________________
૨૯
રહેવા દેતા નહોતા, ત્યારે વિપ્ર પુરોહિત સેમેશ્વર ૧ લાએ જિનેશ્વર અને બુદ્ધિસાગરને રહેવાને પ્રબંધ કરી આપેલે ને “શિવ એ જિન છે ને “દર્શનમાં ભેદ રાખો એ મિથ્યામતિનું ચિહ્ન છે' એવી વિશાળ દષ્ટિ ધરાવતા જ્ઞાનદેવની સૂચનાથી શિવ પ્રાસાદને લગતી ભૂમિમાંથી તેઓને રહેવાની જગા અપાવી. સિદ્ધરાજના સમયમાં હેમચંદ્ર અને દેવબોધ જેવા આચાર્યોએ આ જ વિશાળ દષ્ટિ પ્રબોધી, જે સિદ્ધરાજે પણ અપનાવેલી. સિદ્ધરાજે મહાલય, મહાયાત્રા, મહાસ્થાન અને મહાસર–એ ચાર વિશિષ્ટ કાર્ય કરાવ્યાં તેમજ માતા મયણલ્લાદેવીના અનરોધથી સોમનાથના યાત્રાવેરાની ૭૨ લાખની વાર્ષિક આવક રદ કરી. સિદ્ધરાજે સોમનાથની યાત્રા કરેલ ત્યારે તેમણે રૈવતક અને શત્રુંજય જઈ જિનની સ્તુતિ-પૂજા પણ કરેલી. સિદ્ધરાજે જન દેરાસરને ગામનું દાન દીધેલું. રાજાનાં આ પરમાર્થ કાર્યોની પ્રજાના ધાર્મિક-સાંસ્કૃતિક જીવન પર વ્યાપક અસર પડી હશે.
હવે હેમચંદ્રાચાર્યે કુમારપાલને ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યોમાં જે પ્રોત્સાહન આપેલું તેની સમીક્ષા કરીએ.
કુમારપાલને હેમચંદ્રાચાર્યને પરિચય પિતાના રાજ્યારોહણ પહેલાંથી હતું. જ્યારે કુમારપાલ હેમચંદ્રાચાર્યની પ્રવચન શાલામાં પહેલી વાર ગયા ત્યારે આચાર્યો એમને કહેલું કે પરકીય સ્ત્રીઓને પોતાની બહેનો માનવી એ સર્વોત્તમ સગુણ છે ને કુમારપાલે પરનારીસહદરવત ગ્રહણ કરેલું. કુમારપાલના રાજ્યારોહણ પછી હેમચંદ્રાચાર્ય કર્ણાવતીથી પાટણ આવ્યા ત્યારે રાજાએ શરૂઆતમાં એમની ઉપેક્ષા કરેલી, પરંતુ પછી પશ્ચાત્તાપ થતાં એમને વિનંતી કરેલી કે આપ રાજ્ય ગ્રહણ કર. આચાર્યે કહ્યું, “અમારે રાજ્યનું શું કામ ? તમે જૈનધર્મમાં મન રાખો.”
એક દિવસ હેમચંદ્રાચાર્યને કુમારપાલે પૂછયું, યુધિષ્ઠિર, વિક્રમ, ભોજ આદિની જેમ મારી કીર્તિ ચિરકાલીન બને તેવો ઉપાય કહો'. આચાર્ય કહે, “વિખ્યાત ધર્મસ્થાનનું નિર્માણ કરે.” પછી રાજાએ સોમનાથ–પ્રાસાદને જીર્ણોદ્ધાર શરૂ કર્યો. આ કાર્ય જલદી પૂરું થાય તેને ઉપાય પૂછતાં આચાર્યે રાજાને કહ્યું, “તમે બ્રહ્મચર્યવ્રત અથવા માંસ નિષેધની માનતા માન.” ને એના સમર્થનમાં મનુસ્મૃતિ તથા “ પુરાણ' માંથી કેટલાક શ્લેક ટાંકયા. રાજાએ માંસનિષેધને નિયમ લીધો, મંદિરનો જીર્ણોદ્ધાર જલદી પૂરો થયો ને રાજાએ માંસનિષેધની માનતા મૂકવા વિચાયું. હેમચંદ્રાચાર્ય કહે, “સેમિનાથની યાત્રા કરી માનતા ત્યાં મૂકે. પુરોહિત રાજાને કહે, હેમચંદ્રને યાત્રામાં સાથે લો. હેમચંદ્રાચાર્ય કહે :
- કુમુક્ષિતેnsf f rગમેનન, નિમરાતે |
महात्मापि किमत्यर्थ यात्रार्थ कचिदथ्यते ॥ | (ભૂખ્યાને ય, હે રાજા, ભોજન માટે નિમંત્રણ આપવાનું હોય ? મહાત્માને ય ક્યાંય યાત્રા અર્થે અતિશય વિનંતી કરવાની હોય ?) આમ આચાર્યો તીર્થયાત્રામાં સામેલ થવાની સંમતિ આપી, પરંતુ તે તો ચાલતા ચાલતા શત્રુંજય ઉજજયન્ત આદિ તીર્થોની યાત્રા. કરી પ્રભાસ પાટણ ગયા, જ્યારે રાજા વાહનમાં સીધા ત્યાં ગયા. રાજાના મનમાં બીક