________________
૨૧
આમ ઊંડા મનન અને તકની કસોટીએ એમણે જિનદર્શનની પરીક્ષા કરી છે અને પછી જ એને પ્રભાવ ગાયો છે. “અગવ્યવચ્છેદિકાકાત્રિશિકા' અને “અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકા નામની બે ધાર્નિંશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે.૩૨ શ્લેકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લે શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું સ્તુતિની દષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્યા પણ ધ્યાન ખેંચે છે. “અયોગવ્યવચ્છેદિકાઠાત્રિશિકા'માં એમણે જૈનદર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિનશાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અંતે આચાર્ય એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિનશાસન જ પ્રામાણિક હેઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિનશાસનની ગુણઆરાધના કરવામાં આવી છે
અન્યયોગવ્યવચછેદાવિંશિકામાં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનની સમીક્ષા કર્યા પછી જૈનદર્શનના સ્વાવાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ ઉપર ૧૪મી સદીમાં મલિષેણે
સ્યાદવાદમંજરી' નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જેનસિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ “સ્યાવાદમંજરી'નું અનન્ય મહત્ત્વ છે.
આ બંને ધાત્રિશિકા કરતાં “વીતરાગસ્તોત્ર'ને પ્રકાર જુદો છે. વીતરાગસ્તોત્ર'માં ભક્તિભાવથી ઊછળતું હૃદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા “વીતરાગસ્તોત્રના દરેક વિભાગને “પ્રકાશ” એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ શ્લેક છે. આમાં ક્યાંક ક્યાંક હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા પ્રગટે છે, પણ મુખ્યત્વે તે એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. વીતરાગસ્તોત્ર' ભક્તિનું એક મધુર કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જેનર્ણન પણ તેમાં અનુસ્થત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દૃષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે. એક સ્થળે તેઓ કહે છે :
- “હે નાથ, સદાય મારાં નેત્રો આપના મુખના દર્શનથી પ્રાપ્ત થતા સુખની લાલસાવાળાં થાય; મારા બે હાથ તમારી ઉપાસના કરનારા, અને મારા કાન સદાય તમારા ગુણને સાંભળનારા થાવ !”
કુતિ હોય તેય પણ, તારા ગુણને ગ્રહણ કરવા પ્રત્યે જે મારી આ વાણી ઉત્કંઠિત થાય તે તે વાણું ખરેખર શુભ હજો ! બીજા પ્રકારની વાણીનો શો ઉપયોગ છે!