________________
(કંબલ અને દંડ ધારણ કરતા હેમચન્દ્ર-રૂપી ગોપાલ જન–ગોચરમાં પહૂદર્શન–રૂપી . ' પશુઓને ચારી રહ્યા છે.) આ છે મહાનુભાવોની વિશાળ દૃષ્ટિનાં નક્કર દૃષ્ટાંત. પછી હેમચન્દ્રાચાર્યે શ્રીપાલ કવિને બોલાવી દેવબેધાચાર્ય સાથે મેળ કરાવી આપ્યો. “વિરોધને ઉપશમ કરાવો એ વ્રતધારીઓને આદ્ય ધર્મ છે.” આ ઉદાત્ત સત્ય સર્વધર્મસદ્ભાવના સંદર્ભમાં મહત્ત્વનું છે.
હેમચંદ્રાચાર્ય પણ સરકૃત દુશાશ્રય મહાકાવ્યના પ્રથમ સર્ગમાં કહે છે : સ્વમીશા મવિનામર્દન ભવાન વિષ્ણુર્મવાનગઃ ! (હે અહંત, તમે મહેશ્વર છે, તમે વિષ્ણુ છે, તમે બ્રહ્મા છે.)
એક નોંધપાત્ર પ્રસંગ મેરૂતુંગાચાર્ય-રચિત ચિતામણ’માં તથા જિનમંડનગણિરચિત મારવાઢgવામાં નિરૂપાયો છે, સિદ્ધરાજે સર્વ દર્શનના અગ્રણીઓને ધર્મનું તત્વ પૂછતાં તેઓ સ્વ-દર્શનની સ્તુતિ અને પર–દર્શનની નિંદા કરવા લાગ્યા. ત્યારે રાજાએ હેમચન્દ્રાચાર્યને બોલાવી પૂછ્યું, સંસાર પાર કરાવે તેવો ધર્મ કયો ?. આચાર્યો પુરાણોક્ત શંખાખ્યાન કહ્યું : એક સ્ત્રીએ અન્ય સ્ત્રીમાં આસક્ત રહેતા પિતાના પતિનું વશીકરણ કરવા જતાં પતિ વૃષભનું સ્વરૂપ પામ્યો, એથી એ સ્ત્રીને ભારે પશ્ચાત્તાપ અને સંતાપ થયો. એને ઉપાય વૃક્ષની છાયામાં રહેલી એક વનસ્પતિમાં હોવાનું જાણવા મળતાં એ સ્ત્રી એની અંદર એકેક છોડને કાપી કાપી વૃષભને ખવડાવવા લાગી. આખરે એમાંના એક અજાણ્યા ગુણના છોડથી એ વૃષભ પાછો મનુષ્યરૂપ પામ્યો. આથી જેમ એ સ્ત્રીએ સર્વ છોડોનો ઉપયોગ કર્યો, તેમ સર્વ ધર્મોનું આરાધન કરવું ઘટે. સર્વ સંપ્રદાયમાં રહેલા સામાન્ય ધર્મનું સ્વરૂપ કેવું છે? હેમસૂરિ રાજાને કહે :
વાગે ફાન, ગુરુવુ વિના, સસરવાનુFIT,
न्याय्या वृत्तिः, परहितविधावादरः सर्वकालम् । कार्या न श्रीमदपरिचयः संगतिः सत्सु सम्यक्
राजन् ! सेव्यो विज्ञदमतिना सैष सामान्यधर्मः ॥ (પાત્રોને દાન, ગુરુઓ પ્રત્યે વિનય, સર્વ તો તરફ અનુકંપા, ન્યાપ્ય વૃત્તિ, પરહિત અંગે સર્વ સમયે આદર, સજ્જનોની સંગતિ–એ એ સામાન્ય ધર્મ, હે રાજા! સારી રીતે સેવ.) આમ હેમચન્દ્રાચાર્ય ધર્મની બાબતમાં કેવી વિશાળ દષ્ટિ ધરાવતા ને સહુને સર્વધર્મસદ્ભાવને બોધ દેતા.
ને હેમચંદ્રાચાર્યને એ બોધ સિદ્ધરાજે સારી રીતે અમલમાં મૂકેલે. રાજાએ સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નવનિર્માણ કર્યા પછી ત્યાં મહાવીર સ્વામીનું ય મંદિર બંધાવ્યું ને એની દેખરેખ ત્યાંના બ્રાહ્મણોને સેંપી. સેરઠના દંડનાયક સજ્જને ત્રણ વર્ષના રાજદાયની આવકમાંથી ઉજજયન્ત ઉપર નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ તેની જાણ થતાં સિદ્ધરાજે તીર્થોદ્ધારનું પુણ્ય લઈ તે રકમ જતી કરી.
સર્વધર્મ સદ્ભાવની આ વિશાળ દષ્ટિ સિદ્ધરાજના પૂર્વજ ભીમદેવ ૧ લાના સમયથી ગુજરાતમાં નજરે પડે છે, જ્યારે ચૈત્યવાસીઓ અણહિલપુરમાં સુવિહિત (વિસતિ-વાદીઓને