________________
લીપી કાઢ. હે રત્નાકર, તું મોતીઓને સ્વસ્તિક રચી દે હે ચન્દ્ર, તું પૂર્ણ કુંભ થઈ જા. હે દિગ્ગજ, કલ્પતરુનાં પત્રો લઈ સ્વ-કરે વડે તમે તોરણ રચી દો. સિદ્ધરાજ પૃથ્વી જીતીને આવે છે,
આવો અર્થધન લેક સાંભળી સંતુષ્ટ થયેલા રાજા સૂરિને પોતાના પ્રાસાદમાં વારંવાર તેડાવવા લાગ્યા.
સૂરિ અને સમ્રાટના આ સંપર્કનું પ્રથમ સુફલ છે “સિદ્ધહેમ શબ્દાનુશાસન'. અવંતિના ગ્રંથભંડારમાંથી આવેલ ‘જ-વ્યાકરણ” જોઈ રાજાની પ્રેરણાથી કાશ્મીરના જ્ઞાનભંડારમાંથી આઠ વ્યાકરણ ગ્રંથો મંગાવી હેમચંદ્રાચાર્યે તૈયાર કરેલા એ અદ્ભુત વ્યાકરણ ગ્રંથનું રાજાએ બહુમાન કરી ૩૦૦ લહિયાઓ પાસે એની નકલે ઉતારાવી તે ભારતવર્ષના સર્વ પ્રદેશોમાં મોકલી આપી-કચ્છથી કામરૂપ અને નેપાલથી સિંહલ સુધી. કાકલ નામે કાયસ્થને એના અધ્યાપક નીમ્યા ને તેઓ દર માસની જ્ઞાનપંચમીએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા; ને રાજા વિદ્યાર્થીઓને વિવિધ ઈનામથી નવાજતા.
pમાવતરિત'માં આપેલે એક ત્રીજો પ્રસંગ નોંધપાત્ર છે. હેમચંદ્રાચાર્યોના પરમ શિષ્ય રામચન્દ્ર ચતુર્મુખ જિનાલયમાં નેમિનાથચરિતમાં પાંડવોએ આહંત દીક્ષા લીધાની વાત કરી. આથી કુપિત થયેલા વિપ્રેએ રાજા પાસે ફરિયાદ કરી. રાજાએ હેમચંદ્રાચાર્યને તેડાવ્યા ને પૂછ્યું કે પાંડવોએ આહંત દીક્ષા લીધેલી ? આચાર્યે કહ્યું, “મહાભારતમાં વ્યાસે પાંડવો હિમાલય ગયાનું જણાવ્યું છે, જ્યારે અમારાં શાસ્ત્રોમાં પાંડેએ આહંત દીક્ષા લીધી જણાવી છે. પરંતુ જેન શાસ્ત્રોમાં કહેલા પાંડવો એ પાંડવોથી ભિન્ન હોઈ શકે; રાજાએ પૂછયું, શું પાંડવો ઘણા થઈ ગયા ? સૂરિએ “.મારતમાંથી હવાલો આપી કહ્યું કે “ભીષ્મ સો થઈ ગયા, પાંડવો ત્રણ, દ્રોણાચાર્ય હજાર ને કર્ણ અસંખ્ય.”
મહામારતની સમીક્ષિત આવૃત્તિમાં આ શ્લોક (સત્ર મીષ્ણાતું ઘં) પ્રાચીન ઠર્યો છે ' કે પ્રક્ષિપ્ત તે જોવું જોઈએ. એ. ગમે તે હોય, સ્યાદ્વાદની દૃષ્ટિએ રામ, પાંડવો, કૃષ્ણ વગેરે અનેક અને વિભિન્ન થઈ ગયાનું માનીએ, તે હિંદુ અનુશ્રુતિ અને જૈન અનુશ્રુતિ વચ્ચેની અસંગતિનું નિવારણ થઈ શકે છે.
એક ચોથે પ્રસંગ પણ આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. ભાગવત દર્શનના દેવબોધાચાર્ય અણહિલ્લપુર આવ્યા ત્યારે એમની અને સિદ્ધરાજના માનીતા પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલની વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું. છતાં રાજાએ જૈન પ્રાસાદના ધ્વજારે ૫ પ્રસંગે “સત્પાત્ર એવા દેવબંધને ય નિમંત્ર્યા હતા. ત્યારે દેવબોધાચાર્યો ‘જયસિંહભેરુ' નામે શિવાલયમાં શંકરનાં દર્શન કરતાં અર્ધનારીશ્વરની સ્તુતિ કરી ને પછી “રાજવિહારમાં અહતનાં દર્શન કરતાં વીતરાગ જિનની ય સ્તુતિ કરી. દેવબોધ–શ્રીપાલ વચ્ચેનો સંઘર્ષ વધતો
ગયો. પરંતુ હેમચન્દ્રાચાર્યો દેવધાચાર્યમાં રહેલ અનન્ય સારસ્વતના ગુણને લીધે એમનું ' ' બહુમાન કરવું ચાલું રાખ્યું ને દેવધાચાર્યું પણ હેમચંદ્રાચાર્યની પ્રશસ્તિ કરી :
पातु वो हेमगोपाल: कम्बल' दप्ङमुद्वहन् । षड्दर्शनपशुग्राम चारयन् जैनगे, चरे ॥