________________
પચાસ વર્ષની પ્રૌઢ વયે ગાદીએ બેઠેલા કુમારપાલ હવે ૮૦ વર્ષના થવા આવ્યા, જ્યારે હેમચંદ્રાચાર્ય ૮૪ વર્ષના થયા. આચાર્ય કાલધર્મ પામવાની તૈયારીમાં હતા ત્યારે કુમારપાલ ઘણો વિલાપ કરવા લાગ્યા. તે આચાર્ય કહે, “તારા ભક્તહૃદયમાં કેતરાઈ ગયા જેવો હું સ્વર્ગે જઈને પણ તારાથી પૃથફ નહિ રહું.' કાલધર્મ અંગીકાર કરતાં આચાર્ય પિતાને કૃતકૃત્ય માનતા:
राजा लुठति पादाने, जिह्वाग्रे च सरस्वती ।
श्रियेऽस्तु शश्वत् स श्रीमान हेमसूरिन वः शिवः ।। (જેના પાદરે રાજા આળોટતા હોય છે જેના જિવા સરસ્વતી રહેલાં હોય તે હેમસૂરિ નવા શિવ જેવા શ્રેયસ્કર હતા.) ગુરુના વિરહમાં રહેલા રાજા કુમારપાલ પણ ગુરુના પછી છ મહિનામાં મૃત્યુ પામ્યા.
नाभू-न भविता चात्र हेमसूसिमो गुरुः ।
श्रीमान् कुमारपालश्च जिनभक्तो महीपतिः ॥ જિનમંડનગણિ કહે છે કે હેમસૂરિ સમા ગુરુ અને કુમારપાલ સમા જિનભક્તિ રાજવી થયા નથી ને થશે નહિ. - આમ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ જેવા સમકાલીન રાજવીએના ધાર્મિક તથા સાંસ્કૃતિક જીવનમાં ભારે પરિવર્તન આણ્યું એટલું નહિ એ રાજવીઆની ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા આજ્ઞાઓ દ્વારા સમસ્ત ગુજરાતના સમકાલીન પ્રજાજીવનમાં વત્તેઓછે અંશે ગણનાપાત્ર પ્રભાવ પ્રસાર્યો. આ આચાર્યો પિતાના અન્ય શિષ્યો-સાધુઓ તથા શ્રાવકે પર તેમજ અમાત્યો, શ્રેષ્ઠીઓ અને ભાવિક શ્રોતા જનો પર પણ પિતાના ધર્મોપદેશ તથા આચારવિચાર દ્વારા એવી ધાર્મિક તથા સાંસ્કૃતિક અસર કરી હોવી જોઈએ. બારમી સદીમાં ગુજરાતના આ પ્રભાવક સૂરિએ ભારતભરના સાહિત્યિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું. ધર્મ, દર્શન, કાવ્યો, ચરિતે, સ્તુતિઓ, શબ્દશાસ્ત્ર, શબ્દકોશ, છન્દઃશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર ઇત્યાદિ અનેકાનેક વિષયોની રચનાઓમાં રહેલા અક્ષરદેહ દ્વારા આચાર્ય હેમચન્દ્રસૂરિ ભારતની પ્રાચીન વિરલ વિભૂતિઓમાં અદ્યપર્યત અગ્રિમ સ્થાન ધરાવે છે. "