SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમાવેશ થઈ જાય, પરંતુ સાંસ્કૃતિક જીવનમાં એ સૂરિનું પ્રદાન વિશેષતઃ ધાર્મિક ક્ષેત્રે રહેલુ હાઈ આપણે અહીં ધાર્મિક ક્ષેત્રની સવિશેષ સમીક્ષા કરીએ. હેમચન્દ્રાચાય ના જન્મસમયે ગુજરાતમાં મુખ્યત્વે એ ધ સંપ્રદાય પ્રચલિત હતા— હિંદુ અને જૈન. હિંદુ ધર્માંમાં યજ્ઞપ્રધાન વૈશ્વિક-શ્રૌત પર પરા ઘણી સીમિત થઈ ગઈ હતી તે પૌરાણિક પરંપરાના શૈવ, શાક્ત, ભાગવત, સૌર આદિ ભક્તિપ્રધાન સંપ્રદાય લેાકપ્રિય હતા. બૌદ્ધ ધર્માંના હવે અહીં સદંતર લેાપ થયા હતા. જ્યારે જૈન ધર્મના બહાળે પ્રચાર થયા હતા. ત્રતા, ઉત્સવેા, મદિરા અને તીર્થાંના બંને ધર્મ સંપ્રદાયામાં મહિમા હતા. સાલકી રાજાએ કુલધર્માંથી શૈવ હતા. તેએ પરમ-માહેશ્વર' કહેવાતા. જૈન સ‘પ્રદાયમાં શ્વેતાંબરા તથા દિગંબરો વચ્ચે અને ચૈત્યવાસીએ તથા સુવિહિતા (ઉપાશ્રયવાસીઓ) વચ્ચે વાદ–વિવાદ થતા. ધર્મ ચુસ્ત હિંદુ જેના પ્રત્યે અને ધર્મચુસ્ત જૈને હિંદુએ પ્રત્યે પૂ ગ્રહ ધરાવતા, પરંતુ અંતે સંપ્રદાયામાં પરસ્પર સદ્ભાવ તથા સમભાવની વિશાળ દૃષ્ટિ ધરાવતા મહાનુભાવે પણ હતા. વિણકામાં શ્રાવકા અને પેસરી વચ્ચે લગ્નસબંધ બંધાતા. ખુદ ચંગદેવ (હેમચંદ્રાચાર્ય)ના પિતા ચચ્ચ પેસરી–માહેશ્વરી હતા, જ્યારે એમનાં માતા પાહિણી તથા મામા નેમિ શ્રાવક હતાં. ચંગદેવ દીક્ષા લઈ સામચન્દ્ર થયા તે ગુરુ દેવચન્દ્રસૂરિ પાસે શિક્ષણ લઈ તર્ક, શિક્ષણ અને સાહિત્યમાં નિષ્ણાત થયા. વળીબ્રાહ્મી દેવીની કૃપાથી તેઓ સિદ્ધુ–સારસ્વત થાય. પછી સૂરિપદ પામી એ હેમચન્દ્રાચાર્ય થયા. તેઓ ભારતીદેવીની પુરુષરૂપ દ્વિતીય મૂર્તિ મનાતા. પ્રભુધમ્રથામાં તથા ચરિતપ્રથામાં હેમચન્દ્રાચાયે સમકાલીન ગુજ રેશ્વર જયસિ દેવ તથા તેમના ઉત્તરાધિકારી કુમારપાલ પર જે ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રભાવ પાડો તેના અનેક પ્રસ`ગ નિરૂપાયા છે. પ્રભાચન્દ્રાચાય –રચિત પ્રમા~રિત'માં અંતિમ ચરિત હેમચન્દ્રસૂરિનું નિરૂપાયું છે. એમાં સિદ્ધરાજ જયસિંહ સાથેના એમના મિલનના એ નેોંધપાત્ર પ્રસંગ આપેલા છે. એક દિવસ રાજ ગજારૂઢ થઈ નગરચર્યાં કરતા હતા, ત્યાં તેમણે માની બાજુ પર દુકાન પાસે ઊભેલા હેમચન્દ્રને જોયા. રાજાને થયુ, શું આ મૂર્તિમાન ધર્મો છે? ટેકરા પાસે હાથીને રોકીને રાજાએ એમને કંઈ કહેવા વિનંતી કરી. તેા આચાયે કહ્યું : कारय प्रसर सिद्ध ! हस्तिराजमशङ्कितम् । त्रस्यन्तु दिग्गजाः कि ं तैर्भू स्त्वयैवाद्धता यतः ॥ (હે સિદ્ધ, ગજરાજને નિઃશંક ચાલવા દે. દિગ્ગજો ભલે ત્રાસ પામે, તેની શી પરવા ? કેમકે પૃથ્વીને તમે જ ધારણ કરી છે.) સુન રાજાએ પ્રસન્ન થઈ કહ્યું, આપે 'મેશાં મારી પાસે આવતા રહેવું. આમ આ પ્રથમ મુલાકાતથી સિદ્ધરાજને હેમચન્દ્રાચાના સત્સંગને નિત્યલાભ થયા. બીજો પ્રસંગ છે સિદ્ધરાજ માલવદેશ જતી પાટણ માછા ફર્યાં ત્યારે હેમચંદ્રાચાયે રાજવીને આપેલી આશિષના. આચાયે કહ્યું, હે કામધેનુ, તારા ગામય–રસથી ભૂમિને
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy