________________
ગુજરાતના ધાર્મિક–સાંસ્કૃતિક જીવનમાં
હેમચંદ્રાચાર્યનું પ્રદાન
પ્રા. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી સંમાન્ય પ્રમુખશ્રી, અધ્યાપક મિત્રો, સજજનો અને સન્નારીઓ,
વિ. સં. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ જન્મેલા શ્રી હેમચન્દ્રાચાર્યના જન્મને હાલ ૯૦૦મું વર્ષ ચાલે છે, જે આવતી કાર્તિકી પૂર્ણિમાએ અર્થાત્ નવેમ્બરમાં પૂરું થશે. જેઓએ ભારતભરના ધાર્મિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક જીવનમાં ચિરંજીવ અને ગણનાપાત્ર પ્રદાન કર્યું હોય તેવા જે મહાનુભાવ ગુજરાતમાં થઈ ગયા તેઓમાં હેમચન્દ્રાચાર્ય સુપ્રસિદ્ધ છે. ધર્મ અને દર્શન, વિદ્યા અને સાહિત્ય તેમજ સમાજ અને સંસ્કૃતિનાં ક્ષેત્રોમાં વિપુલ અને અગાધ પ્રદાન કરનાર એ વિભૂતિની જન્મશતાબ્દી શતકે શતકે ઊજવાય એ સમુચિત છે.
શ્રી હેમચન્દ્ર નવશતાબ્દી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે આ સંસ્થાના સંચાલકોએ મને આપેલા નિમંત્રણ માટે હું તેઓનો આભારી છું. એ અંગેના નિમંત્રણ પત્રમાં મારા વ્યાખ્યાન માટે ગુજરાતના ધાર્મિક–રાજકીય જીવનમાં હેમચંદ્રાચાર્યનું પ્રદાન” એ વિષય સૂચવવામાં આવેલો, પરંતુ મેં એમાં કેટલાક સુધારે સૂચવ્યું, જે સંચાલકોએ ખુશીથી સ્વીકારી લીધેલ. હેમચન્દ્રાચાર્યું ગુજરાતના મહારાજાધિરાજ જયસિંહદેવ તથા કુમારપાલ જેવા મહાન રાજવીઓ પર વિપુલ પ્રભાવ પાડેલો ને રાજા #ાહ્ય જારણ એ ન્યાયે એ પ્રભાવ એ રાજવીઓના આચાર તથા આદેશો દ્વારા સમસ્ત પ્રજામાં વત્તાઓછા અંશે પ્રસરેલો એ ખરું, પરંતુ આ સમગ્ર પ્રભાવ રાજાના તથા પ્રજાના સાંસ્કૃતિક જીવનમાં પ્રસરેલો, રાજકીય–રાજનૈતિક જીવનમાં નહિ. આથી મેં આ વ્યાખ્યાનના શીર્ષકમાં ધાર્મિક-રાજકીયના સ્થાને ધાર્મિક-સાંસ્કૃતિક શબ્દ પ્રજ્યા છે. - હેમચંદ્રાચાર્યે સમકાલીન રાજવીઓ, તેઓના અમાત્યો તેમજ પોતાના પટ્ટશિષ્યો પર
પાડેલા પ્રભાવ અંગેના અનેક પ્રસંગ પ્રબંધસંગ્રહોમાં તથા ચરિતાત્મક કૃતિઓમાં ' નિરૂપાયા છે; સાથે સાથે એ રાજવીઓએ કરેલાં વિવિધ સુકૃતોનું તેમજ હેમચન્દ્રાચાર્યું તથા એમના શિષ્યએ કરેલાં સાહિત્યિક પ્રદાનોનું પણ નિરૂપણ કરાયું છે, પરંતુ સૂરિ તરીકે હેમચન્દ્રાચાર્યે સમકાલીન જન પર, વિશેષતઃ શ્રાવકો પર કે પ્રત્યક્ષ પ્રભાવ પાડેલો તેની હાલ આપણને જાણ નથી. હેમચન્દ્રાચાર્યને વિપુલ તથા અગાધ જ્ઞાનનો અવર અને અણમોલ વારસો આપણને એમની વિવિધ સાહિત્યિક કૃતિઓ દ્વારા પ્રાપ્ત પયા છે. પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં ય એમનું પ્રદાન ગણનાપાત્ર હતું. આમ તે “સાંસ્કૃતિક શબ્દ એટલે વ્યાપક અર્થ ધરાવે છે કે ધાર્મિક પાસાને ય એમાં