________________
પામેલું હતું તથા ભૂમિ અને સાગર તેમજ આકાશનાં ક્ષેત્રના અલંકારરૂપ હતું એમ દર્શાવવા માટે જેમ ઘરે, વાડ આદિને સ્વસ્તિક વડે અલંકૃત કરવામાં આવે છે તેમ ભૂમિનું ભૂષણ હતું એમ જણાવ્યું છે.
આ વિ. સં. ૧૩૧૨-૧૩૭૭ વચ્ચે થયેલા અભયતિલગણિના અર્થઘટનને વીસમી સદીમાં માત્ર કલ્પનાને બળે રસિકલાલ પરીખે બદલ્યું છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીની વ્યાખ્યાન શ્રેણીમાં ગુજરાતની રાજધાનીઓની ચર્ચા કરતી વખતે હેમચંદ્રાચાર્યના શ્લોકનો અર્થ કરતાં “ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માગાર, નયસ્થાન અને શ્રીથી સદા આશ્લિષ્ટ એવું પુર નામે અણહિલપાટક” એમ જણાવીને અભયતિલકગણિના શબ્દોનું રૂપાંતર કર્યું છે અને પછી નોંધ કરી છે કે “આ વિશેષણ વસ્તુસ્થિતિમાંથી ઉદ્ભવેલાં હોય કે નહીં નાગરક મનનો આદર્શ સૂચવનારાં તો છે : ધર્મ, નય અને શ્રી અને તેથી જ સ્વસ્તિક જેવું મંગલભૂષણ! આમ અભયતિલકગણિનો અર્થ સ્વીકારીને પોતાની કલ્પના ઉમેરી છે. પાટણને સન્નિવેશ પણ સ્વસ્તિક આકારને હશે એમ પણ આ વિશેષણ સૂચવે છે.
માનસાર ગ્રામ આકારના જે પ્રકાર આપે છે તેમાં સ્વસ્તિકને વિષે કહ્યું છે કે તે આકારને સન્નિવેશ ભૂપને યોગ્ય છે જે આપણે બીજા વ્યાખ્યાનમાં જોઈ ગયા છીએ.” (ગુ. રા. વ્યા. ૫)
આ અર્થધટન પ્રથમ નજરે અણહિલવાડનાં સ્વરૂપસૂચક હોવાનું લાગે, તેમાંથી બે મુદ્દા ઉપસ્થિત થાય. પ્રથમ મુદ્દામાં હેમચંદ્રાચાર્યે તેને સ્વસ્તિકસ્વરૂપ માન્યું હતું. અથવા બીજા મુદ્દા પ્રમાણે રસિકલાલ પરીખે તેની તપાસ કરીને અર્થઘટન કર્યું હોય. બીજા મુદ્દાની તપાસ માટે આપણા સ્થાપત્ય અને શિલ્પ ગ્રંથમાં સ્વસ્તિક આકાર એટલે અષ્ટકોણ આકૃતિ એવો અર્થ વ્યાપક રીતે માનસાર, અપરાજિતપૃચ્છા આદિમાં સ્વીકાર્યો છે તે ધ્યાનમાં લેવો જોઈએ. તે બાબત તપાસ કરતાં અણહિલવાડનો વિસ્તાર ઉત્તરદક્ષિણ વધુ તથા પૂર્વ-પશ્ચિમ મર્યાદિત હતું એવું વિધાન થઈ શકે એમ છે, પરંતુ , તે અણહિલવાડ અત્યારનું પાટણ નથી એ સ્પષ્ટ કરવું હિતાવહ છે.
આજનું કિલ્લેબંદ પાટણ નવું પાટણ છે. સ્થાનિક સાધનોની તપાસ પરથી શ્રી કનૈયાલાલ ભા. દવેએ તે નવું હોવાનું સિદ્ધ કર્યું છે. હેમચંદ્રાચાર્યના કાલધર્મ પામ્યા પછી આશરે સવાસો વર્ષ પછી તેને વિકાસ થયો છે. તેને કિલ્લો અઢારમી સદીમાં બંધાયો. તે કિલ્લો પણ અષ્ટાત્ર નથી. તેથી નવું પાટણ સ્વસ્તિકાકાર નથી એ સ્પષ્ટ વાત છે. માનસારનાં ગામોની રચનામાં બસો એક દંડથી બે હજાર એક દંડ સુધીના ચોરસ નગરને સ્વસ્તિક કહ્યું છે (૯ અધ્યાય). અને તેના રેખાંકનમાં તે તેવું બતાવ્યું છે. માનસારની આ વ્યાખ્યા પાટણને લાગુ પડે તેમ નથી, તેથી રસિકલાલ પરીખની કલ્પના માનવા માટે બાધક પ્રમાણે ઘણાં છે. હેમચંદ્રાચાર્યું કર્યું પાટણ જોયું હશે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉપસ્થિત થાય. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે પાટણની લોકકથા અને સ્થળનામ પર આધાર રાખવો પડે. પાટણની મૌખિક પરંપરા પ્રમાણે જૂનું પાટણ હાલના પાટણની