________________
- : હું આપને ભૂત્ય છું, દાસ છું; કિંકર છું; “સારું એમ કહીને હે નાથ, તું * મારે સ્વીકાર કર ! આનાથી વધારે હું કહેતા નથી!”૨૮
આ આખુંય સ્તોત્ર અનુષ્યપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ તેત્ર સાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે.
જે મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન જ છે એવા ભાવ સાથે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું અનુષ્યપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રૌઢિ ધરાવતું નથી. આનો છેલ્લે શ્લેક આર્યા છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે. મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણે વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ. હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારનું માનવું છે. આ શ્લેક છે ?
'भव बीजाकुरजननां रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा, हरी जिना वा नमस्तस्मै । જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !૨૯
આ ઉપરાંત ૩૫ શ્લેકનું “સલાહંત સ્તોત્ર મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત “અહંનામસમુચ્ચય' “અહંનીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમજ અનેકાર્થશેષ”, “પ્રમાણશાસ્ત્ર'. શેષસંગ્રહનામમાલા', “સપ્તસંધાન મહાકાવ્ય જેવી કળિકાળસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. આ સમયે પં. બેચરદાસજીનાં આ વચન યાદ આવે છે :
- “એમણે રચેલા કેટલાક અપૂર્વ ગ્રંથ તે આજે મળતા પણ નથી એ આજના ગુજરાતીને શરમાવનારું નથી ? જે મહાપુરુષે અનેક ગ્રંથો લખી ગુજરાતની, ગુજરાતના રાજાની અને વિદ્યાની પ્રતિષ્ઠા વધારી તેમના ગ્રંથને જતનથી જાળવી-સાચવીસંભાળી રાખવા જેટલું પણ સામર્થ્ય આજના આ બેકદર ગુજરાતીએ ખોઈ નાખ્યું છે; એટલું જ નહિ પણ આ જૈનનામધારીઓ-જેઓ તેમના પાકા અનુયાયી હોવાનો ફકે રાખે છે તેમને પણ તેની ક્યાં પડી છે ?”
હા, એટલું ખરું. આચાર્યને નામે બે નગારાં, બે શરણાઈઓ જેને જરૂર વગડાવવાના અને કોકવાર મોઢાં પણ મીઠાં કરાવવાનાં, પણ તેમની અક્ષરસંપત્તિ ક્યાં કેમ દટાઈ છે તેનો ભાવ સરખે પણ પૂછશે ખરા ?”૩૦