________________
હેમચંદ્રાચાર્ય અને અણહિલવાડ પાટણ
૨. ના. મહેતા
(તા. ૪-૮-૧૯૮૮ ના રોજ આપેલું પ્રવચન). પ્રાસ્તાવિક
ધંધુકામાં (વિ. સં. ૧૧૪૫–૧૦૮૯ ઈ. સ.) જન્મેલા ચાંગદેવની દીક્ષા પ્રભાવક ચરિત્ર અનુસાર વિ. સં. ૧૧૫૦ અને પ્રબંધચિંતામણી મુજબ વિ. સં. ૧૧૫૪– માં થઈ. બાળક ચાંગદેવને અને તેમના ગુરુ દેવચંદ્રસૂરિને તત્કાલીન શ્રાવક ઉદયન મંત્રીની ઘણી મદદ હતી. પાહિણી અને ચાચિગના આ પ્રભાવશાળી પુત્રની દીક્ષા પ્રભાવક ચરિત અનસાર સ્તંભતીર્થમાં થઈ, પ્રબંધચિંતામણીમાં ગુરુદેવચંદ્ર, બાળક ચાંગદેવ અને તેમની શોધમાં નીકળેલા ચાચિગને કર્ણાવતી આવતા દર્શાવે છે. તેથી પ્રભાવકચરિતનું સ્તંભતીર્થ -કયું એ વિદ પેદા થાય છે. સામાન્ય અભિપ્રાય સ્તંભતીર્થને સુપ્રસિદ્ધ ખંભાત અંદર ગયો છે. પરંતુ કર્ણાવતીમાં જ સ્તંભતીર્થ હતું એ શિલાલેખને અભિપ્રાય જોતાં. તેમજ વિ. સં. ૧૧૫૦ માં ઉદયન મંત્રી બન્યા હોય એમ માનવા માટે શંકા ઊભી થાય તેવા સંજોગો છે, કારણ કે આ વર્ષોમાં કર્ણનું રાજ્ય હતું અને તેની લશ્કરી છાવણીમાં ઉદયનનો વેપાર ધંધો હતો. તેણે અહીં ઉદયનવિહાર બંધાવ્યો હતો. કર્ણાવતીમાં ઉદયનનો અભ્યદય થતો હતે તે સમય ચાંગદેવની દીક્ષાનો હતો, તે વખતે વિ. સં. ૧૧૪૫ માં સિદ્ધરાજ જયસિંહ બાળક તરીકે અણહિલવાડની ગાદી પર બેઠો હતો એ યોગાનુયોગ બનાવ હતો. અણહિલવાડમાં હેમચંદ્ર
- ચાંગદેવ સેમચંદ્ર થયા અને તેના વિદ્યાભ્યાસ બાદ અણહિલવાડમાં જયસિંહ સિદ્ધરાજના વખતમાં વધુ સમય રહેનાર યતિ હેમચંદ્રાચાર્યની વિદ્યા-ઉપાસનાને સિદ્ધહેમ વ્યાકરણ લખતી વખતે વધુ બળ મળ્યું હોવાનો મત સ્વીકારવા જેવો છે. પરંતુ હેમચંદ્રાચાર્ય પાટણમાં ક્યારે આવ્યા, તથા ત્યાં તેમના વસવાટ દરમિયાન પાટણની કેવી સ્થિતિ હતી આદિ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેને વિચાર કરવા માટેનાં સાધને તપાસવાં પડે છે.
અણહિલવાડ પાટણના ઈતિહાસ માટે, બીજા કોઈ પણ નગરના અધ્યયનને માટે જે સાધન હોય છે તે જ લિખિત, મૌખિક અને પારિભોગિક સાધને તપાસવાની જરૂર પડે.
આ દષ્ટિએ તપાસતાં કદાચ પાટણને સૌથી જૂને ઉલેખ નહાવાલાને અબુ, રિહાં ઇસી આદિને ગણાય. અગીયારમી સદીના પ્રારંભના નામમાત્રના આ ઉલ્લેખ
છે. ત્યાર બાદ પાટણનાં મહત્ત્વનાં વર્ણને યશ હેમચંદ્રાચાર્યને ફાળે જાય છે.