________________
હેમચંદ્રાચાર્યના અક્ષરદેહમાં તેમનાં વ્યાકરણ સિદ્ધહેમ અને તેના નિયમ સમજાવવા માટે લખેલાં થાશ્રય સંસ્કૃતના વીસ સર્ગો તથા પ્રાકૃત થાશ્રય અથવા કુમારપાલચરિતનાં મહાકાવ્યો છે. તેમનાં બીજાં લખાણોમાં પાટણનું વધારે વર્ણન જોવા મળતું નથી.
હેમચંદ્રાચાર્યે આપેલા વર્ણને પછી પાટણની નોંધ પ્રભાવચરિત્ર, વિવિધતીર્થકલ્પ, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, કુમારપાલચરિત આદિ ગ્રંથમાં તથા ફારસી ગ્રંથોમાં કેટલીક વિગતે નોંધાયેલી મળે છે. પાટણના સહસ્ત્રલિંગ તળાવ માટે સરસ્વતીપુરાણ મહત્ત્વની : સાધનસામગ્રી પૂરી પાડે છે.
પરંતુ પાટણ જોયા સિવાય એનાં કાલ્પનિક વર્ણન ક. મા. મુન્શીની નવલકથાઓમાં દેખાય છે. પરંતુ તેનાં સ્થળોની તપાસમાં રામલાલ ચુનિલાલ મોદી, હીરાનંદ શાસ્ત્રી જેવા કાર્યકર્તાઓએ ઘણું કામ કર્યું છે. જ્યારે સમગ્ર સાહિત્યનું અવલોકન કરીને તેના પરથી રસિકલાલ પરીખ તથા ભેગીલાલ સાંડેસરાએ મહત્ત્વનું કામ કર્યું છે. '
- આ લખાણોથી ઉત્પન્ન થયેલા ઘણું પ્રશ્નોના નિરાકરણ માટે રામલાલ ચુનિલાલ મોદી, હીરાનંદ શાસ્ત્રીની માફક સ્થાનિક તપાસ કરીને યાશ્રિત જ્ઞાન–સાધના દ્વારા શિષ્યોની તપાસ હો હરમાન ગોએલ્સે અને ત્યારબાદ આ વક્તાએ કરી હતી. તેમાં સ્થળતપાસ તથા ઉત્પનને મહત્ત્વનાં સાધનો હતાં. તેથી મળેલી માહિતીનું સાહિત્ય સાથે સંક્લન કરવાની પ્રક્રિયા દ્વારા હેમચંદ્રાચાર્યના યુગને અણહિલવાડને તપાસવાનો પ્રયત્ન કર્યો છે.
હેમચંદ્રાચાર્યે સંસ્કૃત કથાશ્રયના પ્રથમ સર્ગમાં ૧૩૦ શ્લોકમાં અને પ્રાકૃત દયાશ્રયમાં ૨૬ શ્લોકમાં એમ ૧૫૬ શ્લેકમાં વ્યવસ્થિત વર્ણન કર્યું છે. તદુપરાંત પૂર્તકાર્ય માટે તૈયાર થયેલાં સહસ્ત્રલિંગનું આઠેક શ્લોકનું વર્ણન છે તથા દેરાસર, શિવાલય આદિની નોંધ છે. પ્રાકૃત થાશ્રયમાં બીજા સર્ગમાં કુમારપાલ પૂજા કરે છે તે પ્રસંગના વર્ણનમાં દેરાસરની કેટલીક બેંધ છે. આ સાહિત્યનાં વર્ણને મુખ્યત્વે મહાકાવ્યનાં કોવ્યસ્વરૂપને ધ્યાનમાં રાખીને થયાં હોય એમ સ્પષ્ટ થાય છે. આ મહાકાવ્યનાં સ્વરૂપ માટે દંડીના કાવ્યાદર્શની વ્યાખ્યા હેમચંદ્રાચાર્યની નજર સમક્ષ હોય એમ દેખાય છે. હેમચંદ્રાચાર્યે અણહિલવાડ માટે થાશ્રયોમાં સંસ્કૃત અને પ્રાકૃત વર્ણને આ પ્રમાણે આપ્યાં છે. ..... अस्ति स्वस्तिकवद्भूमेधागार नयास्पदम् ।
पुर श्रिया सदा लिष्ट - नाम्नाणहिलपाटकम् ॥१.४॥ अत्थि अणहिल्ल नगर अन्ता वेई समाइ निव निचि ।
सत्ताविसइ-मुक्तिअ भूसिअ जुवइ जण पइ हरय' ॥१.२॥ હેમચંદ્રાચાર્યને સંસ્કૃત થાશ્રય કાવ્યનું અર્થઘટન અભયતિલકગણિએ કર્યું છે. તેમાં તેમણે અણહિલપુર કેવું હતું એ પ્રશ્ન પૂછીને ધર્મ અને ધમને અભેદ દર્શાવીને ધર્મવત આગાર અર્થાત્ ઘરે હતાં, ન્યાયપૂર્ણ સ્થાન હતું તથા શ્રી અર્થાત ધન, ધાન્ય, ક્રિપદ, ચતુષ્પદ પ્રાણ આદિ સમૃદ્ધિવાળું હતું. તેથી લક્ષ્મીદેવતાથી આશ્લિષ્ટ અથવા આશ્રય