________________
હતી કે આચાર્ય જિન સિવાય કેઈને નમસ્કાર નહિ કરે. પરંતુ આચાર્યો તે તરત જ સ્તુતિ કરી:
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपगता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ (સંસારના બીજાં કર જન્માવનાર રાગાદિ વૃત્તિઓ જેમની ક્ષય પામી હોય, તે બ્રહ્મા છે, વિષ્ણુ હો, શિવ છે કે જિન હો, તેમને નમસ્કાર.)
यत्र तत्र सनये यथा तथा, योऽसि सेोऽस्यनिधया यथा तथा ।
वीतदेोषकलुषः स चेद् भवानेक एव भगवन ! नमोऽस्तु ते ॥ - (જે જે સ્થળે, જે જે સમયે જે જે નામે હો, જે આપ દોષકલંકથી મુક્ત હો તો હે ભગવાન, આપ એક જ છો, તમને નમસ્કાર હો.).
त वन्दे साधुवन्द्य सकलगुणनिधि ध्वस्तदोषद्विषत।
बुद्ध वा वर्द्धमान शतदलनिलय केशव वा शिव वा ॥ | (તે સાધુઓ વડે વંદ્ય, સકલ ગુણોના નિધિ, દોષ રૂપી શત્રુઓનો નાશ કરનાર તે બુદ્ધ હો, વર્ધમાન હો, બ્રહ્મા હા, વિષ્ણુ છે કે શિવ છે, તેમને હું વંદુ છું.)
પ્રવચ ત’ માં આ પ્રસંગ સિદ્ધરાજના સંદર્ભમાં નિરૂપાયો છે, જ્યારે 'પ્રવધચિત્તામળિ” તથા “કુમ્ભારાણઘ માં હેમચંદ્રાચાર્ય સાથેની આ તીર્થયાત્રા કુમારપાલના સંબંધમાં દર્શાવાઈ છે. સિદ્ધરાજે સોમનાથની યાત્રા કરી તેનું નિરૂપણ હેમચંદ્રાચાર્યે પાશય માં કર્યું હોઈ તેમજ કુમારપાલના સમયના ચિતોડ શિલાલેખમાં ય એનો ઉલ્લેખ હોઈ એ ઘટના વાસ્તવિક ગણાય, પરંતુ સિદ્ધરાજે એ યાત્રા પુત્રકામનાથી અંતિમ વર્ષોમાં કરી હોય એવું લાગે છે. એમને ભાવ બૃહસ્પતિએ સોમનાથના શિવાલયને જીર્ણોદ્ધાર કરવાનો અનુરોધ કરેલો, પરંતુ થોડા સમયમાં સિદ્ધરાજને સ્વર્ગવાસ થતાં એ કાર્ય કુમારપાલે બહાર પાડયું. આથી હેમચંદ્રાચાર્યને લગતો આ પ્રસંગ કુમારપાલ પોતે સમરાયેલું એ મદિર જેવા ગયા ત્યારે બન્યો હોય એ વધુ સંભવિત છે. ઉપર જણાવેલ સોમનાથસ્તુતિને બીજો શ્લોક પ્રભાચન્દ્ર સિદ્ધરાજ-હેમચંદ્રના સંદર્ભમાં આપ્યો હોવા છતાં, જિનમણ્ડનગણિએ આપેલા સર્વ સ્તુતિશ્લેક (જેમાં એ શ્લોકનો પણ સમાવેશ થાય છે) કુમારપાલ-હેમચન્દ્રાચાર્યના સંદર્ભમાં વધુ બંધ બેસે છે.
સોમનાથ-યાત્રાના પ્રસંગથી રાજા કુમારપાલ હેમચન્દ્રાચાર્યને પિતાના ગુરુ, પિતા, માતા, સહોદર અને વયસ્ય સર્વસ્વ માનવા લાગ્યા. ને આચાર્યે રાજાને સોમનાથની સાક્ષીમાં મઘમાંસાદિ અભક્ષ્યના ત્યાગને નિયમ લેવરાવ્યો. હવે પેલી માનતા મૂકવાની રહી જ નહિ.
કુમારપાલ કેટલીક વાર વસતિમાં જઈને ને કેટલીક વાર સુરિને સભામાં તેડાવી તેમની પાસેથી ધર્મરસનું પાન કરવા લાગ્યા. સરિએ રાજાને દર્શાવ્યું કે વૈદિક ધર્મમાં ય ના