________________
બકરાની બલિ બંધ કર્યા ને માંસાદિના વેચાણથી થતી જેઓની આજીવિકા બંધ થતી હતી તેઓને ત્રણ વર્ષનું ધાન્ય આપ્યું. રાજાએ અમારિ ઘોષણામાં ફરમાવ્યું કે જે કઈ જીવોને હણશે તે રાજદ્રોહી થશે. આ ફરમાનના અમલની ખાતરી કરવા રાજા ગુપ્તચરેને મોકલતા. કુમારપાલે ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ આદિ ૧૮ દેશોમાં જીવદયા પ્રસારી. કુમારપાલને પોતાના અનેક અભિલેખ મળ્યા છે, એમાં અમારિ–ઘોષણાને લગતે એકે ય લેખ મળ્યો નથી. પરંતુ કુમારપાલના એ સામંતોના અભિલેખમાં અમારિ-શાસનના ઉલ્લેખ છે. તે આ સંદર્ભમાં નોંધપાત્ર છે. આ બંને અભિલેખ રાજસ્થાનમાં મળ્યા છે. કેરામાંથી મળેલા વિ. સં. ૧૨૦૯ના શિલાલેખમાં મહારાજ આલણદેવ ફરમાવે છે કે અષ્ટમી, એકાદશી અને ચતુર્દશી જેવા પર્વદિનેએ જીવોનો વધ કરવો કે કરાવવો નહિ: આ અમારિ–શાસનનો ભંગ કરનારને અમુક અમુક શિક્ષા થશે. રતનપુરમાંથી મળેલા શિલાલેખમાં જણાવ્યું છે કે મહારાણી ગિરિજાદેવી બંને પક્ષની એકાદશીએ તથા ચતુદશીએ તેમજ અમાવાસ્યાએ જીવને અમારિદાન કરે છે; આ શાસનનો ભંગ કરનારનો ચાર દ્રમ્મ દંડ થશે. આ બે શાસન કુમારપાલના અમારિ–શાસનની સ્પષ્ટ અસર સૂચવે છે તે પ્રબંધગ્રંથોમાં તથા ચરિતગ્રંથોમાં જણાવેલા કુમારપાલે કરાવેલી અમારિ– ઘોષણના વૃત્તાંતને સમર્થન આપે છે. કુમારપાલની હિંસાદિ વ્યસનના સાર્વજનિક નિષેધની આ પ્રવૃત્તિએ ગુજરાતની સમકાલીન પ્રજાના સાંસ્કૃતિક જીવનમાં કેટલી વિપુલ અને પ્રબળ અસર કરી હશે ! કુમારપાલની અમારિ ઘોષણા આપણને સ્વાભાવિક રીતે મૌર્ય રાજા અશોકના શિલાલેખ નં. ૧માં જણાવેલ જીવહિંસાનિષેધનું સ્મરણ કરાવે છે. અલબત્ત અજમેર, માળવા અને કોંકણુ જેવા પ્રદેશો પર યુદ્ધ દ્વારા વિજય પ્રાપ્ત કરનાર કુમારપાલે યુદ્ધમાં થતી હિંસાને અનિવાર્ય ગણી હશે. આટલા મોટા રાજ્યમાં આહાર, મૃગયા અને બલિ માટે ય હિંસાબંધી ફરમાવવી એ કેટલું કપરું અને છતાં ઉદાત્ત કાર્યો ગણાય !
. પ્રજાને સાંસ્કૃતિક જીવનમાં ઉપકારક નીવડે એવું કુમારપાલનું બીજું સુકૃત છે અપુત્ર મૃતદ્રવ્યત્યાગનું. ધર્મશાસ્ત્રમાં જે ગૃહસ્થને નજીક કે દૂરનો કોઈ વારસદાર ન હોય તેનું ધન તેના મૃત્યુ પછી રાજ્યમાં જપ્ત કરવાનું કહેલું છે, છતાં કેટલાંક રાજ્યોમાં જે ગૃહસ્થ અપુત્ર મૃત્યુ પામે તેની વિધવાનું સર્વસ્વ રાજાની આવકમાં જપ્ત કરી દેવાતું. આથી કોઈ અપુત્ર પુરુષની પત્ની વિધવા થાય ત્યારે એ ભારે સંતાપ કરતી; ને તેથી જપ્ત કરાતું અપત્રિકાધન નિર્વીરાધન (અપુત્ર વિધવાનું ધન “રુદતી–વિત્ત' (રડતીનું ધન) કહેવાતું. કુમારપાલને આમાંથી ૭૨ લાખની આવક થતી, છતાં જ્યારે એમણે હેમચંદ્રા
જો ઉપદેશથી શ્રાવકનાં વ્રતોનો સવિશેષ અંગીકાર કર્યો, ત્યારે તેમણે આ અનુચિત કરવાની પ્રથા રદ કરી અપુત્ર પુરુષોની વિધવાઓને આર્થિક રાહત આપી. જેમ સિદ્ધરાજે સોમનાથને યાત્રા રદ કર્યો તેમ કુમારપાલે અપુત્રિકાધનની આવક રદ કરી. ઉદાત્ત પરિણામો માટે સ્વેચ્છાએ જતી કરાતી આવકનાં આ બંને પગલાં આપણને મઘનિષેધ માટે હાલ જતી કરાતી રાજ્યની આવકનું સ્મરણ કરાવે છે.