાં પાટણ અને પાટક વચ્ચે તેમણે ભેદ જોયો હોવાનું અનુમાન થાય છે. પાટણ અથવા. પત્તન કે પટણા ભોજરાજાએ સમરાંગણુસૂત્રધારમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે રાજાનો ઉપનિવેશ કે ઉપ-સ્થાન ગણાય છે, અર્થાત્ બીજુ નગર ગણાય. વનરાજ માટે આ વ્યાખ્યા કદાચ સાચી ગણાય. પરંતુ ચૌલુક્યો માટે અણહિલવાડ અથવા અણહિલપાટક રાજધાની હતું. હેમચંદ્રાચાર્ય તેથી તેને “પાટક' કહે છે, તેથી તેના રાજનિવેશની ફરતે વાડ હોવાનું સૂચન થઈ શકે. હેમચંદ્રાચાર્ય પાટક કહે છે તેને મળતો શબ્દ અણહિલવાડ કે અનાવાડા છે. જ્યારે પાટણ કે પત્તન એ શબ્દનો સ્વીકાર હેમચંદ્ર પછી થયો હોય એમ લાગે છે. આ શબ્દ વનરાજના સન્નિવેશનું ગ્ય સ્વરૂપ દર્શાવતો હોય એમ અનુમાન થઈ શકે છે. અભયતિલકગણિ અને પૂર્ણ કલશગણિએ વનરાજે નવું નગર વસાવ્યું તે માટેની પરંપરાની નોંધ કરતાં જણાવ્યું છે કે વનરાજે નવું નગર વસાવવાને માટે જમીનની તપાસ કરવા માંડી ત્યારે અરણ્યમાં ગાયો ચારનાર અણહિલ નામના ગેપાલકે તેમને વિચાર જાણીને એક જગ્યાએ શિયાળે બળવાન કુતરાને નિર્ધાત કર્યો હતો તે સ્થળ બતાવ્યું હતું. ત્યાં વનરાજે અણહિલના નામ પરથી પિતાને રાજ-નિવેશ કર્યો એવી અનથતિ નોંધી છે. તેમાં વનરાજનો આ પિલુડીનાં વૃક્ષ પાસે રાજ-નિવેશ એ રાજમહેલનો વિસ્તાર હોવાનું સમજાય છે અને તેથી તેનું સૂચક નામ “વાડ” “વાડા' કે પાટક અથવા “પાડા’ પદાન્તવાળું છે. તેને વિકાસ થયા પછી પાટકનું પાટણમાં રૂપાંતર કરવાના પ્રયત્નો થયા હોય એમ લાગે છે. આ અણહિલવાડને ઇતિહાસ મેતુંગાચાર્યો આપ્યો છે, તેમાં અણહિલને ગોપાલકને બદલે ભારૂયાડ અથવા ભરવાડ કહ્યો છે, તથા શિયાળને બદલે સસલાએ કુતરાને ત્રાસ પમાડવાની વધુ આકર્ષક કથા રજૂ કરી છે. મેરૂતુંગાચાર્યને પ્રબંધચિંતામણિને આધારે તેમાં વનરાજે બાધેલું કસ્ટકેશ્વરી, યોગરાજનું ભટ્ટારિકાદેવી, ભૂયડનું ભૂયડેશ્વરપ્રાસાદ, મૂલરાજની મૂલરાજ વસદિકા, મૂંજાલ પ્રાસાદ, તથા બીજા રાજવીઓના ત્રિપુરૂષ પ્રાસાદ, ચંદ્રનાથદેવ, ચાચિશ્વર આદિ દેવસ્થાનેવાળું પાટણ હેમચંદ્રાચાર્યું જોયું હશે. ,
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy