________________
પર્વત પર અજિતનાથને ઉત્તગ પ્રાસાદ કરાવ્ય, સ્તંભતીર્થ (ખંભાત)માં હેમચંદ્રચાર્ય, ની દીક્ષાના સ્થાનમાં આલિગ નામે વસતિ કરાવી, અમાત્ય વાભેટે કરાવેલા પ્રાસાદને “કુમારવિહાર' નામ અપાયું ને વેરાન વીતભયપત્તનમાંની મહાવીર સ્વામીની પ્રાચીન પ્રતિમા મંગાવી પાટણમાં પધરાવી રાજાએ પોતાને વિશાળ રાજ્યના વિવિધ પ્રદેશમાં અનેકાનેક વિહાર બંધાવ્યા અને અનેક ચૈત્યમાં હેમચંદ્રાચાર્યના હસ્તે નવાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. વળી કુમારપાલે સંઘપતિ થઈને અનેક સૂરિઓ, સામંતો, શ્રેષ્ઠીઓ ઇત્યાદિ ભાવિક શ્રાવકો સાથે જિન તીર્થોની યાત્રા આદરી. ધંધુકા અને વલભીપુર થઈ શત્રુંજયગિરિ અને પાલિતાણું જઈ ત્યાંનાં ચેમાં દર્શન-પૂજન કર્યા, રેવતક (ગિરનાર) પર્વત પર ચઢવાની મુશ્કેલી જોઈ મંત્રી વાલ્મટ દ્વારા ત્યાં પગથિયાં બંધાવવાને પ્રબંધ કર્યો. વળી મંત્રી બાહડે શત્રુંજય પર આદિનાથનો પાષાણપ્રાસાદ બંધાવવાની પિતાની અધૂરી રહેલી ઈચ્છા પૂરી કરી, હેમચંદ્રાચાર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી. દંડનાયક આમ્રભટે ભૃગુપુરમાં શકુનિન વિહારનો જીર્ણોદ્ધાર કરી સુવ્રત સ્વામીને ન પ્રાસાદ કરાવ્યો ને હેમચંદ્રાચાર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી. રાજા કુમારપાલે સંધ સમક્ષ ગુરુ હેમચંદ્રાચાર્યને “કલિકાલસર્વજ્ઞનું ગરવું બિરુદ આપ્યું. જેમાં રુદ્રમહાલય અને સહસ્ત્રલિંગ સરોવર બંધાવનાર સિદ્ધરાજ જયસિંહે ગુજરાતમાં ઠેકઠેકાણે અનેકાનેક સાર્વજનિક બાંધકામ કરાવ્યાં હોવાનું મનાય છે તેમ રાજા કુમારપાલે શત્રુંજય, ગિરનાર, અણહિલવાડ આદિ અનેક સ્થળોએ ભવ્ય જિનાલયો કરાવ્યાં હોવાનું મનાય છે. એ પૈકી પાટણ આદિનાં ચિત્ય હાલ નામશેષ છે, શત્રુંજય અને ગિરનાર પરનાં ચેત્યોનું મૂળ સ્વરૂપ મોજૂદ રહ્યું નથી, પરંતુ તારંગા પરનું ભવ્ય દેરાસર અદ્યપર્યત કુમારપાલની કીર્તિ પતાકા: ફરકાવે છે. પશ્ચિમ ભારતમાં મૌર્ય કાલમાં જે લોકપ્રિયતા મહારાજ સંપ્રતિની હતી, તેવી લોકપ્રિયતા ગુજરાતમાં સોલંકી કાલમાં કુમારપાલની સ્થપાઈ. * *
રાજાની આ ધાર્મિક પ્રવૃત્તિઓને લાભ ગુજરાતના શ્રાવકોને ઘણો મ ગણાય. પરંતુ સમસ્ત પ્રજાના સાંસ્કૃતિક જીવનમાં વ્યાપક પ્રભાવ પ્રસારે તેવી એમની ધાર્મિક પ્રવૃત્તિઓ આથી ય વધારે ગણનાપાત્ર છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી રાજા કુમારપાલે હિંસા, અસત્ય, ચોરી, મિથુન અને પરિગ્રહને તથા રાત્રિભોજન અને માંસાહારનો ત્યાગ કર્યો. મેદાગર ગય' નાટકમાં કુમારપાલે મોહરાજને મારિ (હિંસા), ક્રોધ આદિ પ્રબળ અનિષ્ટકારી સંતાન સહિત પરાજય કરી ધર્મ અને વિરતિની પુત્રી કૃપાસુંદરીનું પાણિગ્રહણ કર્યું તેવું પ્રતીકો દ્વારા જણાવીને, હેમચંદ્રાચાર્યના બંધની અસરથી કુમારપાલે પિતાના સમસ્ત રાજ્યમાં માંસાહાર, મદ્યપાન, પદારાગમન, મૃગયા, દૂત, વેશ્યાગમન અને તેમને નિષેધ ફરમાવ્યો. તેમજ અમારિ (અહિંસા)ની ઘોષણા કરી હોવાનું દર્શાવ્યું છે. આ સાતે ય વ્યસનના સમસ્ત રાજ્યમાં ફરમાવેલા સદંતર નિષેધને અમલ પૂર્ણ અંશે કરી શકાયો હોય, તે એ એક વિરલ અને અકય સિદ્ધિ ગણાય. મદ્યનિષેધના કાયદાનો અમલ કેટલો મુશ્કેલ છે તે આપણે જાણીએ છીએ ને માંસાહારનિષેધની તે આપણે કલ્પના કરી શકતા નથી. હેમચન્દ્રાચાર્ય ‘
દૂબવ'માં લખે છે કે કુમારપાલે ખાટકીઓથી થતી હિંસા બંધ કરી. શિકારીઓથી થતી હિંસા બંધ કરી, દેવતાઓને મળતા